November 23, 2024

+91 99390 80808

November 23, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૯.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૫૭૧ સામે ૮૫૨૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૨૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૭૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૨૯૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૪૫ સામે ૨૬૨૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૯૫૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫૫  પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સોમવારે શેરબજાર સેન્સેક્સ,નિફટીમાં સાથે સ્મોલ, મિડ કેપના શેરોમાં નફારૂપી વેચવાલી નીકળતા માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.સપ્ટેમ્બર મહિનાના છેલ્લો દિવસ અને નવા અઠવાડિયાની શરૂઆતના પહેલા દીવસે જ શેરબજારમાં મોટો કડાકો બોલાયો.૩૦ સપ્ટેમ્બર એટલે કે સેન્સેક્સમાં ૧૩૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો.જ્યારે નિફ્ટીમાં પણ ૪૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સ ૧૨૭૨ પોઈન્ટના ઘટાળા સાથે ૮૪૨૯૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૫૫ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૯૯૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૮૫ પોઈન્ટના ઘટાળા સાથે ૫૩૪૩૫ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ, નિફટી બેઝડ શેરોમાં વેચવાલીને કારણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ મળીને માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો હતો.

એશિયન માર્કેટમાં જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં પણ ૪.૬૪% નો કડાકો બોલાઈ જતાં હાહાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૨.૨૩% વધ્યો હતો. બીજી બાજુ ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ૫.૧૮%ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.સપ્ટેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ ૦.૩૩% વધીને ૪૨,૩૧૩ પર બંધ થયો હતો. નાસ્ડેક ૦.૩૯% ઘટીને ૧૮,૧૧૯ પર આવી ગયો. એસએન્ડપી ૫૦૦ પણ ૦.૧૩% ઘટીને ૫૭૩૮ પર આવી ગયો.વિદેશી બજારોની મંદી અમેરિકન બજારમાં ઘટાળો જેના લીધે ફરી એકવાર મંદીના ભણકારાં સંભળાયા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ક્યારે ઘટાડો શરૂ કરાશે એ મામલે અનિશ્ચિતતાના અહેવાલો વચ્ચે આજે ફંડોની બેંકિંગ શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,રિલાયન્સ,ગ્રાસીમ,મહાનગર ગેસ,કોટક મહિન્દ્રા બેન્ક,લ્યુપીન,હિન્દુસ્તાન યુનીલીવર,હવેલ્લ્સ,સન ફાર્મા,જેએસડબ્લ્યુ સ્ટીલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક,ટીસીએસ,લાર્સેન,ઈન્ફોસીસ,વોલ્ટાસ,એચસીએલ ટેકનોલોજી,ગ્લેનમાર્ક ફાર્મા,ટેક મહિન્દ્રા,ભારતી ઐરટેલ,ટાટા કેમિકલ્સ શેરો ઘટાડો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૨૩ અને વધનારની સંખ્યા ૧૮૧૯ રહી હતી,  ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક મોરચે એક તરફ ઈઝરાયેલે વિશ્વની મહાસત્તાઓના યુદ્વ વિરામની અરજની ઐસી કી તૈસી કરીને લેબનોનને પણ ગાઝાની જેમ ખેદાન-મેદાન કરવાનો  નિર્ધાર કરી યુદ્વને ભયાવહ મોરચે લઈ જવા માંડયું છે,લાર્જ કેપ શેરોમાં જોવાઈ રહેલા યુફોરિયા, તેજીનો ઉન્માદ શકય છે કે ચાઈનાની રિકવરીએ ફોરેન ફંડોનું ફંડ ડાઈવર્ઝન થવાની સ્થિતિમાં મોટું કરેકશન  આપી શકે છે. પાછલા દિવસોમાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કરાયેલા અપેક્ષાથી વધુ અડધા ટકાના ઘટાડા બાદ અન્ય સેન્ટ્રલ બેંકો દ્વારા પણ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા બનવા લાગી છે.

સ્થાનિકો એકમોના હિતના રક્ષણ અને ઘરેલું બજારતંત્રને મજબૂત બનાવી રાખવા માટે અન્ય દેશોમાંથી થતી આયાત પર નજર રાખવી દરેક દેશે અત્યંત જરૂરી બની રહી છે. ખાસ કરીને જો આપણો સપ્લાયર દેશ ચીન હોય તો દિવસ-રાત જાગતા રહેવું પડે એમ છે. ચીનની ડમ્પિંગ નીતિથી ભારત સહિત એશિયા જ નહિ યુરોપ અને અમેરિકા પણ ચિંતિત છે. ચીનનું અર્થતંત્ર નિકાસ આધરિત જ છે.ઊંચા ટેરિફને કારણે અમેરિકન માર્કેટમાં ચાઈનીઝ પ્રોડક્ટ્સની પહોંચ ઘટી રહી છે, તેથી ચિંતા વધી ગઈ છે કે ચીન નિકાસ માટે ભારત અને અન્ય બજારોને ટાર્ગેટ કરી શકે છે. ચીનમાંથી જો આ પ્રોડક્ટોનો ઘસારો વધશે તો ભારતીય ઉદ્યોગોને પડકારોનો સામનો કરવો પડી શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

RELIANCE

HDFC BANK

HAVELLS

SBI

Nifty Trend : 25 November 2024

error: Content is protected !!