January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૮૮ સામે ૮૧૯૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૭૨૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૪૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૦૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૭૩ સામે ૨૫૨૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૮૮૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૯૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારે સપ્તાહની શરૂઆત ઉછાળા સાથે કર્યા બાદ બપોરના સેશનમાં વેચવાલીનું પ્રેશર વધતાં તૂટ્યા હતાં.વૈશ્વિક સ્તરે ક્રાઈસિસને ધ્યાનમાં લેતાં આરબીઆઈ વ્યાજના દરોમાં હાલ પૂરતો ઘટાડો નહીં કરે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે.મોટાપાયે વેચવાલીના પગલે બીએસઈ માર્કેટ કેપ ૪૫૨ લાખ કરોડ થઈ હતી.રોકાણકારોએ ૮.૬૨ લાખ કરોડ ગુમાવ્યા છે.વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, તેમજ સ્થાનિક સ્તરે હરિયાણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભાજપની હારના સમીકરણો રચાતાં શેરબજાર ઘટ્યા છે.બીજી તરફ વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીની અસર પણ થઈ છે.એફઆઈઆઈએ ગત સપ્તાહે રૂ.૪૦ હજાર કરોડથી વધુની વેચવાલી નોંધાવી હતી.

સેન્સેક્સ ૬૩૮ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૦૫૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮૮ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૯૮૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૫૫ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૦૧૬ પોઈન્ટના સ્તરે બંધ થયો.

સ્મોલ,મિડ કેપ શેરોમાં પણ આગભરાટમાં મોટાપાયે ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ ખરાબ બની હતી.મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે ટ્રેન્ડ નેગેટિવ બન્યો અને માર્કેટમાં ઘટાડો થયો.ઘણા મહત્વપૂર્ણ ડેટા પ્રકાશનો અને બજાર/આર્થિક ઘટનાઓ બજારની દિશાને પ્રભાવિત કરી શકે છે.રોકાણકારો ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં વિકાસ અને ક્રૂડ ઓઇલના ભાવ પર તેની અસર પર નજીકથી નજર રાખી રહ્યા છે.શુક્રવારે યુએસ શેરોમાં વધારો થયો હતો, જેમાં ડાઉ વિક્રમી ઊંચાઈએ બંધ થયો હતો અને નાસ્ડેક ૧% થી વધુ અપેક્ષિત નોકરીના અહેવાલે રોકાણકારોને ખાતરી આપી હતી કે જેઓ અર્થતંત્ર ખૂબ નબળા હોઈ શકે છે. સોમવારેના કારોબારમાં તેલના ભાવમાં વધારો નોંધાયો હતો. એક વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક લાભ શુક્રવારે નોંધાયો હતો.મધ્ય પૂર્વમાં પ્રાદેશિક યુદ્ધના વધતા જોખમો વચ્ચે તેલના ભાવમાં વધારો થયો છે.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીસીએસ,હિન્દુસ્તાન યુનીલીવર,ઈન્ફોસીસ,ભારતી ઐરટેલ,સિપ્લા,ગ્લેનમાર્ક ફાર્મા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ, ઈન્ડીગો, રિલાયન્સ,ગ્રાસીમ,લાર્સેન,કોલ્પાલ,ટીવીએસ મોટર્સ,વોલ્ટાસ,એસીસી,હેવેલ્લ્સ ઇન્ડિયા,એસીસી,ભારત ફોર્જ,બાટા ઇન્ડિયા,જીન્દાલ સ્ટીલ,ડીએલએફ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૪૨૨ અને વધનારની સંખ્યા ૬૩૬ રહી હતી,  ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની નવી રચાયેલી મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની આવતા સપ્તાહે મળી રહેલી બેઠકમાં એમપીસી સતત દસમી વખત રેપો રેટ જાળવી રાખશે તેવી શકયતા વધી ગઈ છે. ઈરાન-ઈઝરાયલ તાણને જોતા એમપીસી વ્યાજ દર ઘટાડવામાં ઉતાવળ નહીં કરે તેવો મત પ્રવર્તી રહ્યો છે.વ્યાજ દર યથાવત રહેવાના કિસ્સામાં લોનધારકોએ ઈએમઆઈમાં રાહત માટે હજુ રાહ જોવી પડશે.ત્રણ નવા સભ્યોની નિમણૂંક બાદ એમપીસીની સાત થી નવ ઓકટોબર દરમિયાન પ્રથમ વખત બેઠક મળી રહી છે. 

વિશ્વ છેલ્લા કેટલાક વર્ષોથી જીઓપોલિટીકલ ટેન્શનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. અગાઉ રશીયા અને યુક્રેન વચ્ચેનું યુદ્વ હજુ શમ્યું નથી અને બન્ને મોરચે છમકલા સતત ચાલુ છે, ત્યારે ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈનમાં હમાસનો ખાતમો બોલાવ્યા બાદ લેબનોનમાં હિઝબુલ્લાને જમીનદોસ્ત કરવાની બતાવેલી આક્રમકતાં બાદ હવે ઈરાન પણ ઈઝરાયેલની આક્રમકતાને જોઈ હિઝબુલ્લાના સમર્થનમાં ઈઝરાયેલ પર ગત સપ્તાહમાં કરેલા બેલેસ્ટિક મિસાઈલોના મારાના પરિણામે ઈઝરાયેલ હવે ગમે તે ઘડીએ ઈરાન પર વળતો પ્રહાર કરે એવી શકયતાએ વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાયું છે. અમેરિકાએ ઈઝરાયેલને ઈરાનના ન્યુક્લિયર સ્થળો પર હુમલો નહીં કરવા સિવાય આપેલી લીલીઝંડીને ધ્યાનમાં લેતા  ગમે તે ઘડીએ ઈઝરાયેલ દ્વારા ઈરાન પર વળતો પ્રહાર થવાની અને એની સાથે આ યુદ્વ અંત તરફ આગળ વધવાની શકયતા રહેશે. ભારત માટે આયાત-નિકાસ મોરચે મોટું આર્થિક સંકટ સર્જાવાની સ્થિતિમાં આર્થિક વિકાસની ગણતરી પણ હાલ તુરત જોખમ છે. જ્યારે બીજી તરફ ચાઈના તેના અર્થતંત્રને ફરી રિકવરીની પટરી પર લાવવા જરૂરી બન્યું છે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!