January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૯.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૨૩ સામે ૮૧૯૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૫૩૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૯૬૨ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૯૩૮ સામે ૨૫૦૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૮૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૩૫૬ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી ફરી નવી રેકોર્ડ ટોચે ઉછાળા તરફી બંધ થયા હતા.વૈશ્વિક સ્તરે મજબૂત પરિબળોના પગલે આજે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે, આ સાથે સેન્સેક્સ ૮૩૦૦૦નું રેકોર્ડ લેવલ વટાવવામાં સફળ રહ્યો. સેન્સેક્સ ૧૧૫૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૧૧૬ ની ઐતિહાસિક ટોચ બનાવી હતી.નિફ્ટી પણ ૨૫૪૨૦ ની ઓલટાઈમ હાઈ સપાટી નજીક ૨૫૪૧૫ પહોંચ્યો હતો.

વૈશ્વિક સ્તરે ઈસીબી અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા પ્રબળ બનતાં શેરબજારમાં સાર્વત્રિક તેજી જોવા મળી છે.વધુમાં સ્થાનિક સ્તરે પણ ફુગાવો અને આઈઆઈપીના સકારાત્મક આંકડાઓએ પણ માર્કેટને ટેકો આપ્યો છે.આ સાથે આજે રોકાણકારોની મૂડીમાં રૂ.૭.૪૭ લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે. શેરબજારમાં સાર્વત્રિક ઉછાળાનો માહોલ જોવા મળ્યો હતો. ઓટો, મેટલ, અને એનર્જી શેર્સમાં તેજી સાથે ઈન્ડેક્સ ૨% સુધી ઉછળ્યા હતાં. જેમાં ટેલિકોમ ઈન્ડેક્સ ૨.૬૧ ઉછાળા સાથે ટોપ પર્ફોર્મર રહ્યો હતો.એફએમસીજી,હેલ્થકેર,કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક્નોલોજી ઈન્ડેક્સ ૧% થી વધુ ઉછાળા સાથે આજે રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. મીડકેપ ૧.૩૨ અને સ્મોલકેપ ૦.૭૯ % ઉછાળે બંધ રહ્યા હતા.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટોરેન્ટ ફાર્મા,ટીસીએસ,લાર્સેન,ગ્રાસીમ,અદાણી એન્ટ.,હવેલ્લ્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,જીન્દાલ સ્ટીલ,ભારતી ઐરટેલ,શ્રીરામ ફાઈનાન્સ,લ્યુપીન,ઈન્ફોસીસ,સન ફાર્મા,સિપ્લાવોલ્ટાસ,ગ્લેનમાર્ક ફાર્મા,એચસીએલ ટેકનોલોજી,બાટા ઇન્ડિયા,ટેક મહિન્દ્રા,જેએસડબ્લ્યુ,ટાટા મોટર્સ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,કોલ્પાલ,ગુજરાત ગેસ,અપોલો ટાયર જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૯ અને વધનારની સંખ્યા ૨૩૩૭ રહી હતી,  ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.બજારની ભાવિ દિશા….મિત્રો,વૈશ્વિક મંદીનો હાઉ ફરી વધવા લાગતાં અને અમેરિકામાં રોજગારી વૃદ્વિના નબળા આંકડાએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડોએ નેટ વેચવાલ બનીને સેન્સેક્સ, નિફટી બેઝડ ફરી ઘટાળો જોવાઈ શકે છે. વૈશ્વિક બજારો પર નજર અને યુક્રેન-રશીયા,ઈઝરાયેલ-હમાસ વચ્ચે સંભવિત યુદ્વ વિરામના ડેવલપમેન્ટ પર નજરે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સ અફડા – તફડી  જોવાઈ શકે છે.ચોમાસું સફળ સારૂ રહ્યાના પોઝિટીવ પરિબળ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મેગા પ્રોજેક્ટોને ઓપ આપવાનું  સરકારે ચાલુ રાખીને આર્થિક વિકાસને વેગ આપવાની નીતિમાં આગળ વધવાના પોઝિટીવ પરિબળો છતાં લાંબા સમયથી વિક્રમી તેજીના દોરને વિરામ આપવાની આવશ્યકતાને લઈ ફંડો અને  મહારથીઓએ તેજીનો વેપાર હળવો કરતાં જોવાયા છે.વેલ્યુએશન મામલે નિષ્ણાંતોમાં ભિન્ન ભિન્ન અભિપ્રાયો વચ્ચે હવે ઘણા અસાધારણ વધી ગયેલા શેરોના ભાવોને જોઈ વેલ્યુએશન નવા રોકાણ માટે યોગ્ય નહીં હોવાનું માનનારો ફંડો અને મોટા ઈન્વેસ્ટરોનો વર્ગ છેલ્લા પખવાડિયામાં ૨૫થી ૪૦% રોકાણ હળવું કરવાનું મન બનાવી પ્રોફિટ બુક કરવા લાગ્યો છે. આ સાથે ફંડામેન્ટલ નહીં ધરાવતી છતાં અસાધારણ વધી ગયેલા શેરોમાં ઓફલોડિંગ કરીને સુરક્ષિત ગણાતાં શેરોમાં રોકાણ વાળવા લાગ્યો હોવાનું જોવાઈ રહ્યું છે. જેથી હવે ગમે તે ભાવે જે તે શેરોમાં રોકાણ કરવાથી દૂર રહેવું અત્યંત જરૂરી છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!