રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૯.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૯૮૮ સામે ૮૩૦૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૮૬૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૮૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૦૭૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૪૪૨ સામે ૨૫૪૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૩૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૪૪૯ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી ફરી ઉછાળા તરફી બંધ થયા હતા. સેન્સેક્સ ૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૦૭૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૪૪૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૨૯૫ પોઈન્ટના સ્તરે બંધ થયો. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફરી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સક્રિય ખરીદી થતાં માર્કેટબ્રેડથ પોઝીટીવ બની હતી.અર્નિંગ સિઝનના કારણે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહ્યું છે,જ્યારે રોકાણકારો પણ સેક્ટર વાઇઝ પર નજર રાખી રહ્યા છે.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) એ ભારતીય શેરબજારોમાં અણધારી રીતે તેમનો હિસ્સો વધાર્યો હતો.યુએસ બોન્ડની ઉપજ ઘટી, યુએસ ડોલર નબળો પડયો, તેલના ભાવમાં ઘટાડો થયો અને ધાતુના ભાવમાં વધારો થયો તેમજ વૈશ્વિક પરિબળોને કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજમાં ઘટાડો થવાની સંભાવનાથી ઇક્વિટી માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે.આ બુધવારે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો અંગે નિર્ણય લેવામાં આવશે.જેમાં મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારોને વ્યાજના દરોમાં ૨૫થી ૫૦પોઈન્ટ્સ નો ઘટાડો થવાનો તીવ્ર આશાવાદ છે. જેના પગલે ઈક્વિટી અને બુલિયન માર્કેટમાં તેજી આવી છે. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ આર્થિક વૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે. મજબૂત આઈઆઈપીના પગલે આગામી મહિને રજૂ થનારા કોર્પોરેટ પરિણામો પણ પ્રોત્સાહક રહેવાની શક્યતા છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં લાર્સેન,ટાઈટન કંપની,સિપ્લા,ભારતી ઐરટેલ,શ્રીરામ ફાઈનાન્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,હવેલ્લ્સ,ઈન્ફોસીસ,મહાનગર ગેસ,કોટક બેન્ક,ઓબેરોઈ રીયાલીટી,ટેક મહિન્દ્રા,જીન્દાલ સ્ટીલ,લ્યુપીન,મુથૂટ ફાઈનાન્સ,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ટીસીએસ,ટોરેન્ટ ફાર્મા,ગ્રાસીમ,રિલાયન્સ,ટીવીએસ મોટર્સ,ટાટા કોમ્યુનિકેશન,વોલ્ટાસ,ગ્લેનમાર્ક ફાર્મા,અદાણી પોર્ટસ,વિપ્રો જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૩૯ અને વધનારની સંખ્યા ૧૭૧૪ રહી હતી, ૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહમાં ફરી મોટાપાયે ખરીદદાર બન્યા સાથે સપ્તાહની શરૂઆતે ઉછાળે નફારૂપી વેચવાલી સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ખરીદદાર રહેતાં સેન્સેક્સ, નિફટીમાં નવી ઊંચાઈનો ઈતિહાસ રચાયો હતો. વૈશ્વિક બજારોમાં એક તરફ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહી ચાઈના આર્થિક વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા મથી રહ્યું છે અને એક પછી એકઅર્થતંત્રને ઉગારવાના પ્રયાસો કરી રહ્યું છે, તેની સાથે ઈન્વેસ્મેન્ટ બેંકરો અને ઓડિટિંગ કંપનીઓ વિરૂધ્ધ દંડાત્મક પગલાં લઈ રહ્યું છે, ત્યારે અમેરિકા પણ મોટી મંદીમાં ખાબકી ન જાય એ માટેના પ્રયાસો વચ્ચે વ્યાજ દરમાં ઘટાડાની થઈ રહેલી માંગને લઈ ૦.૨૫%ને બદલે ૦.૫૦%નો વ્યાજ દર ઘટાડો કરશે એવા અનુમાનો વચ્ચે ગત સપ્તાહમાં વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના દેશોના બજારોમાં રિકવરી જોવાઈ હતી.
આગામી દિવસોમાં ચાઈનાના સંભવિત વ્યાજ દર ઘટાડા અને યુ.એસ. ફેડરલ રિઝર્વની ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરના મળનારી મીટિંગમાં ઘણા સમય પછી વ્યાજ દરમાં સંભવિત ૦.૨૫થી ૦.૫૦%ઘટાડા પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે.આ મહત્વના પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા તફડી જોવાઈ શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.