રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૯.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૫૯ સામે ૮૧૭૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૪૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૯૨૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૯૮૫ સામે ૨૫૦૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૧૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૮૩ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી.વોલ સ્ટ્રીટના ત્રણ મુખ્ય ઇન્ડેક્સ સોમવારે ૧% કરતા વધુ વધ્યા હતા.સેન્સેક્સ ૩૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૯૨૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૮૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૩૭૧ પોઈન્ટના સ્તરે બંધ થયો.
ભારતીય શેર બજારોમાં આજે ઘટયામથાળેથી ફોરેન ફંડો અને લોકલ ફંડોની એફએમસીજી, બેંકિંગ શેરોમાં ખરીદીના જોરે બજારને બાઉન્સબેક કર્યું હતું.ઈન્ટ્રા-ડે ઘટાડો પચાવીને બજાર સેન્સેક્સ, નિફટી બેઝડ પોઝિટીવ ઝોનમાં આવી ગયું હતું.આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદનો વધ્યા છે. તેમજ સારા વરસાદના કારણે ગ્રામીણ માગમાં વધારો થવાના આશાવાદ વચ્ચે આર્થિક વૃદ્ધિ માટે સકારાત્મક સંકેતો જણાઈ રહ્યા છે.શેરબજાર સેન્સેક્સ,નિફટીમાં સાથે સ્મોલ, મિડ કેપના શેરોમાં ખરીદી નીકળતા માર્કેટબ્રેડથ પોઝીટીવ રહી હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,બાલક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝ,ટાઈટન કંપની,રિલાયન્સ,સન ટીવી,ટાટા કોમ્યુનિકેશન,હવેલ્લ્સ,ઈન્ફોસીસ,સન ફાર્મા,મહાનગર ગેસ,જીન્દાલ સ્ટીલ,વોલ્ટાસ,એચસીએલ ટેકનોલોજી,ઓએરોઈ રીયાલીટી,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,ભારતી ઐરટેલ,ડીએલએફ,અદાણી પોર્ટસ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં કોલ્પાલ,ટોરેન્ટ ફાર્મા,હિન્દુસ્તાન યુનીલીવર,ગ્રાસીમ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,કોટક બેન્ક જેવા શેરો ઘટાડો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૩ અને વધનારની સંખ્યા ૨૫૮૬ રહી હતી, ૧૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, ચોમાસું સફળ સારૂ રહ્યાના પોઝિટીવ પરિબળ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મેગા પ્રોજેક્ટોને ઓપ આપવાનું સરકારે ચાલુ રાખીને આર્થિક વિકાસને વેગ આપવાની નીતિમાં આગળ વધવાના પોઝિટીવ પરિબળો છતાં લાંબા સમયથી વિક્રમી તેજીના દોરને વિરામ આપવાની આવશ્યકતાને લઈ ફંડો અને મહારથીઓએ તેજીનો વેપાર હળવો કરતાં જોવાયા છે.વેલ્યુએશન મામલે નિષ્ણાંતોમાં ભિન્ન ભિન્ન અભિપ્રાયો વચ્ચે હવે ઘણા અસાધારણ વધી ગયેલા શેરોના ભાવોને જોઈ વેલ્યુએશન નવા રોકાણ માટે યોગ્ય નહીં હોવાનું માનનારો ફંડો અને મોટા ઈન્વેસ્ટરોનો વર્ગ છેલ્લા પખવાડિયામાં ૨૫થી ૪૦% રોકાણ હળવું કરવાનું મન બનાવી પ્રોફિટ બુક કરવા લાગ્યો છે. આ સાથે ફંડામેન્ટલ નહીં ધરાવતી છતાં અસાધારણ વધી ગયેલા શેરોમાં ઓફલોડિંગ કરીને સુરક્ષિત ગણાતાં શેરોમાં રોકાણ વાળવા લાગ્યો હોવાનું જોવાઈ રહ્યું છે. જેથી હવે ગમે તે ભાવે જે તે શેરોમાં રોકાણ કરવાથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. વૈશ્વિક મંદીનો હાઉ ફરી વધવા લાગતાં અને અમેરિકામાં રોજગારી વૃદ્વિના નબળા આંકડાએ સપ્તાહના અંતે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડોએ નેટ વેચવાલ બનીને સેન્સેક્સ, નિફટી બેઝડ ફરી ઘટાળો જોવાઈ શકે છે. વૈશ્વિક બજારો પર નજર અને યુક્રેન-રશીયા,ઈઝરાયેલ-હમાસ વચ્ચે સંભવિત યુદ્વ વિરામના ડેવલપમેન્ટ પર નજરે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સ અફડા – તફડી જોવાઈ શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.