January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૨૬૬ સામે ૮૩૦૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૪૩૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૪૯૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૬૯ સામે ૨૫૬૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૪૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૪૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ગુરુવારે શેરબજાર ફરી એકવાર ક્રેશ થયું,ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે.વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલી અને સેબી દ્વારા એફએન્ડઓના નિયમોને આકરા કરવાની જાહેરાતની અસર પણ સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી છે. ગઈકાલની રજા બાદ આજે માર્કેટમાં મોટો કડાકો નોંધાતા મૂડીમાં રૂ.૯.૭૪લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.

સેન્સેક્સ ૧૭૬૯ પોઈન્ટના ઘટાળા સાથે ૮૨૪૯૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૯૩ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૩૮૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૯૯૬ પોઈન્ટના ઘટાળા સાથે ૫૨૩૮૪ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ,નિફટી બેઝડ શેરોમાં વેચવાલીને કારણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ મળીને માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો હતો.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધેલા તણાવને કારણે માર્કેટમાં આટલો મોટો ઘટાડો આવ્યો છે.આ સિવાય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને ચાઈના ફેક્ટરે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.સાર્વત્રિક વેચવાલીના માહોલ સાથે મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૨% સુધીનું ગાબડું નોંધાયુ હતું. મેટલ સિવાય તમામ કોર સેક્ટર ઈન્ડાઈસિસ ૧ થી ૨.૫% સુધી તૂટ્યા હતા. રિયાલ્ટી ઈન્ડેક્સ સૌથી વધુ ૪.૬૨% કડાકા સાથે ટોપ લૂઝર રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ૧૦% થી વધુ તૂટ્યો હતો. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસ લેબ,ટોરેન્ટ ફાર્મા,કોલ્પાલ,મુથૂટ ફાઈનાન્સ,મહાનગર ગેસ,જેએસડબ્લ્યુ સ્ટીલ,ટાટા કેમિકલ્સ,જીન્દાલ સ્ટીલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની ઈન્ડીગો,લ્યુપીન,જેકે સિમેન્ટ્સ,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,ગ્રાસીમ,લાર્સેન,સન ફાર્મા,ઈન્ફોસીસ,વોલ્ટાસ,એચસીએલ ટેકનોલોજી,કોટક મહિન્દ્રા બેન્ક,ભારતી ઐરેટેલ,ટેક મહિન્દ્રા,અદાણી પોર્ટસ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૮૧ અને વધનારની સંખ્યા ૧૧૦૭ રહી હતી,  ૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતી તંગદિલીથી બજારનો મૂડ બગડ્યો છે. જોકે સૌથી મોટી ડરની વાત એ છે કે ઈરાને તો ૫૦૦ જેટલી મિસાઈલો ઝિંકીને ઈઝરાયલમાં હાહાકારની સ્થિતિ સર્જી દીધી પરંતુ હવે ઈઝરાયલ આ હુમલાનો જવાબ કેવી રીતે આપે છે તેના પર સૌની મોટી મંડાઈ છે.જો ઈઝરાયલ વધારે તબાહી સર્જશે તો એક મોટા યુદ્ધની આશંકા સેવાઈ રહી છે જેની અસર સીધી રીતે વેપાર અને શેરબજાર પર થવાની છે. છેલ્લા ઘણાં સમયથી મંદીનો સામનો કરી રહેલા ચીનમાં સરકારે અર્થતંત્રને સુધારવા અનેક સ્ટીમ્યુલ્સ જાહેર કર્યા છે. પીપલ’સ બેન્ક ઓફ ચાઈનાના ગવર્નર પાન ગોન્ગશેન્ગે એક પત્રકાર પરિષદને સંબોધતા રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિઓ તથા મુખ્ય વ્યાજ દરમાંગયા સપ્તાહે ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. અર્થતંત્રમાં આવશ્યક રિકવરી જોવા મળતી નહીં હોવાથી ચીન દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્ટીમ્યુલ્સ જાહેર કરવામાં આવ્યા છે.ચીન હાલમાં પ્રોપર્ટી ક્ષેત્રની કટોકટી તથા બેરોજગારીના ઊંચા દરનો સામનો કરી રહ્યું છે.ચાઈનાએ ગત સપ્તાહમાં મેગા સ્ટીમ્યુલસ પેકેજ આપીને અર્થતંત્રને વૃદ્વિના પંથે લાવવા કરેલા મોટા પ્રયાસના પરિણામે શાંઘાઈ શેર બજારમાં ફંડોએ આકર્ષક વેલ્યુએશને મોટી ખરીદી કરી તેજી લાવતાં ફોરેન ફંડ ડાઈવર્ઝન અને જમ્મુ કાશ્મીર તેમ જ હરિયાણામાં ચૂંટણીઓમાં અપસેટ સર્જાવાના સંકેતોએ ભારતીય શેર બજારોમાં તેજીને બ્રેક લાગી ફંડોએ શેરોમાં ઘટાળો જોવા મળીયો હતો.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!