November 23, 2024

+91 99390 80808

November 23, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૦૫૦ સામે ૮૦૮૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૮૧૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૬૩૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૯૮૫ સામે ૨૪૯૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૨૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૧૩૧ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં મંગળવારે ખરીદી જોવા મળી હતી.સતત ૬ દિવસથી ચાલી રહેલ ઘટાડાનો ટ્રેન્ડ મંગળવારે તૂટી ગયો હતો. ફંડોની એક તરફ સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદી વધતી જોવાઈ હતી.મીડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ખરીદીનું પ્રેશર જોવા મળ્યું હતું.સેન્સેક્સ ૫૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૬૩૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૧૩૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૭૬ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૩૯૨ પોઈન્ટના સ્તરે બંધ થયો.

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત થતાં સેન્સેક્સ ૭૨૦ પોઈન્ટ ઉછળ્યો છે. રોકાણકારોની મૂડીમાં આજે ૭.૬૭ લાખ કરોડનો વધારો થયો છે. ૩૨૪ શેર્સમાં અપર સર્કિટ અને ૧૩૭ શેર્સ ૫૨ વીક હાઈ થયા છે. બંને મુખ્ય સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સ સારા ઉછાળા સાથે બંધ થયા છે.સવારે નેગેટિવ ઝોનમાં ખૂલ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટી સતત વધ્યા છે. નિફ્ટીએ ૨૫ હજારનું લેવલ પરત મેળવ્યું છે. આઈટી, ટેક્નો અને મેટલ સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી ૩લાખ કરોડ સુધી વધી હતી. બાદમાં સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે મેટલ સિવાય તમામ સેક્ટર્સમાં સુધારો જોવા મળ્યો હતો. ચીન દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવતાં મેટલ શેર્સમાં ગાબડું નોંધાયુ હતું. 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની નવી રચાયેલી મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની આવતા સપ્તાહે મળી રહેલી બેઠકમાં એમપીસી સતત દસમી વખત રેપો રેટ જાળવી રાખશે તેવી શકયતા વધી ગઈ છે. ઈરાન-ઈઝરાયલ તાણને જોતા એમપીસી વ્યાજ દર ઘટાડવામાં ઉતાવળ નહીં કરે તેવો મત પ્રવર્તી રહ્યો છે.વ્યાજ દર યથાવત રહેવાના કિસ્સામાં લોનધારકોએ ઈએમઆઈમાં રાહત માટે હજુ રાહ જોવી પડશે.ત્રણ નવા સભ્યોની નિમણૂંક બાદ એમપીસીની સાત થી નવ ઓકટોબર દરમિયાન પ્રથમ વખત બેઠક મળી રહી છે. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,અદાણી એન્ટર.,ટીવીએસ મોટર્સ,કોલ્પાલ,ટોરેન્ટ ફાર્મા,ગ્રાસીમ,લાર્સેન,ભારતી ઐરટેલ,સિપ્લા,ગ્લેનમાર્ક ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,સન ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,ટાટા કોમ્યુનિકેશન,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટાઈટન કંપની,હિન્દુસ્તાન યુનીલીવર,આઈસીઆઈસીઆઈ બેન્ક,ટીસીએસ,બજાજ ફીન્સેર્વ,એયુ બેન્ક,વિપ્રોએસબીઆઈ લાઈફ,જીન્દાલ સ્ટીલ,ટાટા મોટર્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૨૩ અને વધનારની સંખ્યા ૩૦૨૪ રહી હતી,  ૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આ વર્ષે દેશના ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમાંથી હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં મતદાન થયું છે,જ્યારે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ચૂંટણીની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.શેરબજારમાં ચિંતા કરવા જેવી મોટી બાબતો છે, જેમ કે મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને ક્રુડ ઓઈલના ભાવ પર તેની અસર જેવા પ્રતિકુળ પરિબળો કાર્યરત છે.વધુમાં, નવેમ્બરમાં યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામો અને આગામી સ્થાનિક કોર્પોરેટ પરિણામો પણ શેરબજારની દિશા નક્કી કરશે. આ સિવાય રોકાણકારો વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો પર પણ નજર રાખશે જે વ્યાજદર અંગે નિર્ણય લેશે. મહારાષ્ટ્રને બાદ કરતાં અન્ય તમામ રાજ્યો લોકસભાની બેઠકોની સંખ્યાની દ્રષ્ટિએ નાના છે. તેથી, આ રાજ્યોના ચૂંટણી પરિણામોની બજારો પર ઓછી અસર પડશે. વર્તમાન પરિસ્થિતિને જોતા, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલની કિંમતો કેવી રીતે વર્તે છે તેના પર સ્થાનિક બજાર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.

આગામી થોડા દિવસોમાં બજારને ચિંતા કરવા જેવી બીજી ઘણી બાબતોમાં પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય કટોકટી, વ્યાજ દરો પર આરબીઆઈનો નિર્ણય અને કંપનીઓના પરિણામોની અસર પણ  ટૂંકા-થી-મધ્યમ ગાળામાં બજારને અસ્થિર રાખી શકે છે.વિશ્વ જીઓપોલિટીકલ ટેન્શનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે.અમેરિકાએ ઈઝરાયેલને ઈરાનના ન્યુક્લિયર સ્થળો પર હુમલો નહીં કરવા સિવાય આપેલી લીલીઝંડીને ધ્યાનમાં લેતા  ગમે તે ઘડીએ ઈઝરાયેલ દ્વારા ઈરાન પર વળતો પ્રહાર થવાની અને એની સાથે આ યુદ્વ અંત તરફ આગળ વધવાની શકયતા રહેશે. જ્યારે બીજી તરફ ચાઈના તેના અર્થતંત્રને ફરી રિકવરીની પટરી પર લાવવા જરૂરી બન્યું છે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

RELIANCE

HDFC BANK

HAVELLS

SBI

Nifty Trend : 25 November 2024

error: Content is protected !!