January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૮.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૮૫ સામે ૮૧૮૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૬૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૧૩૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૧૬૧ સામે ૨૫૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૧૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૬૫  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ગુરુવારે એક્સપાયરી પર શેરબજાર અસ્થિર બની ગયું હતું અને નિફ્ટી અને સેન્સેક્સના નવા સર્વકાલીન ઊંચા સ્તરે બંધ થયા હતા જો કે,બંને બેન્ચમાર્કે તેમના નવા ઓલ-ટાઇમ હાઈ લેવલ બનાવ્યા છે.ગુરુવારે શેરબજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા,ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૮૨૨૮૫.૮૩ ના સ્તરને સ્પર્શ્યો હતો.જ્યારે નિફ્ટી ફ્યુચરએ પણ ઓલટાઈમ હાઈ સાથે ૨૫૨૦૦ ની સપાટીને કૂદાવી ગઈ છે. નિફ્ટી ફ્યુચરએ ૨૫૨૯૦.૦૦ ઐતિહાસિક સપાટી નોંધાવી છે.આજના ટ્રેડિંગમાં સૌથી મોટો ઘટાડો નિફ્ટી ફાર્મા અને નિફ્ટી મેટલમાં નોંધાયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૪૯૦ પોઈન્ટના સ્તરે બંધ થયો.

નિફ્ટી ફ્યુચરએ પણ નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે.આજના કારોબારમાં, નિફ્ટી એફએમસીજી ૦.૭૨% ના વધારા સાથે ટોચ પર હતો, જે ૬૩,૧૬૩ ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી એનર્જી ૦.૬૧% ના ઉછાળા સાથે ૪૩,૬૬૧ ના સ્તર પર બંધ થયો હતો. આ પછી નિફ્ટી ઓટો ૦.૫૪% વધીને ૨૬,૦૨૦ ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી આઈટી પણ ૦.૪૭% ના સારા વધારા સાથે ૪૨,૫૯૨ ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી મેટલ ૦.૪૮% ઘટીને ૯,૩૭૦ ના સ્તરે અને નિફ્ટી ફાર્મા ૦.૪૮% ઘટીને ૨૨,૮૭૮ ના સ્તરે બંધ થયા હતા.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં રિલાયન્સ,ટીસીએસ,કોલ્પાલ,ટોરેન્ટ ફાર્મા,ટાટા મોટર્સ,વિપ્રો,ઈન્ફોસીસ,ટાટા કોમ્યુનિકેશન,એચસીએલ ટેકનોલોજી,ટેક મહિન્દ્રા,ભારતી ઐરટેલ,ગુજરાત ગેસ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટાટા કેમિકલ્સ,ડાબર,ગ્રાસીમ,ઈન્ફોસીસ,સન ફાર્મા,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,બાટા ઇન્ડિયા જેવા શેરો ઘટાડો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૩૧ અને વધનારની સંખ્યા ૧૪૨૦ રહી હતી,  ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો,શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે.  અમેરિકામાં ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા અને અર્થતંત્રમાં સુધારાના સંકેત સાથે આઈટી શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે.લાર્જ કેપથી વિપરિત મીડકેપ શેર્સમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ઘણા સમયથી આકર્ષક તેજીના પગલે હવે રોકાણકારો વેચવાલી કરી પ્રોફિટ બુક કરી રહ્યા છે.બીજી બાજુ એસએમઈ, સ્મોલકેપ શેર્સ જોખમી બન્યા છે. ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ મેનેજમેન્ટમાં સેન્સેક્સ, નિફટીમાં તુલનાત્મક ઓછી વૃદ્વિ સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોની સતત ખરીદીના પરિણામે તેજી આક્રમક બનતી જોવાઈ છે.અલબત પોર્ટફોલિયો ફેરબદલી સાથે ફંડોનું પ્રોફિટ બુકિંગ સામે મૂડીનું અન્ય વેલ્યુબાઈંગ થતું જોવાયું છે. જેથી કેટલાક શેરોના ભાવો ઘટાળા સામે ઘણા અન્ય શેરોમાં તેજીના મોટા ઉછાળા નોંધાયા છે.આગામી દિવસોમાં ૩૦,ઓગસ્ટના ભારતના જુલાઈ મહિનાના ઈન્ફ્રાસ્ટ્રકચરના આંકડા અને બીજા ત્રિમાસિક માટેના જીડીપી આંકડા જાહેર થવાની સાથે વૈશ્વિક મોરચે જાપાનના કન્ઝયુમર કોન્ફિડેન્સ આંકડા જાહેર થવાના હોઈ બજારોના ટ્રેન્ડની સાથે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં ઉતાર – ચડાવ જોવાઈ શકે છે.એક તરફ મધ્યપૂર્વમાં વધી રહેલી ભૌગોલિક રાજકીય અશાંતિ અને બીજી બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની મજબૂત શકયતાના બેતરફી વાતાવરણ  વચ્ચે ભારતીય શેરબજારો રેન્જબાઉન્ડ રહી છેવટે સુધારા સાથે બંધ રહ્યા હતા.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!