January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૯.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૩૫૨ સામે ૮૨૪૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૧૩૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૨૦૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૪૭ સામે ૨૫૩૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૨૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૨૩૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ગુરુવારે શેરબજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.શેરબજાર સેન્સેક્સ,નિફટીમાં નફારૂપી વેચવાલી નીકળતા માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.સેન્સેક્સ ૧૫૧ પોઈન્ટના ઘટાળા સાથે ૮૨૨૦૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૧ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૨૩૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૭૨૭ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ, નિફટી બેઝડ શેરોમાં વેચવાલીને કારણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ મળીને માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો હતો.

ઓગસ્ટમાં દેશમાં એકતરફ ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ઘટીને ત્રણ મહિનાના તળિયે રહ્યો છે,જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ વધી પાંચ મહિનાની ટોચે પહોંચ્યો છે.માગમાં સ્થિતિસ્થાપકતા અને ફુગાવાજન્ય દબાણો હળવા થતાં  એસએસબીસી ઈન્ડિયા સર્વિસીસ  પીએમઆઈ વધી ૬૦.૯૦ રહ્યો છે,જે જુલાઈમાં ૬૦.૩૦ હતો. વર્તમાન વર્ષના માર્ચ બાદ ઓગસ્ટનો પીએમઆઈ સૌથી ઊંચો છે. ઓગસ્ટ ૨૦૨૧થી સેવા ક્ષેત્રનો પીએમઆઈ સતત ૫૦ની ઉપર રહ્યા કરે છે.સેવા ક્ષેત્રથી વિપરીત ઓગસ્ટનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ઘટી ૫૭.૫૦ સાથે ત્રણ મહિનાના તળિયે રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)માં ઉત્પાદન કરતા સેવા ક્ષેત્રનો હિસ્સો ઊંચો છે.સેવા ક્ષેત્રમાં મુખ્યત્વે બેન્કિંગ, વીમા, રિઅલ એસ્ટેટ, ટેલિકમ્યુનિકેશન્સ, હેલ્થકેર, શિક્ષણ, પર્યટન તથા આઈટીનો સમાવેશ થાય છે. 

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટાઈટન કંપની ૩%,એસીસી લીમીટેડ ૩%,મુથૂત ફાઈનાન્સ ૨%,મહાનગર ગેસ૨%,ટાટા કોમ્યુનિકેશન ૨%,ગુજરાત ગેસ ૨% ના ઉછાળો જોવાયો સાથે સાથે ઈન્ડીગો,અદાણી એન્ટ.,ઈન્ફોસીસ,લ્યુપીન,એચડીએફસી બેન્ક,ઇપ્કા લેબ,એક્સીસ બેન્ક,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,ગ્લેનમાર્ક ફાર્મા,જીન્દાલ સ્ટીલ,વોલ્ટાસ,એચસીએલ ટેકનોલોજી,અંબુજા સિમેન્ટ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં રિલાયન્સ,ગ્રાસીમ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,સિપ્લા,કોટક મહિન્દ્રા બેન્ક,ઓરબિંદો ફાર્મા,અદાણી પોર્ટસ,સન ફાર્મા શેરો ઘટાડો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૭૮ અને વધનારની સંખ્યા ૨૨૫૨ રહી હતી,  ૧૦૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૨૧૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,માગમાં સ્થિતિસ્થાપકતા અને ફુગાવાજન્ય દબાણો હળવા થતાં ઈન્ડિયા સર્વિસીસ  પીએમઆઈ વધી ૬૦.૯૦ રહ્યો છે, જે જુલાઈમાં ૬૦.૩૦ હતો વર્તમાન વર્ષના માર્ચ બાદ ઓગસ્ટનો પીએમઆઈ સૌથી ઊંચો છે. ઓગસ્ટ ૨૦૨૧થી સેવા ક્ષેત્રનો પીએમઆઈ સતત ૫૦ની ઉપર રહ્યા કરે છે. ઘરઆંગણેની બજારમાંથી નવા ઓર્ડરમાં વધારો થવાને કારણે પીએમઆઈ રહ્યો છે એમ જારી કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું. સેવા ક્ષેત્રમાં રોજગારનું સ્તર પણ મજબૂત રહેવા પામ્યું છે,જો કે કર્મચારીઓની ભરતી જુલાઈની સરખામણીએ સાધારણ નીચી રહી છે.આંતરરાષ્ટ્રીય માગ પણ મજબૂત રહી છે, પરંતુ નિકાસ ઓર્ડરમાં વૃદ્ધિની માત્રા ધીમી પડી છે જે વૈશ્વિક સ્તરે માગ નબળી પડી રહ્યાના સંકેત આપે છે. એકંદર આઉટલુક મજબૂત જળવાઈ રહ્યું છે પરંતુ બિઝનેસ કોન્ફિડેન્સમાં ઘટાડો થયો છે. 

વર્લ્ડ બેન્ક દ્વારા જારી કરાયેલા નિવેદનમાં નાણાં વર્ષ ૨૦૨૫ માટે ભારતનો જીડીપી અંદાજ સુધારી સાત ટકા મુકાયો છે.વર્લ્ડ બેન્કે અગાઉ ૬.૬૦% નો અંદાજ મૂકયો હતો.ખાનગી ઉપભોગ તથા ઈન્વેસ્ટમેન્ટમાં મજબૂતાઈની અપેક્ષા વચ્ચે વર્લ્ડ બેન્ક ભારત માટેના પોતાના અંદાજમાં વધારો કર્યો છે. નાણાં વર્ષ ૨૦૨૫ માટે દેશનો જીડીપી અંદાજને  નોમુરાએ જે અગાઉ ૬.૯૦% મૂકયો હતો તે સોમવારે ઘટાડી ૬.૭૦%કર્યો છે. આ અગાઉ ગોલ્ડમેન સાક્સ તથા જેપી મોર્ગને વર્તમાન નાણાં વર્ષ માટે દેશનો જીડીપી અંદાજ ૬.૫૦% મૂકયો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ  દેશનો આર્થિક વિકાસ દર ૭.૨૦% રહેવા ધારણાં મૂકી છે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!