રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૯.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૯૧૪ સામે ૮૪૮૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૭૪૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૧૬૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૯૪૪ સામે ૨૫૯૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૮૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૯૯૮ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજાર અવિરત તેજી સાથે સતત પાંચમાં દિવસે ઓલ ટાઈમ હાઈ થયા છે. સેન્સેક્સ પ્રથમ વખત ૮૫૨૦૦નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે,સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે ખૂલ્યા બાદ ધીમી ગતિએ આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સે ઈન્ટ્રા ડે ૩૩૩ પોઈન્ટ ઉછળી ૮૫૨૪૭ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૨૫૬ પોઈન્ટ ઉછાળે ૮૫૧૬૯ પર બંધ આપ્યું હતું.નિફ્ટીએ ઈન્ટ્રા ડે ૮૩ પોઈન્ટ ઉછળી ૨૬૦૨૭નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૫૩ પોઈન્ટ ઉછાળે ૨૫૯૯૮ પર બંધ આપ્યું હતું. બેન્ક નિફ્ટીએ ૭૬ પોઈન્ટ ઉછાળે ૫૪૧૦૨ પર બંધ આપ્યું હતું.
ચાઈનાએ તેના અર્થતંત્રને બેઠું કરવા માટે શકય તમામ ઉપાયો કામે લગાવી શોર્ટ ટર્મ વ્યાજ દરમાં ઘટાડો કર્યા બાદ સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરી આઉટસ્ટેન્ડિંગ મોર્ગેજ રેટમાં ઘટાડો અને બીજા ઘર માટે ડાઉન પેમેન્ટમાં પણ ઘટાડો કરવા સહિતના પગલાં લેતાં વૈશ્વિક ફંડોનું રોકાણ ફંટાવવાની ધારણાએ ભારતીય બજારોમાં નવા વિક્રમો બાદ ઉછાળે વિક્રમી તેજીને બ્રેક લાગી હતી.
ચાઈનાએ સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરતાં ચાઈનાની સ્ટીલ સહિતની માંગ વધવાની અપેક્ષા અને ઘર આંગણે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં સ્ટીલ સહિતનો વપરાસ વધવાની અપેક્ષાએ ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં આક્રમક ખરીદી થઈ હતી. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે સતત પસંદગીની ખરીદી રહી હતી. સેન્સેક્સ, નિફટીની વિક્રમી તેજી બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ થવા સાથે ઘણા શેરોમાં વેચવાલી રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ એક દિવસમાં નજીવું વધ્યું હતું.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ગોદરેજ પ્રોપર્ટી,રિલાયન્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,એચડીએફસી બેન્ક,લ્યુપીન,મુથૂટ ફાઈનાન્સ,ગ્રાસીમ,ઓબેરોઈ રીયાલીટી,સન ફાર્મા,સિપ્લા,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,આઈટીસી,આઈસીઆઈસીઆઈ બેન્ક,ટાટા કેમિકલ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની ટીવીએસ મોટર્સ,લાર્સેન,ડીએલએફ,ટેક મહિન્દ્રા,ઈન્ડીગો,મહાનગર ગેસ,ગ્લેનમાર્ક ફાર્મા,અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,ઈન્ફોસીસ,હિન્દુસ્તાન યુનીલીવર,જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૫૬ અને વધનારની સંખ્યા ૧૬૯૭ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા સાથે આગળ વધી રહ્યું છે. દેશના જીડીપી ગ્રોથની વેગવાન ગતિ પર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્ક સહિતની તમામ ગ્લોબલ એજન્સીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ વધુ એક રેટિંગ એજન્સીએ પણ સકારાત્મક અંદાજ આપ્યો છે. વર્લ્ડ બેન્ક, આઈએમએફ, હવે મૂડીઝ સહિત મોટાભાગની ગ્લોબલ રેટિંગ એજન્સીઓએ ભારતની અર્થવ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો છે. વર્લ્ડ બેન્કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ, રિયલ એસ્ટેટમાં સ્થાનિક રોકાણમાં વધારો અને ચોમાસું સારૂ રહેતાં નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫માં જીડીપી ગ્રોથ અંદાજ ૬.૬% થી વધારી ૭% કર્યો હતો. આઈએમએફએ જીડીપી ગ્રોથ અંદાજમાં ૨૦ બેઝિસ પોઈન્ટનો સુધારો કરતાં ૭% કર્યો છે.એસએન્ડપી ગ્લોબલે પણ જીડીપી ગ્રોથ અંદાજ ૭% રહેવાનો આશાવાદ દર્શાવતાં ઓક્ટોબરમાં વ્યાજના દરો ઘટવાની શક્યતા કહી છે.રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી છે.ફેડના ડોવિશ વલણને પગલે આરબીઆઇ પણ નરમ વલણ અપનાવી વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાઓ વધી છે. મૂડીઝ રિપોર્ટમાં દેશના ફુગાવોનો ઉલ્લેખ થયો છે,જેમાં મોંઘવારી અંદાજ અગાઉ ૫% નિર્ધારિત કર્યો હતો. જે ઘટાડી ૪.૭% કર્યો છે. જુલાઈ અને ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી આરબીઆઈના નિર્ધારિત ૪%ના દરથી ઓછી રહેશે. જ્યારે ૨૦૨૫ – ૨૬ માં ફુગાવો ૪.૫% અને ૪.૧% ની રેન્જમાં રહેવાની સંભાવના છે.
ભારતીય બજારોમાં સતત વિક્રમી તેજીની દોટ મૂકતાં સેન્સેક્સે અને નિફટીએ નવો ઈતિહાસ રચ્યો છે. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં વળતર ઘટવાની સાથે ઘણા શેરોમાં તક ઝડપીને ફંડો, ખેલાડીઓએ રોકાણ હળવું કર્યાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.