રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૧૧ સામે ૮૧૭૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૫૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૬૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૮૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૦૧૭ સામે ૨૫૦૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૮૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૪૮ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો સાથે શેરબજારમાં તેજી જોવા મળી.નિફ્ટી ફ્યુચરએ પણ નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતાઓ પ્રબળ બનતાં સ્થાનિક બજારમાં આઈટી શેર્સમાં લેવાલીનું પ્રેશર વધ્યું છે. જેના પગલે નિફ્ટી ૨૫૧૪૬ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો.લગભગ ૨૨થી વધુ ટ્રેડિંગ સેશન બાદ ફરી પાછુ ૮૨૦૦૦નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ ૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૮૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૪૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૧૪૮ પોઈન્ટના સ્તરે બંધ થયો.
ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૩૦૦પોઈન્ટથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.આઈટી શેર્સમાં તેજીના પગલે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ ૪૨૭૧૨ની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. બીજી બાજુ મીડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. પીએસયુ અને એફએમસીજી શેર્સમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,કોલ્પાલ,ટોરેન્ટ ફાર્મા,ઓરબિંદો ફાર્મા,ઈન્ફોસીસ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,સન ફાર્મા,મહાનગર ગેસ,વોલ્ટાસ,એચસીએલ ટેકનોલોજી,સિપ્લા,બાટા ઇન્ડિયા,જીન્દાલ સ્ટીલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં લાર્સેન,રિલાયન્સ,ઓબેરોઈ રીયાલીટી,એસીસી લીમીટેડ,મુથૂટ ફાઈનાન્સ,ગ્લેનમાર્ક,ટાટા મોટર્સ,ડીએલએફ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરો ઘટાડો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૪૭ અને વધનારની સંખ્યા ૧૮૧૫ રહી હતી, ૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો,એક તરફ મધ્યપૂર્વમાં વધી રહેલી ભૌગોલિક રાજકીય અશાંતિ અને બીજી બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની મજબૂત શકયતાના બેતરફી વાતાવરણ વચ્ચે ભારતીય શેરબજારો રેન્જબાઉન્ડ રહી છેવટે સુધારા સાથે બંધ રહ્યા હતા.અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ગયા સપ્તાહમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાના આપેલા જોરદાર સંકેત બાદ ભારતીય બજારો પોઝિટિવ ઝોનમાં જોવા મળી રહ્યા છે પરંતુ ઈઝરાયલ-લેબેનોન તથા યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ ઘેરી બની રહ્યાના અહેવાલો વચ્ચે તથા વર્તમાન નાણાં વર્ષમાં દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં વિવિધ એજન્સીઓ દ્વારા કરાઈ રહેલા ઘટાડાને પગલે રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યાનું જણાય છે. ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ મેનેજમેન્ટમાં સેન્સેક્સ, નિફટીમાં તુલનાત્મક ઓછી વૃદ્વિ સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોની સતત ખરીદીના પરિણામે તેજી આક્રમક બનતી જોવાઈ છે.અલબત પોર્ટફોલિયો ફેરબદલી સાથે ફંડોનું પ્રોફિટ બુકિંગ સામે મૂડીનું અન્ય વેલ્યુબાઈંગ થતું જોવાયું છે. જેથી કેટલાક શેરોના ભાવો ઘટાળા સામે ઘણા અન્ય શેરોમાં તેજીના મોટા ઉછાળા નોંધાયા છે. આગામી દિવસોમાં ૩૦, ઓગસ્ટના ભારતના જુલાઈ મહિનાના ઈન્ફ્રાસ્ટ્રકચરના આંકડા અને બીજા ત્રિમાસિક માટેના જીડીપી આંકડા જાહેર થવાની સાથે વૈશ્વિક મોરચે જાપાનના કન્ઝયુમર કોન્ફિડેન્સ આંકડા જાહેર થવાના હોઈ બજારોના ટ્રેન્ડની સાથે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં ઉતાર – ચડાવ જોવાઈ શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.