January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૩૪ સામે ૮૧૯૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૩૪૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૯૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૪૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૩૧ સામે ૨૫૧૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૦૮૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં બુધવારે વોલેટાલીટી જોવા મળી હતી.ગઈકાલે હરિયાણામાં ભાજપની જીત અને જમ્મુ અને કાશ્મીરમાં પણ સારો એવો પ્રતિસાદ મળવા ઉપરાંત આજે આરબીઆઈ દ્વારા જીડીપી ગ્રોથ પોઝિટિવ હોવાની જાહેરાત સાથે શેરબજારમાં ઉછાળો નોંધાયો છે.સેન્સેક્સ આજે ૩૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ ૬૫૦ પોઈન્ટ વધ્યો હતો. નિફ્ટી પણ ૨૦૦ પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ૨૫૩૦૦ના લેવલ તરફ આગેકૂચ કરી હતી. સેન્સેક્સ ૧૬૭ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૪૬૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૭ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૦૮૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૯ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૩૭૩ પોઈન્ટના સ્તરે બંધ થયો.શેરબજારમાં ગત સપ્તાહે કરેક્શન નોંધાયા બાદ હવે ફરી સ્થિર બન્યા છે. આજે ફરી સાર્વત્રિક ધોરણે લેવાલીના માહોલ સાથે રોકાણકારોની મૂડીમાં રૂ.૫.૪ લાખ કરોડનો વધારો થયો છે.

ભારતીય રિઝર્વ બૅંકની ૫૧મી એમપીસી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો. બે દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જાહેરાત કરતાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ(રેપો રેટ)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની ઈએમઆઈ યથાવત્ જ રહેશે. રિઝર્વ બૅંકે પોલિસી રેટને ૬.૫% પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે.આ સતત ૧૦ મી વખત છે જ્યારે રિઝર્વ બૅંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખતાં બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજના દરો યથાવત્ રાખવા સહમતિ આપી હતી. પોલિસીનું વલણ વિડ્રોલ ઑફ અકમોન્ડેશનમાંથી બદલી ન્યુટ્રલ કરવામાં આવ્યું છે.વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ હોવા છતાં દેશમાં ફુગાવાને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે.આર્થિક વિકાસ થઈ રહ્યો છે.પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતા વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરાશે નહીં.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસ લેબ ૭%,એચડીએફસી એએમસી ૫%,ઈન્ડીગો ૩%,ના ઉછાળો સાથે સાથે ટાઈટન કંપની,ટીસીએસ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ ટોરેન્ટ ફાર્મા,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,સન ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,સિપ્લા,લ્યુપીન,ગ્લેનમાર્ક ફાર્મા,ભારતી ઐરટેલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ગ્રાસીમ,એસીસી,ટાટા કોમ્યુનિકેશન,કોલ્પાલ,લાર્સેન,રિલાયન્સ,હેવેલ્લ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૪૬ અને વધનારની સંખ્યા ૨૭૦૬ રહી હતી,  ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૧૭૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,દેશના મ્યુચ્યુઅલ ફન્ડસ  ઉદ્યોગની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૧૨.૩૦% વધી રૂપિયા ૬૬.૨૦ ટ્રિલિયનના આંકને વટાવી ગઈ હતી.જૂન ત્રિમાસિકની સરખામણીએ  સપ્ટેમ્બરમાં  એયુએમમાં ટકાવારીની દ્રષ્ટિએ થયેલો વધારો છેલ્લા પાંચ વર્ષમાં કોઈ એક ત્રિમાસિકમાં સૌથી ઊંચો વધારો છે.જૂન ત્રિમાસિકમાં સરેરાશ એયુએમ રૂપિયા ૫૯ ટ્રિલિયન રહી હતી.ઈક્વિટી માર્કેટમાં રેલી અને ફન્ડ હાઉસોની ઈક્વિટી સ્કીમમાં વિક્રમી ઈન્ફલોસને પરિણામે એયુએમમાં જોરદાર વધારો જોવા મળ્યો શેરબજારમાં રેલીને પરિણામે, રોકાણકારોએ સક્રિય ઈક્વિટી સ્કીમ્સમાં જુલાઈ તથા ઓગસ્ટમાં રૂપિયા ૭૫૦૦૦ કરોડથી વધુની રકમ ઠાલવી હતી.આગામી દિવસોમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) ઈન્ફલોસ પણ નવી ઊંચી સપાટીએ જોવા મળી શકે છે.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં છેલ્લા સપ્તાહમાં જંગી ચોખ્ખી વેચવાલી હજુ વધતી જોવાઈ શકે છે.આ સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ઘટાડે સતત ખરીદી પર્યાપ્ત નીવડી રહી નથી. અમેરિકાએ ઈઝરાયેલને ઈરાનના ન્યુક્લિયર સ્થળો પર હુમલો નહીં કરવા સિવાય આપેલી લીલીઝંડીને ધ્યાનમાં લેતા ગમે તે ઘડીએ ઈઝરાયેલ દ્વારા ઈરાન પર વળતો પ્રહાર થવાની અને એની સાથે આ યુદ્વ અંત તરફ આગળ વધવાની શકયતા રહેશે.આગામી સપ્તાહમાં  સેન્ટીમેન્ટ હજુ ડહોળાયેલું રહેવાની શકયતા છે.ભારત માટે આયાત-નિકાસ મોરચે મોટું આર્થિક સંકટ સર્જાવાની સ્થિતિમાં આર્થિક વિકાસની ગણતરી પણ હાલ તુરત ઊંધીવળવાનું જોખમ છે. જ્યારે બીજી તરફ ચાઈના તેના અર્થતંત્રને ફરી રિકવરીની પટરી પર લાવવા ઝરૂરી બન્યું છે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!