September 19, 2024

+91 99390 80808

September 19, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૯.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૯૬૨ સામે ૮૩૦૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૬૫૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૮૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૩૫૬ સામે ૨૫૪૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૩૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૩૭૨ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શુક્રવારે શેરબજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.વૈશ્વિક સ્તરે મજબૂત પરિબળોના પગલે આજે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે,આ સાથે નિફ્ટી પણ ૨૫૪૩૩ ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.જયારે બેન્ક નિફ્ટી પણ ૫૨૦૪૪ ની ઐતિહાસિક ટોચ બનાવી હતી.ગઈ કાલે ગુરુવારે સેન્સેક્સ ૮૩૧૧૬નું રેકોર્ડ લેવલે ઐતિહાસિક ટોચ બનાવી હતી.

ચીન દ્વારા મોર્ગેજ પ્રોપર્ટી પરના વ્યાજદરમાં ઘટાડો કરવા સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં ઉદ્ભવેલ તેજી પાછળ ભારતીય શેરબજારમાં પણ તેજી ઉદ્ભવી હતી.સ્મોલકેપ તેજમ મિડકેપ શેરોમાં આક્રમક નવી લેવાલી નીકળી હતી.આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદનો વધ્યા છે.તેમજ સારા વરસાદના કારણે ગ્રામીણ માગમાં વધારો થવાના આશાવાદ વચ્ચે આર્થિક વૃદ્ધિ માટે સકારાત્મક સંકેતો જણાઈ રહ્યા છે.શેરબજાર સેન્સેક્સ,નિફટીમાં સાથે સ્મોલ, મિડ કેપના શેરોમાં ખરીદી નીકળતા માર્કેટબ્રેડથ પોઝીટીવ રહી હતી.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,બાલક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝ,ટાઈટન કંપની,રિલાયન્સ,સન ટીવી,ટાટા કોમ્યુનિકેશન,હવેલ્લ્સ,ઈન્ફોસીસ,સન ફાર્મા,મહાનગર ગેસ,જીન્દાલ સ્ટીલ,વોલ્ટાસ,એચસીએલ ટેકનોલોજી,ઓએરોઈ રીયાલીટી,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,ભારતી ઐરટેલ,ડીએલએફ,અદાણી પોર્ટસ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં કોલ્પાલ,ટોરેન્ટ ફાર્મા,હિન્દુસ્તાન યુનીલીવર,ગ્રાસીમ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,કોટક બેન્ક જેવા શેરો ઘટાડો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૧ અને વધનારની સંખ્યા ૨૪૭૭ રહી હતી,  ૧૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે,અર્થતંત્રને વેગ આપવા ચીન દ્વારા મોર્ગેજ પ્રોપર્ટી પરના વ્યાજદરમાં ઘટાડો કરવાના પગલા તેમજ અમેરિકા-ચીન વચ્ચે વાટાઘાટો યોજવા સહિતના અન્ય અહેવાલો પાછળ એશિયાઈ-યુરોપના બજારોમાં તેજી ઊદ્ભવી હતી. આ અહેવાલોની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી.ચીન દ્વારા મોર્ગેજ પ્રોપર્ટી પરના વ્યાજદરમાં ઘટાડો કરવા સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં ઉદ્ભવેલ તેજી પાછળ ભારતીય શેરબજારમાં પણ આગઝરતી તેજી ઉદ્ભવી હતી.વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ બીએસઈ સેન્સેક્સે ઈતિહાસમાં પ્રથમ વખત ૮૩૧૧૬ની સપાટી કુદાવી રેકોર્ડ સર્જ્યો હતો.જ્યારે નિફટીએ ૨૫૪૩૩ની નવી લાઇફટાઇમ હાઇને સ્પર્શ્યો હતો.

અમેરિકામાં જોખમ હવે ફુગાવા તરફથી રોજગાર તરફ વળતા વ્યાજ દરમાં ઘટાડો જરૂરી બની ગયો હોવાથી આગામી સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં કપાત કરાશે તેવા ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સંકેત આપ્યા હતા.વ્યાજ દરમાં ઘટાડો કરી રોજગાર બજારને ટેકો આપવાનું જરૂરી બની ગયું છે.ફુગાવો વધવા તરફનું જોખમ ઘટી ગયું છે અને રોજગાર ઘટવા તરફનું જોખમ વધી ગયું છે.ફેડરલ રિઝર્વની હવે પછીની બેઠક ૧૭ તથા ૧૮ સપ્ટેમ્બરના નિર્ધારી છે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!