January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૯.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૯૨૧ સામે ૮૧૯૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૪૨૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૫૨૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૮૩ સામે ૨૫૦૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૯૦૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૯૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

બુધવારે શેરબજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે વ્યાપક નફારૂપી વેચવાલી નીકળતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.સેન્સેક્સ ૩૯૮ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૫૨૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૪૪ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૯૩૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૪૭ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૧૨૪ પોઈન્ટના સ્તરે બંધ થયો.

વૈશ્વિક અર્થતંત્ર માટે મંદીનું જોખમ ઝળુંબી રહ્યું હોઈ અમેરિકામાં મંદીના ફફડાટ વચ્ચે રોજગારી વૃદ્વિના નબળા આંકડા અને ચાઈના ડિફલેશનના જોખમી તબક્કામાં આવી ગયાના અહેવાલોએ વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે ઘટયામથાળેથી ફોરેન ફંડો અને લોકલ ફંડોની એફએમસીજી, બેંકિંગ શેરોમાં ખરીદીના જોરે બજારને બાઉન્સબેક કર્યું હતું. ઈન્ટ્રા-ડે ઘટાડો પચાવીને બજાર સેન્સેક્સ, નિફટી બેઝડ પોઝિટીવ ઝોનમાં આવી ગયું હતું.ત્યારબાદ સ્મોલ,મિડ કેપ શેરોમાં આજે મોટું ઓફલોડિંગ થયું હતું.શેરબજારમાં વૈશ્વિક સ્તરે મિક્સ વલણના પગલે સ્થાનિક શેરબજારમાં કડાકાનો માહોલ જળવાઈ રહ્યો હતો.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટોરેન્ટ ફાર્મા,હિન્દુસ્તાન યુનીલીવર,સન ફાર્મા,એસબીઆઈ લાઈફ,ભારતી ઐરટેલ,જીન્દાલ સ્ટીલ,અપોલો ટાયર,કોટક બેન્ક,આઈટીસી જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં લાર્સેન,એસીસી,ગ્રાસીમ,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,અદાણી પોર્ટસ,બાટા ઇન્ડિયા,ટાટા કેમિકલ્સ,ટાટા મોટર્સ,મહાનગર ગેસ,એક્સીસ બેન્ક,ઈન્ફોસીસ,જેએસડબ્લ્યુ સ્ટીલ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,વિપ્રો જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૪૪ અને વધનારની સંખ્યા ૧૪૦૩ રહી હતી,  ૮૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,વૈશ્વિક બજારો પર નજર અને યુક્રેન-રશીયા,ઈઝરાયેલ-હમાસ વચ્ચે સંભવિત યુદ્વ વિરામના ડેવલપમેન્ટ પર નજરે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સ અફડા – તફડી  જોવાઈ શકે છે.ચોમાસું સફળ સારૂ રહ્યાના પોઝિટીવ પરિબળ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મેગા પ્રોજેક્ટોને ઓપ આપવાનું  સરકારે ચાલુ રાખીને આર્થિક વિકાસને વેગ આપવાની નીતિમાં આગળ વધવાના પોઝિટીવ પરિબળો છતાં લાંબા સમયથી વિક્રમી તેજીના દોરને વિરામ આપવાની આવશ્યકતાને લઈ ફંડો અને  મહારથીઓએ તેજીનો વેપાર હળવો કરતાં જોવાયા છે.વેલ્યુએશન મામલે નિષ્ણાંતોમાં ભિન્ન ભિન્ન અભિપ્રાયો વચ્ચે હવે ઘણા અસાધારણ વધી ગયેલા શેરોના ભાવોને જોઈ વેલ્યુએશન નવા રોકાણ માટે યોગ્ય નહીં હોવાનું માનનારો ફંડો અને મોટા ઈન્વેસ્ટરોનો વર્ગ છેલ્લા પખવાડિયામાં ૨૫થી ૪૦% રોકાણ હળવું કરવાનું મન બનાવી પ્રોફિટ બુક કરવા લાગ્યો છે. આ સાથે ફંડામેન્ટલ નહીં ધરાવતી છતાં અસાધારણ વધી ગયેલા શેરોમાં ઓફલોડિંગ કરીને સુરક્ષિત ગણાતાં શેરોમાં રોકાણ વાળવા લાગ્યો હોવાનું જોવાઈ રહ્યું છે. જેથી હવે ગમે તે ભાવે જે તે શેરોમાં રોકાણ કરવાથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. વૈશ્વિક મંદીનો હાઉ ફરી વધવા લાગતાં અને અમેરિકામાં રોજગારી વૃદ્વિના નબળા આંકડાએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડોએ નેટ વેચવાલ બનીને સેન્સેક્સ, નિફટી બેઝડ ફરી ઘટાળો જોવાઈ શકે છે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!