January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૯.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૩૬૫ સામે ૮૨૭૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૪૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૫૫૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૩૭૬ સામે ૨૫૪૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૨૯૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬  પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૩૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સોમવારે ભારતીય શેરબજારમાં તેજી સાથે સપ્તાહની શરૂઆત થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી ફરી નવી રેકોર્ડ ટોચે ખૂલ્યા બાદ ઉછાળા તરફી ઉછાળા તરફી બંધ થયા હતા.સેન્સેક્સ ૩૬૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૭૨૫ ની ઓલટાઈમ હાઈ સપાટીએ ,બીજી તરફ નિફ્ટી પણ ૨૫૪૨૦ ની ઐતિહાસિક ટોચે બનાવી હતી.

આજે તેજીના માહોલ વચ્ચે સ્મોલકેપ અને ટેલિકોમ શેર્સમાં પ્રોફિટ બુકિંગનું જોર વધ્યું હતું. ટેલિકોમ ઈન્ડેક્સ ઘટાળો જોવાયો. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ઘટ્યો હતો. આ સિવાય પીએસયુ, ઓટો, કેપિટલ ગુડ્સ,મેટલ, પાવર,કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.સેન્સેક્સ ૧૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૫૬૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૬ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૩૪૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૬૫૦ પોઈન્ટના સ્તરે બંધ થયો.

 વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી છે. શુક્રવારે ડાઉ જોન્સ ઓલટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદનો વધ્યા છે. તેમજ સારા વરસાદના કારણે ગ્રામીણ માગમાં વધારો થવાના આશાવાદ વચ્ચે આર્થિક વૃદ્ધિ માટે સકારાત્મક સંકેતો જણાઈ રહ્યા છે. વધુમાં આરબીઆઈ આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટાડવાની શરૂઆત કરશે તેવી શક્યતાઓ અર્થશાસ્ત્રીઓ દર્શાવી રહ્યા છે.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ગુજરાત ગેસ ૧૦.૭૫%નો ઉછાળો અને બજાજ ફીન્સેર્વ ૩% ઉછાળો ,રિલાયન્સ,ટીસીએસ,મહાનગર ગેસ,શ્રીરામ ફાઈનાન્સ,વોલ્ટાસ,ટોરેન્ટ ફાર્મા,હિન્દુસ્તાન યુનીલીવર,એચસીએલ ટેકનોલોજી,ટેક મહિન્દ્રા,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ગ્લેનમાર્ક ફાર્મા ૩%ઘટાળે,ઈન્ડીગો,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,હવેલ્લ્સ,લ્યુપીન,એચડીએફસી બેન્ક,ડીએલએફ,સન ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,ભારતી ઐરટેલ,સન ટીવી જેવા શેરો ઘટાડો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૬૨ અને વધનારની સંખ્યા ૧૭૭૬ રહી હતી,  ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે.અમેરિકામાં જોખમ હવે ફુગાવા તરફથી રોજગાર તરફ વળતા વ્યાજ દરમાં ઘટાડો જરૂરી બની ગયો હોવાથી આગામી સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં કપાત કરાશે તેવા ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સંકેત આપ્યા હતા.વ્યાજ દરમાં ઘટાડો કરી રોજગાર બજારને ટેકો આપવાનું જરૂરી બની ગયું છે.જો કે વ્યાજ દરમાં કપાતની માત્રા અને  સમયનો આધાર પ્રાપ્ત થનારા ડેટા પર આધારિત રહેશે. ફુગાવો વધવા તરફનું જોખમ ઘટી ગયું છે અને રોજગાર ઘટવા તરફનું જોખમ વધી ગયું છે.ફેડરલ રિઝર્વની હવે પછીની બેઠક ૧૭ તથા ૧૮ સપ્ટેમ્બરના નિર્ધારી છે.ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ મેનેજમેન્ટમાં સેન્સેક્સ, નિફટીમાં તુલનાત્મક ઓછી વૃદ્વિ સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોની સતત ખરીદીના પરિણામે તેજી આક્રમક બનતી જોવાઈ છે.અલબત પોર્ટફોલિયો ફેરબદલી સાથે ફંડોનું પ્રોફિટ બુકિંગ સામે મૂડીનું અન્ય વેલ્યુબાઈંગ થતું જોવાયું છે. જેથી કેટલાક શેરોના ભાવો ઘટાળા સામે ઘણા અન્ય શેરોમાં તેજીના મોટા ઉછાળા નોંધાયા છે. વૈશ્વિક બજારોના ટ્રેન્ડની સાથે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં ઉતાર – ચડાવ જોવાઈ શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!