રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૯.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૯૪૮ સામે ૮૩૩૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૦૭૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૧૮૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૩૯૬ સામે ૨૫૪૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૪૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૪૮૯ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ૦.૫૦%નો ઘટાડો કરવાની જાહેરાત સાથે જ ઈક્વિટી માર્કેટ ગેલમાં આવ્યા છે.એશિયન બજારોમાં આકર્ષક તેજી જોવા મળી છે.બીજી તરફ યુરોપિયન અને અમેરિકન માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો.ભારતીય શેરબજાર પણ નવી રેકોર્ડ ટોચ સાથે આગેકૂચ કરી રહ્યા છે.વૈશ્વિક સ્તરે મજબૂત પરિબળોના પગલે ગુરુવારે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે,આ સાથે સેન્સેક્સ ૮૩૭૭૩નું રેકોર્ડ લેવલ ઐતિહાસિક ટોચ બનાવી હતી.નિફ્ટી પણ ૨૫૬૪૦ પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટી પહોંચ્યો હતો.બેન્ક નિફ્ટી પણ ૫૩૪૪૭ પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
જેરોમ પોવેલે અમેરિકાની અર્થવ્યવસ્થા મુદ્દે સકારાત્મક વલણ રહેવાનો સંકેત આપ્યો છે. જેના પગલે આઈટી અને ટેક્નો શેર્સમાં તેજી જોવા મળી શકે છે.વ્યાજના દરોમાં ચાર વર્ષ બાદ ઘટાડો કરવામાં આવતાં ડોલર નબળો પડ્યો છે. પરિણામે સ્થાનિક બજારમાં વિદેશી રોકાણ વધવાનો આશાવાદ છે.યુએસ પોલિસી રેટ હવે ૪.૭૫% ૫%ના સ્તરે આવી ગયો છે. આ પહેલા તે લાંબા સમય સુધી ૫.૨૫% થી ૫.૫% ના સ્તરની વચ્ચે હતો.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં રિલાયન્સ,હિન્દુસ્તાન યુનીલીવર,ગ્રાસીમ,એશિયન પેઈન્ટ્સ,પીડીલાઈટ,મુથૂટ ફાઈનાન્સ,ગુજરાત ગેસ,હવેલ્લ્સ,વોલ્ટાસ,ઈન્ફોસીસ,કોટક મહિન્દ્રા બેન્ક,સન ફાર્મા,ઓબેરોઈ રીયાલીટી,એચડીએફસી બેન્ક,ભારતી ઐરટેલ,ગ્લેનમાર્ક ફાર્મા,એક્સીસ બેન્ક,ટાટા કેમિકલ્સ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ટીસીએસ,લાર્સેન,કોલ્પાલ,ટોરેન્ટ ફાર્મા,જીન્દાલ સ્ટીલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,એચસીએલ ટેકનોલોજી,બાટા ઇન્ડિયા,અદાણી પોર્ટસ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૩૪ અને વધનારની સંખ્યા ૧૨૪૬ રહી હતી, ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, અમેરિકાથી એક મોટા સમાચાર આવ્યા છે,જેની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે.ખરેખર અમેરિકન ફેડએ લગભગ ચાર વર્ષ પછી વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.અગાઉ માર્ચ ૨૦૨૦માં અમેરિકામાં પોલિસી રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.હાલમાં રોકાણકારો વેલ્યુએશનની ચિંતા કર્યા વગર માર્કેટમાં ભારે ઉત્સાહમાં છે. તમામ લાર્જકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે.સેન્સેક્સ,નિફ્ટી અને બેન્ક નિફ્ટી રેકોર્ડ લેવલ ઐતિહાસિક ટોચ બનાવી હતી.
ઓગસ્ટમાં દેશની વેપાર ખાધ ૨૯.૭ બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે, જે છેલ્લા ૧૦ મહિનામાં સૌથી મોટો આંકડો છે. સોનાની આયાત બમણી થવાને કારણે કોમોડિટીની આયાત પણ ઓગસ્ટમાં રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. ચીનમાં મંદી, પેટ્રોલિયમના ભાવમાં ઘટાડો, વિકસિત અર્થતંત્રોમાં મંદી અને પરિવહન અને લોજિસ્ટિક્સ સંબંધિત પડકારોને કારણે નિકાસને અસર થઈ છે.વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં નિકાસ એક મોટો પડકાર બની ગયો છે. ચીનમાં મંદી છે અને યુરોપ અને અમેરિકામાં મંદીનું દબાણ દેખાઈ રહ્યું છે. જ્યારે સુએઝ કેનાલ દ્વારા કેપ ઓફ ગુડ હોપમાં જહાજો મોકલવામાં આવે છે ત્યારે શિપિંગ પણ મોંઘું બન્યું છે.પેટ્રોલિયમની આયાત લગભગ એક તૃતીયાંશ ઘટીને ૧૧ બિલિયન ડોલર થઈ છે.આંતરરાષ્ટ્રીય નૂર દરમાં ઝડપી વધારાને કારણે નિકાસનો નફો ઘટયો છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.