રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૪૨૪ સામે ૮૦૭૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૫૧૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૮૦૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૯૫ સામે ૨૪૬૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૨૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૦૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારમાં મિશ્ર ટ્રેન્ડ સાથે ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઝડ બે-તરફી વધઘટના અંતે સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સોમવારે રક્ષાબંધન નિમિત્તે રજાના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ રહ્યા બાદ મંગળવારના રોજ આકર્ષક ઉછાળા સાથે આગેકૂચ કરી હતી. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મીડ કેપ, સ્મોલ કેપ શેરોમાં તેજી કરી હતી. આ સાથે અમેરિકી અર્થતંત્રમાં મંદીનું જોખમ હાલ તુરત હળવું થયાના અહેવાલે લાર્જકેપ શેરોમાં તેજી સાથે રોકડાના અન્ય શેરોમાં પણ લેવાલી રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૬૧ અને વધનારની સંખ્યા ૨૩૭૧ રહી હતી, ૧૦૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૩.૨૫%, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૨૯%, ટેક મહિન્દ્ર ૨.૧૨% બજાજ ફાઈનાન્સ ૧.૫૭%, કોટક બેન્ક ૧.૪૨%, એક્સિસ બેન્ક ૧.૧૨%, સન ફાર્મા ૧.૦૩%, એનટીપીસી ૦.૮૪%, નેસ્લે ૦.૮૨% અને એશિયન પેઈન્ટ્સ ૦.૮૨% વધ્યા હતા, જ્યારે ભારતી એરટેલ ૧.૩૭%, આઈટીસી ૦.૪૬%, અદાણી પોર્ટ્સ ૦.૨૭%, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૨૧%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૬% અને ટાટા મોટર્સ ૦.૧૦% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૩૮ લાખ કરોડ વધીને ૪૫૬.૭૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૪ કંપનીઓ વધી અને ૬ કંપનીઓ ઘટી હતી. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૨૧% ઘટ્યો હતો, જ્યારે બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૫૦% વધ્યો હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચાલુ નાણાંકીય વર્ષના સપ્ટેમ્બરમાં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં મર્ચેન્ડાઈઝ નિકાસમાં જે પણ વધારો થયો છે તે સતત મજબૂત આર્થિક પ્રવૃત્તિઓને કારણે થશે. જો કે, કેટલાક જોખમોથી પ્રભાવિત થઈ શકે છે. ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં નોંધાયેલા ૫.૮% વૃદ્ધિની સરખામણીએ સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે ભારતની મર્ચેન્ડાઈઝ નિકાસમાં વૃદ્ધિ ઘટીને ૪% થઈ શકે છે તેમ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું. વિકસિત અર્થતંત્રોની અનિશ્ચિત સ્થિતિ, ભૌગોલિક રાજકીય આંચકા, પશ્ચિમ એશિયાની કટોકટી અને અન્ય પરિબળોની વચ્ચે ભૌગોલિક – આર્થિક વિભાજનનો સમાવેશ થાય છે.
આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસ ઝડપી ગતિએ વધી હતી. એપ્રિલ – જૂન દરમિયાન, ભારતનું વિદેશી શિપમેન્ટ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૫.૮% વધીને ૧૦૯.૯ બિલિયન ડોલર થયું હતું. જુલાઈ – સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન નોન – ઓઈલ નિકાસ વાર્ષિક ધોરણે ૬.૨૬% વધીને ૮૯.૮ બિલિયન ડોલર થવાની શક્યતા છે. કુલ મર્ચેન્ડાઇઝ નિકાસ અને નોન-ઓઇલ નિકાસમાં હકારાત્મક વદ્ધિ દર છેલ્લા ત્રણ ક્વાર્ટરથી ચાલુ છે અને તે ચાલુ રહેવાની શક્યતા છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in