રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૯.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૫૫ સામે ૮૧૮૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૮૩૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૨૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૩૫૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૩૫૨ સામે ૨૫૨૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૨૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૨૪૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
બુધવારે શેરબજાર સેન્સેક્સ,નિફટીમાં સાથે સ્મોલ, મિડ કેપના શેરોમાં નફારૂપી વેચવાલી નીકળતા માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.વિદેશી બજારોની મંદી અમેરિકન બજારમાં ઘટાળો જેના લીધે ફરી એકવાર મંદીના ભણકારાં સંભળાયા.ડાઉ જોન્સ અને નેસ્ડેકમાં પણ મોટા કડાકા થયા જેની અસર હવે સીધી ભારતીય શેરબજારમાં દેખાઈ. વેપારની શરૂઆત થતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાઈ ગયો.
મંગળવારે સામાન્ય ઘટાડા સાથે બંધ થયેલા સેન્સેક્સ અને નિફ્ટીમાં બુધવારે ઓપનિંગમાં જ કડાકો બોલાયો. સોમવારે લેબર ડેની રજા બાદ મંગળવારે અમેરિકન બજારો ખુલ્યા ત્યારે અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ અને નેસ્ડેક ૩% સુધી ઘટ્યા હતા. જ્યારે એસએન્ડપી ૫૦૦ ના મોટા ભાગના સેક્ટર રેડ ઝોનમાં દેખાયા હતા. તેની સીધી અસર એશિયન બજારો પર પણ જોવા મળી હતી અને જાપાનનો નિક્કેઈ પણ ૩% તૂટ્યો હતો. અમેરિકન માર્કેટમાં ઉથલપાથલ વચ્ચે બુધવારે ગિફ્ટ નિફ્ટીમાં લગભગ ૨૦૦ પોઈન્ટનો કડાકો બોલાયો હતો.
સેન્સેક્સ ૨૦૩ પોઈન્ટના ઘટાળા સાથે ૮૨૩૫૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦૬ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૨૪૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૨૬ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૬૦૭ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ, નિફટી બેઝડ શેરોમાં વેચવાલીને કારણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ મળીને માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો હતો.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,રિલાયન્સ,ગ્રાસીમ,મહાનગર ગેસ,કોટક મહિન્દ્રા બેન્ક,લ્યુપીન,હિન્દુસ્તાન યુનીલીવર,હવેલ્લ્સ,સન ફાર્મા,જેએસડબ્લ્યુ સ્ટીલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક,ટીસીએસ,લાર્સેન,ઈન્ફોસીસ,વોલ્ટાસ,એચસીએલ ટેકનોલોજી,ગ્લેનમાર્ક ફાર્મા,ટેક મહિન્દ્રા,ભારતી ઐરટેલ,ટાટા કેમિકલ્સ શેરો ઘટાડો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૮ અને વધનારની સંખ્યા ૧૯૯૯ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો,ચાઈનાને જાપાન દ્વારા ચીપ મેન્યુફેકચરીંગ ઈક્વિપમેન્ટના વેચાણ અટકાવવા મામલે તનાવ અને ઈઝરાયેલના બંધકોની હમાસ દ્વારા હત્યાના કારણે ફરી ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરવાના એંધાણે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ સાવચેતી જોવા મળી હતી.ઓગસ્ટમાં શેરબજારમાં આવેલ ભારે વધઘટની રિટેલ રોકાણકારોની ખરીદી પર કોઈ અસર થઈ નથી.વધુમાં રિટેલ રોકાણકારોએ ઘટાડાનો લાભ લઈને માતબર રકમ બજારમાં ઠાલવી છે.વિદેશી રોકાણકારો, બેંકો અને વીમા કંપનીઓના રોકાણ કરતાં વધુ રોકાણ ભારતના રિટેલ રોકાણકારો કરીને કીર્તિમાન સ્થાપ્યો છે.બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સાવચેતી રાખી રહ્યા છે.
વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને લઈને મતમતાંતર જોવા મળી રહ્યા છે. અંદાજમાં ઘટાડો કરી રહ્યા છે તો કેટલાક સાત ટકાથી પણ નીચા દર મૂકી રહ્યા છે. જો કે વર્લ્ડ બેન્ક દ્વારા જારી કરાયેલા નિવેદનમાં નાણાં વર્ષ ૨૦૨૫ માટે ભારતનો જીડીપી અંદાજ સુધારી સાત ટકા મુકાયો છે.વર્લ્ડ બેન્કે અગાઉ ૬.૬૦% નો અંદાજ મૂકયો હતો.ખાનગી ઉપભોગ તથા ઈન્વેસ્ટમેન્ટમાં મજબૂતાઈની અપેક્ષા વચ્ચે વર્લ્ડ બેન્ક ભારત માટેના પોતાના અંદાજમાં વધારો કર્યો છે. નાણાં વર્ષ ૨૦૨૫ માટે દેશનો જીડીપી અંદાજને નોમુરાએ જે અગાઉ ૬.૯૦% મૂકયો હતો તે સોમવારે ઘટાડી ૬.૭૦%કર્યો છે. આ અગાઉ ગોલ્ડમેન સાક્સ તથા જેપી મોર્ગને વર્તમાન નાણાં વર્ષ માટે દેશનો જીડીપી અંદાજ ૬.૫૦% મૂકયો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશનો આર્થિક વિકાસ દર ૭.૨૦% રહેવા ધારણાં મૂકી છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.