October 6, 2024

+91 99390 80808

October 6, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી યથાવત્...!!!

ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી યથાવત્…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

ઇરાન દ્વારા ઇઝરાયલ પર કરાયેલ મિસાઇલ હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની દહેશતની સાથોસાથ ચીનનું અર્થતંત્ર ઝડપથી સુધરવાના વિદેશી રોકાણકારોના ગણિત પાછળ વિદેશી રોકાણકારો દ્વારા ભારતના શેરબજારમાં જંગી વેચવાલી હાથ ધરતા ભારતીય શેરબજારમાં સાર્વત્રિક કડાકો બોલી જતાં સેન્સેક્સમાં અને નિફ્ટીમાં પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો સેન્સેક્સના ગાબડા પાછળ રોકાણકારોની સંપત્તિમાં ગુરુવારે રૂ.૯.૮૦ લાખ કરોડનું જંગી ધોવાણ થયું હતું.

ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા ૧૮૦ મિસાઈલ હુમલાના પરિણામે બન્ને દેશો વચ્ચે યુદ્વ સાથે સાથે વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલી અને સેબી દ્વારા એફએન્ડઓના નિયમોને આકરા કરવાની જાહેરાતની અસર પણ ભારતીય શેર બજારોમાં અનેક રોકાણકારો ‘ઘાયલ’ થયા હતા યુદ્વના સંજોગોમાં ક્રુડ ઓઈલના ભાવો વધવાની શકયતા અને ભારતનો વિશ્વ સાથેનો આયાત-નિકાસનો વેપાર ખોરવાઈ જવાથી આર્થિક મોટી નુકશાનીના ઊભા થયેલા જોખમે અને ચાઈનાના સતત સ્ટીમ્યુલસ પેકેજના પરિણામે ફોરેન ફંડોનું ફંડ ડાઈવર્ઝન  ચાઈના તરફ વળવાના સંકેતોએ શેરોમાં  સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. ભારતીય બજારોમાં વિક્રમી તેજીનો ઉન્માદ શમવા લાગી મંદીની બોલબાલા થવા લાગી હતી.

ભારતીય શેર બજારોમાં સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે ૧૭૬૯ પોઈન્સનો(૩, ઓકટોબર ૨૦૨૪)નો કડાકો ૫, ઓગસ્ટ ૨૦૨૪ બાદનો સૌથી મોટો કડાકો નોંધાયો છે.૫,ઓગસ્ટના પણ ઈરાન-ઈઝરાયેલ યુદ્વના એંધાણ અને અમેરિકામાં બેરોજગારીના આંકમાં વધારા અને ઘર આંગણે સ્મોલ, મિડ કેપ શેરોના ઓવરવેલ્યુએશનના નેગેટીવ પરિબળોએ સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે ૨૬૮૬ પોઈન્ટ અને અંતે ૨૨૨૩ પોઈન્ટનો કડાકો બોલાયો હતો.એ પાંચ ઓગસ્ટના દિવસે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૫.૩૨ લાખ કરોડ એક દિવસમાં જ ધોવાઈ ગયું હતું.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક  ઈક્વિટી બજારોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનારી ટોચની પાંચ બજારોમાં હોંગકોંગ બાદ ભારતીય  બજાર બીજા ક્રમે રહી છે.સારી કામગીરી સાથેની ટોચની પાંચ બજારોમાં ચીનનું સ્થાન અંતિમ રહ્યું છે. ભારત બાદ ત્રીજા ક્રમે સિંગાપુરની ઈક્વિટી માર્કેટનો સમાવેશ થાય છે જ્યારે અમેરિકાનું સ્થાન ચોથું અને ચીનનો ક્રમ પાંચમો રહ્યો છે. હોંગકોંગની બજારમાં છેલ્લે છેલ્લે સુધારો થયો ન હોત તો નાણાં વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ કામગીરી બજાવવામાં ભારતીય બજાર પ્રથમ ક્રમે જોવા મળી હોત.ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં લગભગ ૭% વધવામાં સફળ રહ્યા છે.આ સૂચકાંકોએ સોમવારે બે મહિનામાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાવ્યો હોવા છતાં આ સફળતા હાંસલ કરી હતી.ભારતીય શેરબજારો માટે આ સતત છઠ્ઠા ક્વાર્ટરમાં વૃદ્ધિ છે અને ત્રણ વર્ષમાં આવો સૌથી લાંબો સિલસિલો છે.

અમેરિકાની બાયડન સરકારે ઈઝરાયેલને ઈરાનના મિસાઈલ હુમલાનો જવાબ આપવા લીલીઝંડી આપતાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્વ ગમે તે ઘડીએ ફાટી નીકળવાની દહેશત વચ્ચે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ફરી ભડકો થયો હતો.ભાવો ચાર ટકા જેટલા  વધુ ઉછળી આવ્યા હતા.ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલાના પરિણામે ઓઈલ વોર પ્રીમિયમમાં પણ ઉછાળો આવ્યાના સમાચાર છે.ઘરઆંગણે ક્રુડ તેલની માગમાં વધારો થતાં ઈરાક તથા સાઉદી અરેબિયા જેવા પરંપરાગત પૂરવઠેદારો પાસેથી ગયા મહિને ભારતની ક્રુડ તેલની આયાતમાં નોંધપાત્ર વધારો વધારો થયો  હતો. ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં ઈરાક તથા સાઉદી અરેબિયા ખાતેથી ક્રુડ તેલની આયાત અનુક્રમે ૧૬% અને ૩૭% ઊંચી રહી હતી. ભારત તેની ક્રુડ તેલની કુલ આવશ્યકતામાંથી ૮૫% આયાત મારફત પૂરી કરે છે.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૬૭૪૩.૬૩ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૫૩૭૯.૩૦ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૬,૩૧૧.૬૦ કરોડની ખરીદી,એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪૧૮૬.૨૮ કરોડની ખરીદી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૫૭૩૩.૦૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી,ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી,સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, તેમજ ૦૩ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૭૫૨૩.૫૧ કરોડની ખરીદી  કરવામાં આવી હતી.

જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૫,૯૭૭.૮૭ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૫૯૬૨.૭૨ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૩૧૪.૪૭ કરોડની ખરીદી તેમજ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૫૬૯૨.૧૯ કરોડની વેચવાલી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૨૨૧૪.૨૮ કરોડની વેચવાલી,જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી,જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી,સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, તેમજ ૦૩ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૦૮૨૨.૬૨ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા….મિત્રો,ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવવામાં આવ્યા બાદ બન્ને દેશો વચ્ચે યુદ્વની ભીતિ વચ્ચે મિડલ ઈસ્ટમાં તનાવ વધતાં ભારતીય શેર બજારોમાં મોટો કડાકો બોલાઈ ઈઝરાયેલ સાથે સંકળાયેલી લિસ્ટેડ કંપનીઓના શેરો પર પણ નેગેટીવ અસર જોવાઈ છે.ઈરાન, ઈઝરાયેલ સાથેનો વૈશ્વિક વેપાર ખોરવાઈ જવાની શકયતા વચ્ચે ભારતના વેપારને પણ મોટો ફટકો પડવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે. ઇરાન- ઇઝરાયલ વચ્ચે યુદ્ધની દહેશત વચ્ચે ક્રૂડના ભાવ વધવાની સાથોસાથ દેશની આયાત- નિકાસ પર પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી હતી બીજી તરફ ચીન દ્વારા અર્થતંત્રને વેગ આપવા જાહેર કરાયેલ રાહત પેકેજના કારણે વિદેશી રોકાણકારો ભારત છોડી ચીન તરફ વળવાના સંકેતોની પણ બજાર પર પ્રતિકૂળ અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતી તંગદિલીથી બજારનો મૂડ બગડ્યો છે. જોકે સૌથી મોટી ડરની વાત એ છે કે ઈરાને તો મિસાઈલો ઝિંકીને ઈઝરાયલમાં હાહાકારની સ્થિતિ સર્જી દીધી પરંતુ હવે ઈઝરાયલ આ હુમલાનો જવાબ કેવી રીતે આપે છે તેના પર સૌની મોટી મંડાઈ છે. જો ઈઝરાયલ વધારે તબાહી સર્જશે તો એક મોટા યુદ્ધની આશંકા સેવાઈ રહી છે જેની અસર સીધી રીતે વેપાર અને શેરબજાર પર થવાની છે. 

પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ, ઈરાન અને લેબનોનમાં વધી રહેલા સંઘર્ષ અને યુએસના મુખ્ય બંદરો પર કામદારોની હડતાળએ ભારતીય નિકાસકારોની ચિંતા વધારી દીધી છે.તેની અસર કાચા તેલની કિંમતો પર પણ જોવા મળી શકે છે. અમેરિકાના પ્રતિબંધો છતાં ઈરાન તેલનો મોટો સપ્લાયર છે.તેનાથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ શકે છે અને પ્રાદેશિક અસ્થિરતા પણ વધી શકે છે.ભારતીય નિકાસકારો વધુ પડકારોનો સામનો કરી રહ્યા છે.મૂડીઝના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત, ઈન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા આ બંદરો પર ખૂબ જ નિર્ભર છે. આનાથી તેમને વધુ અસર થશે જ્યારે હોંગકોંગ, સિંગાપોર અને મલેશિયા જેવી અર્થવ્યવસ્થાઓને અસર થશે નહીં.મિડલ ઈસ્ટ યુદ્વમાં ધકેલાવાની સ્થિતિમાં ભારતની ક્રુડની આયાત પર મોટી અસરની શકયતાએ અને આયાત બિલમાં જંગી વધારાના સંજોગોમાં નેગેટીવ અસર પડવાની શકયતા છે.

રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની બેઠક ૭થી ૯ ઓકટોબરના યોજાઈ રહી છે. ફેબુ્રઆરી, ૨૦૨૩થી રિઝર્વ બેન્કે રેપો રેટ ૬.૫૦% જાળવી રાખ્યો છે.અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા રેપો રેટમાં અડધા ટકાના આવી પડેલા ઘટાડા બાદ રિઝર્વ બેન્ક પણ રેપો રેટ ઘટાડશે તેવી બજારને આશા છે.વર્તમાન નાણાં વર્ષમાં આરબીઆઈ વ્યાજ દરમાં બે વખત ઘટાડો કરશે તેવી પણ ધારણાં મૂકવામાં આવી છે.ભારતના મજબૂત આર્થિક વિકાસ આરબીઆઈને  ફુગાવાનું સંચાલન કરવામાં મદદરૂપ થઈ શકશે તેવી પણ અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. ગયા નાણાં વર્ષમાં ભારતે ૮.૨૦ %નો જોરદાર વિકાસ દર હાંસલ કર્યો હતો. 

વૈશ્વિક પ્રવાહો, જીઓપોલિટીકલ ટેન્શન અને રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી સાથે સાથે જમ્મુ કાશ્મીર તેમજ હરિયાણામાં ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને..!!!

The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

BANK OF BARODA

GUJRAT STATE PETRONET

PIRAMAL PH.

RELIANCE

BAJAJ CONSUMAR CARE

error: Content is protected !!