September 26, 2024

+91 99390 80808

September 26, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૬૫૦૫ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૬૫૦૫ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૯.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૧૬૯ સામે ૮૫૧૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૫૧૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૬૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૮૩૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૬૧૨૬ સામે ૨૬૧૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૧૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૩૦૮ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં ગુરુવારે એફએન્ડઓ એક્સપાયરી વચ્ચે ધૂમ ખરીદી જોવા મળી છે.ભારતીય શેરબજાર અવિરત તેજી સાથે સતત પાંચમાં દિવસે ઓલ ટાઈમ હાઈ થયા છે.વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતનો આર્થિક વૃદ્ધિ દર મજબૂત હોવાનો સંકેત તેમજ એશિયન બજારોની તેજીના સથવારે શેરબજાર પોઝિટિવ ટ્રેન્ડ સાથે આગેકૂચ કરી રહ્યા છે. રોકાણકારોની મૂડી ૨ લાખ કરોડ વધી છે.

સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડે ૭૬૧ પોઈન્ટ ઉછળી ૮૫૯૩૦ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૬૬૬ પોઈન્ટ ઘટાળે ૮૫૮૩૬ પર બંધ આપ્યું હતું.નિફ્ટીએ ઈન્ટ્રા ડે ૨૧૦ પોઈન્ટ ઉછળી ૨૬૩૩૬નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૧૮૨ પોઈન્ટ ઉછાળે ૨૬૩૦૮ પર બંધ આપ્યું હતું. બેન્ક નિફ્ટીએ ઈન્ટ્રા ડે ૩૬૦ પોઈન્ટ ઉછળી ૫૪૬૪૦ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૧૮૨ પોઈન્ટ ઉછાળે ૫૪૫૪૯ પર બંધ આપ્યું હતું.

વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે પણ ભારતીય શેરબજાર સળંગ પાંચ ટ્રેડિંગ સેશનથી રોજ નવી રેકોર્ડ ટોચ બનાવી રહ્યા છે. અમેરિકી ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની જાહેરાતથી અમેરિકી, એશિયન અને ભારતીય શેરબજાર આકર્ષક તેજી સાથે આગેકૂચ કરી રહ્યા છે. એફએન્ડઓ સેટલમેન્ટ દરમિયાન મેટલ  અને ઓટો શેર્સમાં વોલ્યૂમ વધ્યા હતા.પરિણામે ઈન્ડેક્સ ૨%થી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય સારા વરસાદના કારણે કોમોડિટીમાં તેજીની શક્યતાઓ સાથે ઉછાળો જોવા મળ્યો છે.ફંડોની એક તરફ સ્મોલ, મિડ કેપ શેરોમાં નફારૂપી વેચવાલી વધતી જોવાઈ હતી.મીડકેપ અને સ્મોલકેપ શેર્સમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું.કન્ઝ્યુમર ડ઼્યુરેબલ્સ શેર્સ પણ તૂટતાં ઈન્ડેક્સ ઘટાળો થયો હતો. આઈટી અને ટેક ઈન્ડેક્સ ઉછાળો જોવાયો હતો.

 આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,કોલ્પાલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,એસીસી લીમીટેડ,ટાટા કોમ્યુનિકેશન,કોટક મહિન્દ્રા બેન્ક,ઈન્ફોસીસ,સન ફાર્મા,ટેક મહિન્દ્રા,અદાણી પોર્ટસ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,જેકે સિમેન્ટ્સ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,લ્યુપીન,હેવેલ્લ્સ,વોલ્ટાસ,સિપ્લા જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૯૩ અને વધનારની સંખ્યા ૧૬૮૬ રહી હતી,  ૧૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,ભારતીય બજારોમાં સતત વિક્રમી તેજીની દોટ મૂકતાં સેન્સેક્સે અને નિફટીએ નવો ઈતિહાસ રચ્યો છે. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં વળતર ઘટવાની સાથે ઘણા શેરોમાં તક ઝડપીને ફંડો, ખેલાડીઓએ રોકાણ હળવું કર્યાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા સાથે આગળ વધી રહ્યું છે. દેશના જીડીપી ગ્રોથની વેગવાન ગતિ પર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્ક સહિતની તમામ ગ્લોબલ એજન્સીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ વધુ એક રેટિંગ એજન્સીએ પણ સકારાત્મક અંદાજ આપ્યો છે.વર્લ્ડ બેન્ક, આઈએમએફ,હવે મૂડીઝ સહિત મોટાભાગની ગ્લોબલ રેટિંગ એજન્સીઓએ ભારતની અર્થવ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો છે. વર્લ્ડ બેન્કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ, રિયલ એસ્ટેટમાં સ્થાનિક રોકાણમાં વધારો અને ચોમાસું સારૂ રહેતાં નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫માં જીડીપી ગ્રોથ અંદાજ ૬.૬% થી વધારી ૭% કર્યો હતો.આઈએમએફએ જીડીપી ગ્રોથ અંદાજમાં ૨૦ બેઝિસ પોઈન્ટનો સુધારો કરતાં ૭% કર્યો છે.એસએન્ડપી ગ્લોબલે પણ જીડીપી ગ્રોથ અંદાજ ૭% રહેવાનો આશાવાદ દર્શાવતાં ઓક્ટોબરમાં વ્યાજના દરો ઘટવાની શક્યતા કહી છે.રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી છે.ફેડના ડોવિશ વલણને પગલે આરબીઆઇ પણ નરમ વલણ અપનાવી વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાઓ વધી છે. મૂડીઝ રિપોર્ટમાં દેશના ફુગાવોનો ઉલ્લેખ થયો છે,જેમાં મોંઘવારી અંદાજ અગાઉ ૫% નિર્ધારિત કર્યો હતો. જે ઘટાડી ૪.૭% કર્યો છે.જુલાઈ અને ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી આરબીઆઈના નિર્ધારિત ૪%ના દરથી ઓછી રહેશે. જ્યારે ૨૦૨૫ – ૨૬ માં ફુગાવો ૪.૫% અને ૪.૧% ની રેન્જમાં રહેવાની સંભાવના છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

BALKRISHNA IND.

LUPIN

ICICI BANK

GUJARAT GAS

Nifty Trend : 27 September 2024

error: Content is protected !!