રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૦૫ સામે ૮૧૨૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૯૫૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૦૫૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૭૯૮ સામે ૨૪૮૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૪૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ટ્રેડિંગના ચોથા દિવસે ગુરુવારે શેરબજારમાં નિફ્ટી અને સેન્સેક્સ બંને બેન્ચમાર્ક ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ ૧૪૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૦૫૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૪૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૦૩૫ પોઈન્ટના સ્તરે બંધ થયો. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે તેજીના પરિણામે ઘણા શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો થયો હતો.
વૈશ્વિક બજારોમાં યુ.એસ. ફેડરલ રિઝર્વની મીનિટ્સ પર નજરે તેજી સાથે સાવચેતી રહેતાં ભારતીય શેર બજારોમાં આજે આરંભિક કામકાજમાં સેન્સેક્સ, નિફટી બેઝડ સાંકડી વધઘટ બાદ નિફ્ટી મેટલ, નિફ્ટી પીએસયુ બેંક, નિફ્ટી બેંક અને નિફ્ટી રીઅલ્ટી,એફએમસીજી અને કન્ઝયુમર ડયુરેબલ્સ ફ્રન્ટલાઈન શેરો ફંડોની લેવાલીએ સુધારો આગળ વધ્યો હતો. ઈન્ડેક્સ બેઝડ મજબૂતી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોના આકર્ષણે રોકાણકારોમાં ખરીદીના માહોલ રહ્યો હતો. એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો સાથે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ, મેટલ, કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટાઇટન કંપની,લાર્સેન,કોલ્પાલ,ભારતી ઐરટેલ,ડીએલએફ,વોલ્ટાસ,ભારત ફોર્જ,ગોદરેજ પ્રોપટી,એસીસી,ટાટા કોમ્યુનિકેશન,ઈન્ફોસીસ,ટાટા કેમિકલ્સ,અંબુજા સિમેન્ટ્સ,ડાબર ઇન્ડિયા,રામકો સિમેન્ટ્સ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,ટીવીએસ મોટર્સ,ગ્રાસીમ,મુથૂટ ફાઈનાન્સ,બેર્જેર પેઈન્ટ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં રિલાયન્સ,એચસીએલ ટેકનોલોજી,ટાટા મોટર્સ,વિપ્રો લીમીટેડ,લ્યુપીન,ગ્લેનમાર્ક ફાર્મા,ટીસીએસ,હેવેલ્લ્સ,સિપ્લા,ટેક મહિન્દ્રા,સન ફાર્મા,મહાનગર ગેસ જેવા શેરો ઘટાડો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૩ અને વધનારની સંખ્યા ૨૪૫૧ રહી હતી, ૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચોમાસું સફળ નીવડી રહ્યું હોઈ આ પરિબળો મજબૂત સાથે સાથે બજારનું સેન્ટીમેન્ટ ફરી તેજીનું બનતાં આગામી દિવસોમાં નવા વૈશ્વિક નેગેટીવ પરિબળોની ગેરહાજરીના સંજોગોમાં બજારમાં નવા વિક્રમો સર્જાતા જોવાઈ શકે છે.બીજી બાજુ અમેરિકામાં મંદીની આશંકા વધવા લાગી છે,જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. પરંતુ જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને અમેરિકન અર્થવ્યવસ્થા મંદીમાં સરી જશે તો ભારતને પણ અસર થશે જેમાં અમેરિકામાં માંગ ઘટવાથી ભારતીય નિકાસમાં ઘટાડો થઈ શકે છે.આઇટી, ફાર્મા અને ટેક્સટાઇલ સેક્ટર અમેરિકન માર્કેટ પર ખૂબ જ નિર્ભર છે.આ સિવાય આર્થિક મંદી ગ્લોબલ સપ્લાય ચેઇન માટે અવરોધ બનશે જેના લીધે ભારતીય નિકાસકારો માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બનશે.આ સાથે,અમેરિકામાં મંદી વિશ્વભરના રોકાણકારોનો વિશ્વાસ ઘટાડશે જે ભારતમાં એફડીઆઈમાં ઘટાડો કરી શકે છે.જો કે, આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જે ભારત માટે ફાયદાકારક રહેશે.આવી સ્થિતિમાં સ્થાનિક માંગ,મોટી નિકાસ અને મજબૂત નાણાકીય સ્થિતિ ચોક્કસપણે ભારતને મંદીમાં જતાં અટકાવી શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.