September 19, 2024

+91 99390 80808

September 19, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૧૮૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૧૮૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૯.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૮૯૦ સામે ૮૨૯૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૮૩૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૯૮૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૩૭૨ સામે ૨૫૩૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૩૬૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૪૪૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ગત સપ્તાહની તેજીનો માહોલ જળવાઈ રહ્યો હતો. વિદેશી તેમજ લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં અવિરત ખરીદી અને વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે આજે ફરી સેન્સેકસે ૮૩૧૮૪ પોઈન્ટની તેમજ નિફ્ટી ફ્યુચરે ૨૫૪૮૭ પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવી હતી. આ સિવાય હેલ્થકેર, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર્સમાં પણ આકર્ષક લેવાલીના પગલે ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ થયા હતા. બુધવારે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં વ્યાજના દરોમાં ૨૫ થી ૫૦ bpsનો ઘટાડો થવાનો તીવ્ર આશાવાદ છે. જેના પગલે ઈક્વિટી માર્કેટમાં તેજી યથાવત રહી હતી.

બીજી તરફ સ્થાનિક સ્તરે પણ આર્થિક વૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે. મજબૂત આઈઆઈપીના પગલે આગામી મહિને રજૂ થનારા કોર્પોરેટ પરિણામો પણ પ્રોત્સાહક રહેવાની શક્યતા સાથે ભારતીય અર્થતંત્ર પોઝીટીવ અહેવાલોના પગલે ફંડો, ખેલાડીઓ તેમજ એચએનઆઇ ઇન્વેસ્ટરો દ્વારા હેવી વેઇટ શેરોમાં હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આજે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, ટેલિકોમ્યુનિકેશન, સર્વિસીસ, આઈટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૫૭ અને વધનારની સંખ્યા ૨૧૫૧ રહી હતી, ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી લી. ૨.૪૪%, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૭૩%, લાર્સન લી. ૧.૩૫%, એકસિસ બેન્ક ૧.૧૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૯૪%, નેસ્લે ઈન્ડિયા ૦.૭૨%, કોટક મહિન્દ્રા બેન્ક ૦.૬૫% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૬૧% વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૩.૩૬%, હિન્દુસ્તાન યુનિલિવર ૨.૩૦%, બજાજ ફિનસર્વ ૧.૮૯%, અદાણી પોર્ટ ૦.૮૭%, ટાઈટન લી. ૦.૭૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૩%, એશિયન પેઈન્ટ ૦.૭૨%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૫%, ટેક મહિન્દ્ર ૦.૪૬% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૭૬ લાખ કરોડ વધીને ૪૭૦.૪૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયું છે. આ ચોથું અઠવાડિયું છે કે, જેમાં સતત આંકડામાં ઉછાળો જોવા મળ્યો છે. આરબીઆઈના ડેટા પર નજર કરીએ તો વિદેશી મુદ્રા ભંડાર ૬ સપ્ટેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં વધીને ૬૮૯.૨૩ અબજ ડોલર થઈ ગયો છે. સાથે સાથે દેશના ગોલ્ડ રિઝર્વમાં પણ ૧૨૯ મિલિયન ડોલરનો વધારો થયો છે અને તેના કારણે તે ૬૧.૯૮૮ અબજ ડોલર થયો છે. ઉપરાંત, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ભારતની થાપણોમાં ૯ અબજ ડોલરનો વધારો નોંધાયો છે અને તે વધીને ૪.૬૩૧ અબજ ડોલર પર પહોંચી ગયો છે.

જો કે વૈશ્વિક બજારોમાં એક તરફ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહી ચાઈના આર્થિક વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા મથી રહ્યું છે અને એક પછી એક અર્થતંત્રને ઉગારવાના પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે અમેરિકા પણ મોટી મંદીમાં ખાબકી ન જાય એ માટેના પ્રયાસો વચ્ચે વ્યાજ દરમાં ઘટાડાની થઈ રહેલી માંગને લઈ ૦.૨૫ ટકાને બદલે ૦.૫૦ ટકાનો વ્યાજ દર ઘટાડો કરશે એવા અનુમાનો વચ્ચે ગત સપ્તાહમાં વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના દેશોના બજારોમાં રિકવરી જોવાઈ હતી. આગામી દિવસોમાં ચાઈનાના સંભવિત વ્યાજ દર ઘટાડા અને યુ.એસ. ફેડરલ રિઝર્વની ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરના મળનારી મીટિંગમાં ઘણા સમય પછી વ્યાજ દરમાં સંભવિત ૦.૨૫થી ૦.૫૦ ટકા ઘટાડા પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

error: Content is protected !!