રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૦૮૬ સામે ૮૧૩૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૨૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૬૯૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૮૫૪ સામે ૨૪૯૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૪૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સોમવારે શેરબજાર સારા ઉછાળા સાથે બંધ થયું.વૈશ્વિક સેન્ટિમેન્ટને કારણે ભારતીય ઇક્વિટી માર્કેટમાં વૃદ્ધિ જોવા મળી છે.આજના કારોબારમાં નિફ્ટી મેટલ અને નિફ્ટી રિયલ્ટીમાં જોરદાર ખરીદી જોવા મળી હતી.તે જ સમયે, પીએસયુ બેંકોમાં ઘટાળો જોવાયો. સેન્સેક્સ ૬૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૬૯૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૪૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૪૬ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૨૧૨ પોઈન્ટના સ્તરે બંધ થયો.
ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના મજબૂત ડોવિશ વલણ બેન્ક ઓફ જાપાનના વડા કાઝુઓ યુએડાના નિર્ણાયક હોકીશ સ્વર સાથે વિરોધાભાસી હોવાથી સોમવારે યેન ડોલર સામે ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.બેન્ક ઓફ ઈંગ્લેન્ડના વડા એન્ડ્રુ બેઈલીની ટિપ્પણીઓને પગલે ફુગાવો માર્ચ ૨૦૨૨માં છેલ્લે જોવા મળેલા સ્તરની નજીક ધકેલાઈ ગયો હતો.ગાઝા સંઘર્ષથી મધ્ય પૂર્વમાં લડાઈનો મોટો ફેલાવો પ્રાદેશિક તેલના પુરવઠાને વિક્ષેપિત કરી શકે છે તેવા ભયને કારણે સોમવારે તેલના ભાવમાં વધારો ચાલુ રહ્યો હતો.જ્યારે અમેરિકી વ્યાજદરમાં ઘટાડાથી વૈશ્વિક આર્થિક અને ઇંધણની માંગમાં વધારો થયો છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં રિલાયન્સ,એચડીએફસી બેન્ક,ટીવીએસ મોટર્સ,ઈન્ડીગો,ભારતી ઐરટેલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,વોલ્ટાસ,ટાટા મોટર્સ,જેએસડબ્લ્યુ સ્ટીલ,હિન્દુસ્તાન યુનીલીવર, ટીસીએસ,લાર્સેન,સન ટીવી,સિપ્લા,કોલ્પાલ,હવેલ્લ્સ,ઈન્ફોસીસ,ટાટા કેમિકલ્સ,કોટક મહિન્દ્રા બેન્ક,એચસીએલ ટેકનોલોજી,જીન્દાલ સ્ટીલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઝાઈડસ લાઈફ,અદાણી પોર્ટસ,કોટક મહિન્દ્રા બેન્ક,સન ફાર્મા,ગ્રાસીમ,અંબુજા સિમેન્ટ્સ અને ડીએલએફ જેવા શેરો ઘટાડો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૯૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૫૭ અને વધનારની સંખ્યા ૨૧૯૧ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, શેરબજારો ફેડના ચેરમેન જેરોમ પોવેલના ભાષણ પરથી સંકેત આપ્યો હતો કે નજીકના ભવિષ્યમાં કોઈપણ સમયે દરોમાં ઘટાડો કરવામાં આવશે નહીં.વ્યાજદરમાં ઘટાડાથી બજારોને નવી દિશા મળશે અને તેમની ઉપરની તરફનું વલણ ચાલુ રહી શકે છે.અમેરિકાનું અર્થતંત્ર મંદીમાં ખાબકી રહ્યું હોવાના સપ્તાહ અગાઉના અંદાજોને પરિણામે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા હવે વ્યાજ દરમાં ઘટાડો કરવાની ફરજ પડશે એવા અભિપ્રાયો આવવા લાગતાં આખરે યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સપ્તાહના અંતે વ્યાજ દરમાં ઘટાડાની ટૂંક સમયમાં શરૂઆત થવાના આપેલા સંકેતે વૈશ્વિક બજારોમાં ગત અઠવાડિયું તેજીનું બન્યું હતું.ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ મેનેજમેન્ટમાં સેન્સેક્સ, નિફટીમાં તુલનાત્મક ઓછી વૃદ્વિ સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોની સતત ખરીદીના પરિણામે તેજી આક્રમક બનતી જોવાઈ છે.અલબત પોર્ટફોલિયો ફેરબદલી સાથે ફંડોનું પ્રોફિટ બુકિંગ સામે મૂડીનું અન્ય વેલ્યુબાઈંગ થતું જોવાયું છે. જેથી કેટલાક શેરોના ભાવો ગબડયા સામે ઘણા અન્ય શેરોમાં તેજીના મોટા ઉછાળા નોંધાયા છે. આગામી દિવસોમાં ૩૦, ઓગસ્ટના ભારતના જુલાઈ મહિનાના ઈન્ફ્રાસ્ટ્રકચરના આંકડા અને બીજા ત્રિમાસિક માટેના જીડીપી આંકડા જાહેર થવાની સાથે વૈશ્વિક મોરચે જાપાનના કન્ઝયુમર કોન્ફિડેન્સ આંકડા જાહેર થવાના હોઈ બજારોના ટ્રેન્ડની સાથે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં ઉતાર – ચડાવ જોવાઈ શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.