January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૮.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૪૩૬ સામે ૮૦૬૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૩૩૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૪૨૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૮૫ સામે ૨૪૬૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૫૩૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૫૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી અર્થતંત્ર માટે મંદીનો ભય ટળતાં અને પોઝિટીવ સંકેતે આજે સપ્તાહના પ્રથમ દિવસે એશીયાના બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને યુટિલિટીઝ શેરો અને કોમોડિટીઝ શેરોની આગેવાનીએ શરૂઆતી તબક્કામાં ઉછાળો જોવા મળ્યો હતો, જો કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા તમમાં ઉછાળો ધોવાઇ અંતે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં અમેરિકામાં રિટેલ વેચાણના આંકડા સારા આવતાં અને મંદીનો ભય ટળ્યો હોવાના સંકેતે અમેરિકી શેરબજારોમાં ગત સપ્તાહેની તેજી પાછળ એશીયા, યુરોપના બજારોમાં રિકવરી રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, બેંકેકસ અને કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૧૬ અને વધનારની સંખ્યા ૨૭૧૦ રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૨.૯૪%, ટીસીએસ લિ. ૧.૬૫%, એનટીપીસી લિ. ૧.૧૯%, જેએસડબલ્યુ સ્ટીલ ૧.૧૬%, એશિયન પેઇન્ટ ૦.૮૯%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૧%, ટાઈટન કંપની લિ. ૦.૬૭%, એચસીએલ ટેકનોલોજી ૦.૫૫%, ટેક મહિન્દ્ર ૦.૪૬% અને પાવર ગ્રીડ ૦.૪૩% વધ્યા હતા, જ્યારે મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૬૫%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૩૦%, એક્સીસ બેન્ક ૧.૨૦%, ભારતી એરટેલ ૧.૦૧%, ટાટા મોટર્સ ૧.૦૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૯૯%, નેસલે ઈન્ડિયા ૦.૭૪%, મારુતિ સુઝુકી ૦.૬૦%, લાર્સન લી. ૦.૩૩% અને આઈટીસી લી.૦.૨૮% ઘટયા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૮૦ લાખ કરોડ વધીને ૪૫૪.૩૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓ વધી અને ૧૨ કંપનીઓ ઘટી હતી. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૧.૨૬% અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૧૦ વધ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થતંત્રનું એક ઉજ્જવળ પાસું સેવા ક્ષેત્રની નિકાસની ગતિ છે. ભારતીય રિઝર્વ બેંકના માસિક બુલેટિનમાં પ્રકાશિત થયેલ ડેટા મુજબ ડોલરના સંદર્ભમાં ભારતની સેવાઓની નિકાસ છેલ્લા ત્રણ દાયકાઓમાં એટલે કે ૧૯૯૩ અને ૨૦૨૨ ની વચ્ચે ૧૪%થી વધુના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ પામી છે. પરિણામે, સમાન સમયગાળામાં સેવાઓની નિકાસમાં ભારતનો હિસ્સો ૦.૫%થી વધીને ૪.૩% થયો છે.આના કારણે ભારત વિશ્વમાં સાતમો સૌથી મોટો સર્વિસ એક્સપોર્ટર બન્યો છે. ટેક્નોલોજી ક્ષેત્ર ઉપરાંત, ભારતની મુસાફરી ક્ષેત્રની કામગીરી પણ મજબૂત રહી છે, જો કે તે હજી પણ કોરોનાની અસર સાથે સંઘર્ષ કરી રહ્યું છે અને પ્રવાસન પણ તેનો એક ભાગ છે.

ભારતે પરિવહન સેવાઓની નિકાસમાં પણ સારું પ્રદર્શન કર્યું છે અને આવકની દ્રષ્ટિએ તેનો ક્રમ ૨૦૦૫માં ૧૯મા ક્રમેથી વધીને ૨૦૨૨માં ૧૦મા ક્રમે આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓના સંશોધનોએ દર્શાવ્યું છે કે બાહ્ય માંગ અને ભાવની સ્પર્ધા સેવા ક્ષેત્રની નિકાસને ખૂબ અસર કરે છે. ઉદાહરણ તરીકે, વૈશ્વિક જીડીપીમાં એક ટકાનો વધારો દેશની સેવા ક્ષેત્રની નિકાસમાં ૨.૫% વધારા તરફ દોરી જાય છે. વધુમાં, વાસ્તવિક અસરકારક વિનિમય દરમાં એક ટકાનો વધારો વાસ્તવિક સેવાઓની નિકાસમાં ૦.૮%ના ઘટાડા તરફ દોરી શકે છે. આગામી વર્ષોમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પ્રમાણમાં નબળી રહેવાની ધારણા હોવાથી સેવાની નિકાસને પણ પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

COAL INDIA

MOIL LTD

error: Content is protected !!