January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૮.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૮૦૨ સામે ૮૦૬૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૬૨૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૯૦૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૭૧૧ સામે ૨૪૬૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૯૬  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે શેરબજારમાં નકારાત્મક ફ્લેટ ઓપનિંગ બાદ બંને બેન્ચમાર્ક નજીવા વધારા સાથે બંધ થયા હતા.સેન્સેક્સ ૧૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૯૦૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૯૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૨ પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૮૪૦ પોઈન્ટના સ્તરે બંધ થયો.

આજે બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો નોંધાયો છે. તે જ સમયે,આઈટી માં કોઈ ફેરફાર થયો નથી. સેક્ટરલ ઈન્ડેક્સમાં નિફ્ટી સ્મોલ કેપ ૫૦ ટોચ પર છે. જ્યારે નિફ્ટી ફાર્મા, નિફ્ટી મેટલ અને નિફ્ટી ઓટો જેવા મુખ્ય સૂચકાંકો વધારા સાથે બંધ થયા છે. નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ ૧.૩૧%નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બેન્ક ૦.૨૩% ઘટીને બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટાઇટન કંપની,ગ્રાસીમ,મુથૂટ ફાઈનાન્સ,કોટક બેન્ક,મહાનગર ગેસ,હેવેલ્લ્સ,એશિયન પેઇન્ટ્સ,હિન્દુસ્તાન યુનીલીવર આઈટીસી, નેસ્લે ઈન્ડિયા,રામકો સિમેન્ટ્સ,બજાજ ફિનસર્વ,સિપ્લા,સન ટીવી,અદાણી પોર્ટસ,બાટા ઇન્ડિયા,એક્સીસ બેન્ક,જીન્દાલ સ્ટીલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટેક મહિન્દ્રા,અલ્ટ્રાટેક સિમેન્ટ,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડકટ,ટોરેન્ટ ફાર્મા,ઓબેરોઈ રીયાલીટી,ડીએલએફ,ટીવીએસ મોટર્સ,ટાટા સ્ટીલ,એસીસી,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,પાવર ગ્રીડ,સન ફાર્મા જેવા શેરો ઘટાડો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૫ અને વધનારની સંખ્યા ૨૬૦૭ રહી હતી,  ૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૨૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો,અમેરિકામાં મંદીની આશંકા વધવા લાગી છે,જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.  તેનાથી ભારતમાં પણ આઈટી સિવાયના ઘણા ક્ષેત્રોને અસર થઈ શકે છે. ખરેખર તો અમેરિકામાં કેટલાક મુખ્ય આર્થિક સૂચકાંક મંદીના સંકેત આપી રહ્યા છે.જાન્યુઆરીના નીચા સ્તરેથી બેરોજગારીના દાવાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને જુલાઈમાં બેરોજગારીનો દર વધીને ૪.૩%ની ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.આ સિવાય મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ૯ મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે.

પરંતુ જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને અમેરિકન અર્થવ્યવસ્થા મંદીમાં સરી જશે તો ભારતને પણ અસર થશે જેમાં અમેરિકામાં માંગ ઘટવાથી ભારતીય નિકાસમાં ઘટાડો થઈ શકે છે.આઇટી, ફાર્મા અને ટેક્સટાઇલ સેક્ટર અમેરિકન માર્કેટ પર ખૂબ જ નિર્ભર છે. આ સિવાય આર્થિક મંદી ગ્લોબલ સપ્લાય ચેઇન માટે અવરોધ બનશે જેના લીધે ભારતીય નિકાસકારો માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બનશે. આ સાથે, અમેરિકામાં મંદી વિશ્વભરના રોકાણકારોનો વિશ્વાસ ઘટાડશે જે ભારતમાં એફડીઆઈમાં ઘટાડો કરી શકે છે. જો કે, આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જે ભારત માટે ફાયદાકારક રહેશે.આવી સ્થિતિમાં સ્થાનિક માંગ,મોટી નિકાસ અને મજબૂત નાણાકીય સ્થિતિ ચોક્કસપણે ભારતને મંદીમાં જતાં અટકાવી શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!