January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૮.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૯૮ સામે ૮૧૮૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૬૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૧૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૪૩ સામે ૨૫૦૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૯૮૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬  પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૦૧૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

મંગળવારે વૈશ્વિક બજારોના સથવારે શેરબજારમાં ફ્લેટ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી ખુલ્યા બાદ નજીવા સુધારા સાથે બંધ થયા.નિફ્ટીએ તેની પાછલી બંધ ૨૫ હજારની સપાટીએ જાળવી રાખી હતી.સેન્સેક્સ ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૧૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૬ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૦૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૨૫૬ પોઈન્ટના સ્તરે બંધ થયો.

ઈઝારયલ અને હેઝબુલ્લા વચ્ચે વધતો તણાવ તેમજ અમેરિકી શેરબજારમાં ઘટાડાના પગલે એશિયન બારોમ પણ મિક્સ ટોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સેન્સેક્સ અને નિફ્ટી તેની રેકોર્ડ ટોચ નજીક પહોંચવા સતત પ્રયત્નશીલ બન્યા છે. ગઈકાલે નિફ્ટીએ ૨૫૦૦૦ના લેવલે બંધ આપી રોકાણકારોને તેજીનો સંદેશ આપ્યો છે.

સેક્ટરલ ઈન્ડેક્સમાં આજે નિફ્ટી મીડિયા ટોપ પર રહ્યો હતો. તે ૪.૧૦% ના વધારા સાથે ૨,૧૪૯ ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી ફાર્મા ૦.૭૭% ના વધારા સાથે ૨૨,૭૨૯ ના સ્તર પર બંધ થયો. આ પછી, બેંક નિફ્ટી ૦.૨૬% ના વધારા સાથે ૫૧,૨૭૯ ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી રિયલ્ટી ૦.૨૦% ઉછળીને ૧,૦૩૮ ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી મેટલ ૦.૬૧% ઘટીને ૯,૪૩૩ ના સ્તર પર બંધ થયો. આ પછી નિફ્ટી MNC ૦.૨૧% ઘટીને ૩૦,૯૪૫ ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી ઓટો ૦.૧૧% નબળો પડ્યો અને ૨૫,૯૧૨ ના સ્તર પર બંધ થયો.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં રિલાયન્સ,ટીવીએસ મોટર્સ,ઈન્ડીગો,ભારતી ઐરટેલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,સન ફાર્મા,વોલ્ટાસ,ટાટા મોટર્સ,જેએસડબ્લ્યુ સ્ટીલ,અંબુજા સિમેન્ટ્સ,કોલ ઇન્ડિયા અને હિન્દુસ્તાન યુનીલીવર જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,લાર્સેન,સન ટીવી,ડાબર,સિપ્લા,કોલ્પાલ,અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,ઈન્ફોસીસ,ટાટા કેમિકલ્સ,કોટક મહિન્દ્રા બેન્ક,એચસીએલ ટેકનોલોજી,જીન્દાલ સ્ટીલ,ડીએલએફ જેવા શેરો ઘટાડો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૧૨ અને વધનારની સંખ્યા ૨૧૫૦ રહી હતી,  ૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો,ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ મેનેજમેન્ટમાં સેન્સેક્સ, નિફટીમાં તુલનાત્મક ઓછી વૃદ્વિ સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોની સતત ખરીદીના પરિણામે તેજી આક્રમક બનતી જોવાઈ છે.અલબત પોર્ટફોલિયો ફેરબદલી સાથે ફંડોનું પ્રોફિટ બુકિંગ સામે મૂડીનું અન્ય વેલ્યુબાઈંગ થતું જોવાયું છે. જેથી કેટલાક શેરોના ભાવો ઘટાળા સામે ઘણા અન્ય શેરોમાં તેજીના મોટા ઉછાળા નોંધાયા છે. આગામી દિવસોમાં ૩૦, ઓગસ્ટના ભારતના જુલાઈ મહિનાના ઈન્ફ્રાસ્ટ્રકચરના આંકડા અને બીજા ત્રિમાસિક માટેના જીડીપી આંકડા જાહેર થવાની સાથે વૈશ્વિક મોરચે જાપાનના કન્ઝયુમર કોન્ફિડેન્સ આંકડા જાહેર થવાના હોઈ બજારોના ટ્રેન્ડની સાથે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં ઉતાર – ચડાવ જોવાઈ શકે છે.

અમેરિકામાં જોખમ હવે ફુગાવા તરફથી રોજગાર તરફ વળતા વ્યાજ દરમાં ઘટાડો જરૂરી બની ગયો હોવાથી આગામી સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં કપાત કરાશે તેવા ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સંકેત આપ્યા હતા.વ્યાજ દરમાં ઘટાડો કરી રોજગાર બજારને ટેકો આપવાનું જરૂરી બની ગયું છે.જો કે વ્યાજ દરમાં કપાતની માત્રા અને  સમયનો આધાર પ્રાપ્ત થનારા ડેટા પર આધારિત રહેશે. ફુગાવો વધવા તરફનું જોખમ ઘટી ગયું છે અને રોજગાર ઘટવા તરફનું જોખમ વધી ગયું છે. તાજેતરના સમયમાં ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે,ફેડરલ રિઝર્વની હવે પછીની બેઠક ૧૭ તથા ૧૮ સપ્ટેમ્બરના નિર્ધારી છે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!