January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૨૦૧ સામે ૮૨૧૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૯૮૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૮૩ પોઈન્ટ બંધ થયેલ.

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૩૬ સામે ૨૫૧૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૮૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,સરેરાશ ૩૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૯૦૬ પોઈન્ટ બંધ થયેલ.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શુક્રવારે ફેડ રેટ કટ મામલે બે મત હોવાના કારણે એશિયન અને યુરોપિયન બજારમાં સાર્વત્રિક વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. જેની અસર સ્થાનિક બજાર પર પણ થઈ છે.શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીએ જોર પકડ્યું છે.વૈશ્વિક શેરબજારોના સથવારે માર્કેટમાં મોટો કડાકો નોંધાયો છે.અમેરિકાના જોબ ડેટા નબળા રહેવાના અંદાજ સાથે આર્થિક મંદી વધવાની શક્યતાઓ કરી રહ્યા છે.જેના લીધે રોકાણકારો હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જેથી વિદેશી રોકાણકારો પણ વેચવાલી નોંધાવી રહ્યા છે.બીજી તરફ સ્થાનિક સ્તરે આર્થિક સ્થિતિ મજબૂત છે.માર્કેટ છેલ્લા કેટલાક સમયથી સતત તેજી તરફ આગેકૂચ કરી રહ્યું હતું.જેના લીધે ઘણા શેર્સ ઓવર વેલ્યૂએશન ધરાવી રહ્યા છે. વોલ્યૂમ પણ વધ્યા છે.પરિણામે પ્રોફિટ બુકિંગના કારણે કરેક્શન જોવા મળી રહ્યુ છે.

સેન્સેક્સ ૧૦૧૭ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૧૮૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૩૦ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૯૦૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૯૪૬ પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૭૮૧ પોઈન્ટના સ્તરે બંધ થયો.

શેરબજારમાં વૈશ્વિક સ્તરે મિક્સ વલણના પગલે સ્થાનિક શેરબજારમાં કડાકાનો માહોલ જળવાઈ રહ્યો હતો.સેન્સેક્સ આજે ૧૨૧૯ પોઈન્ટ તૂટી ૮૦૮૯૧ ની ઈન્ટ્રા ડે બોટમે પહોંચ્યો હતો.જેના પગલે રોકાણકારોની મૂડીમાં રૂ.૫.૦૯ લાખ કરોડનુ ધોવાણ થયું છે.નિફ્ટી ફ્યુચરે પણ ૩૫૦ પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. મીડકેપ શેર્સમાં ગાબડાં સાથે ઈન્ડેક્સ ૧.૪૧% તૂટ્યો હતો. સેક્ટોરલ ઈન્ડેક્સમાં પીએસયુ ઈન્ડેક્સ ૨.૪૮%, સ્મોલકેપ ૦.૯૬%, ટેલિકોમ્યુનિકેશન્સ ૩.૨૩%, પાવર ૧.૩૭%, ઓટો ૧.૩૦%, ટેક્નોલોજી ૧.૨૨%તૂટ્યો હતો.પીએસયુ શેર્સમાં આજે મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં અસિયન પેઈન્ટ્સ,એસીસી,પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ,કોલ્પાલ,હિન્દુસ્તાન યુનીલીવર,જીન્દાલ સ્ટીલ,જેએસડબ્લ્યુ સ્ટીલ,જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં રિલાયન્સ ૨%,એચડીએફસી એએમસી ૨%,ટાટા મોટર્સ ૨%,બાટા ઇન્ડિયા૨%,ટાટા કેમિકલ્સ ૨%,એચસીએલ ટેકનોલોજી ૨%,આઈસીઆઈસીઆઈ બેન્ક ૨%,એક્સીસ બેન્ક ૨%નો ઘટાળો સાથે સાથે ગ્રાસીમ,ઈન્ફોસીસ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લાર્સેન,ઈન્ડીગો ના શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૪૪ અને વધનારની સંખ્યા ૧૪૦૩ રહી હતી,  ૮૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,અમેરિકન બજારમાં હડકંપ મચી ગયું હતું જેના લીધે ફરી એકવાર મંદીના ભણકારાં સંભળાયા.ડાઉ જોન્સ અને નેસ્ડેકમાં પણ મોટા કડાકા થયા જેની અસર હવે સીધી ભારતીય શેરબજારમાં દેખાઈ.અમેરિકામાં મંદીની આશંકા વધવા લાગી છે,જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.પરંતુ જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને અમેરિકન અર્થવ્યવસ્થા મંદીમાં સરી જશે તો ભારતને પણ અસર થશે જેમાં અમેરિકામાં માંગ ઘટવાથી ભારતીય નિકાસમાં ઘટાડો થઈ શકે છે.આ સિવાય આર્થિક મંદી ગ્લોબલ સપ્લાય ચેઇન માટે અવરોધ બનશે જેના લીધે ભારતીય નિકાસકારો માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બનશે.આ સાથે,અમેરિકામાં મંદી વિશ્વભરના રોકાણકારોનો વિશ્વાસ ઘટાડશે જે ભારતમાં એફડીઆઈમાં ઘટાડો કરી શકે છે.

વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ ઈન્ડેક્સ બેઝડ ફોરેન ફંડોએ તેજીના નવા વેપારથી દૂર રહી ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું વલણ અપનાવ્યું હતું.વૈશ્વિક મોરચે ઈઝરાયેલ, રશીયા યુદ્વના મોરચેથી પીછેહઠ કરવા તૈયાર હોવાના મળી રહેલા પોઝિટીવ સંકેત સામે ચાઈનાના આંકડા એકંદર નબળા આવી રહ્યા હોવા સાથે ક્રુડ ઓઈલના  આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો ડિફલેશનનો સંકેત આપવા લાગ્યા હોઈ તેજીના વેપારમાં ઉંચા મથાળે સાવચેતી જોવાઈ હતી.સ્થાનિક અને વૈશ્વિક મોરચે જાપાનના બજારોના ટ્રેન્ડની સાથે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં ઉતાર – ચડાવ જોવાઈ શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!