January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૯.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૫૯ સામે ૮૨૬૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૪૦૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૨૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૦૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૫૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૩૪૦ સામે ૨૫૩૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૨૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૩૫૪  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

મંગળવારે શેરબજાર સેન્સેક્સ,નિફટીમાં અસાધારણ વોલેટીલિટીના અંતે નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં નફારૂપી વેચવાલી નીકળતા માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.સેન્સેક્સ ૦૫ પોઈન્ટના ઘટાળા સાથે ૮૨૫૫૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૩૫૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૮૩૪ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ, નિફટી બેઝડ શેરોમાં વેચવાલીને કારણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ મળીને માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો હતો.

ચાઈનાને  જાપાન દ્વારા ચીપ મેન્યુફેકચરીંગ ઈક્વિપમેન્ટના વેચાણ અટકાવવા મામલે તનાવ અને ઈઝરાયેલના બંધકોની હમાસ દ્વારા હત્યાના કારણે ફરી ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરવાના એંધાણે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ સાવચેતી જોવા મળી હતી. ચાઈનાના આર્થિક, ઔદ્યોગિક ઉત્પાદનના નબળા આંકડા અને સ્ટીલ ઉદ્યોગના સંકટને લઈ વૈશ્વિક મેટલના ભાવો પર દબાણના પરિણામે મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી રહી હતી.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં હિંદુસ્તાન એરોનોટિક્સ%ના ઉછાળો,ગ્રાસીમ,ટાટા કોમ્યુનિકેશન,વોલ્ટાસ,ટાટા કેમિકલ્સ,હિન્દુસ્તાન યુનીલીવર,મહાનગર ગેસ,ઓબેરોઈ રીયાલીટી,એક્સીસ બેન્ક,ઈન્ડીગો,લાર્સેન,હવેલ્લ્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,સિપ્લા,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,ડીએલએફ,એસબીઆઈ કાર્ડ્સ,વિપ્રો જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,રિલાયન્સ,એશિયન પેઈન્ટ્સ,ઈન્ફોસીસ,સન ફાર્મા,અદાણી પોર્ટસ,સન ટીવી,જીન્દાલ સ્ટીલ,ટોરેન્ટ ફાર્મા,ટાટા મોટર્સ,એચસીએલ ટેકનોલોજી,ઓરબિંદો ફાર્મા,ટેક મહિન્દ્રાજેવા શેરો ઘટાડો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૮ અને વધનારની સંખ્યા ૧૯૯૯ રહી હતી,  ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી છે. ભારતીય શેરબજારમાં તેજી સાથે સપ્તાહની શરૂઆત થઈ હતી.આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદનો વધ્યા છે. તેમજ સારા વરસાદના કારણે ગ્રામીણ માગમાં વધારો થવાના આશાવાદ વચ્ચે આર્થિક વૃદ્ધિ માટે સકારાત્મક સંકેતો જણાઈ રહ્યા છે. વધુમાં આરબીઆઈ આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટાડવાની શરૂઆત કરશે તેવી શક્યતાઓ અર્થશાસ્ત્રીઓ દર્શાવી રહ્યા છે.શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે.અમેરિકામાં જોખમ હવે ફુગાવા તરફથી રોજગાર તરફ વળતા વ્યાજ દરમાં ઘટાડો જરૂરી બની ગયો હોવાથી આગામી સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં કપાત કરાશે તેવા ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સંકેત આપ્યા હતા.વ્યાજ દરમાં ઘટાડો કરી રોજગાર બજારને ટેકો આપવાનું જરૂરી બની ગયું છે.જો કે વ્યાજ દરમાં કપાતની માત્રા અને  સમયનો આધાર પ્રાપ્ત થનારા ડેટા પર આધારિત રહેશે. ફુગાવો વધવા તરફનું જોખમ ઘટી ગયું છે અને રોજગાર ઘટવા તરફનું જોખમ વધી ગયું છે.ફેડરલ રિઝર્વની હવે પછીની બેઠક ૧૭ તથા ૧૮ સપ્ટેમ્બરના નિર્ધારી છે. વૈશ્વિક બજારોના ટ્રેન્ડની સાથે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં ઉતાર – ચડાવ જોવાઈ શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!