January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૮.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૧૦૫ સામે ૭૯૭૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૩૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૪૩૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૧૭૪ સામે ૨૪૩૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૨૩૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૫૯૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે મજબૂત વૈશ્વિક પરિબળોના પગલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. અમેરિકાનો ફુગાવો ૩ વર્ષના તળિયે નોંધાતા આગામી સપ્ટેમ્બરથી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો ઘટવાની શક્યતા પ્રબળ બનતા અમેરિકી, યુરોપ અને એશિયન બજારોમાં સુધારા સાથે આજે ભારતીય શેરબજારને ટેકો મળ્યો હતો.

અમેરિકામાં મંદીની ભીતિના વાદળો વચ્ચે વૈશ્વિક સ્તરે ૫ ઓગસ્ટથી વેચવાલીનું પ્રમાણ વધ્યું હતું. જો કે, અમેરિકા દ્વારા જારી ફુગાવાના આંકડાઓએ રાહત આપતાં મંદીના વાદળો દૂર થયા હતા અને ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શરૂઆત થવાના અંદાજ સાથે સ્થાનિક સ્તરે વિદેશી રોકાણ વધવાના આશાવાદએ સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, રિયલ્ટી, ટેક, સર્વિસીસ, ઓટો, કોમોડિટીઝ, કેપિટલ ગુડ્સ, પાવર, ફાઈનાન્શિયલ સર્વિસીસ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૭ અને વધનારની સંખ્યા ૨૪૬૨ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટેક મહિન્દ્ર ૪.૦૨%, ટાટા મોટર્સ ૩.૪૭%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૩.૪૫%, ટીસીએસ લિ. ૨.૯૧%, એચસીએલ ટેકનોલોજી ૨.૬૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૬૦%, ટાટા સ્ટીલ ૨.૨૯%, આઈટીસી ૨.૧૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૧૭% અને અદાણી પોર્ટ ૨.૦૭% વધ્યા હતા, જ્યારે સન ફાર્મા ૦.૦૩% ઘટ્યો હતો.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૭.૩ લાખ કરોડ વધીને ૪૫૧.૫૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૯ કંપનીઓ વધી અને ૧ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. 

મિત્રો, અમેરિકામાં મંદીની આશંકા વધવા લાગી છે, જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, જાન્યુઆરીના નીચા સ્તરેથી બેરોજગારીના દાવાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને જુલાઈમાં બેરોજગારીનો દર વધીને ૪.૩%ની ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ૯ મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે. ઉપરાંત સિસ્કો, ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ જેવી મોટી મોટી કંપનીઓે તેમના કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. ચિંતાની વાત એ છે કે છટણીનો આ સિલસિલો આગામી દિવસોમાં અટકે તેમ લાગતું નથી અને તેની  સીધી અસર ભારતના આઈટી સિવાયના ઘણા ક્ષેત્રોને અસર થઈ શકે છે.

આગામી દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને અમેરિકન અર્થવ્યવસ્થા મંદીમાં સરી જશે તો ભારતને સીધી અસર થશે જેમાં અમેરિકામાં માંગ ઘટવાથી ભારતીય નિકાસમાં ઘટાડો થઈ શકે છે. આઇટી, ફાર્મા અને ટેક્સટાઇલ સેક્ટર અમેરિકન માર્કેટ પર ખૂબ જ નિર્ભર છે. આ સિવાય આર્થિક મંદી ગ્લોબલ સપ્લાય ચેઇન માટે અવરોધ બનશે જેના લીધે ભારતીય નિકાસકારો માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બનશે. આ સાથે, અમેરિકામાં મંદી વિશ્વભરના રોકાણકારોનો વિશ્વાસ ઘટાડશે જે ભારતમાં એફડીઆઈમાં ઘટાડો કરી શકે છે. જો કે, આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જે ભારત માટે ફાયદાકારક રહેશે. આવી સ્થિતિમાં સ્થાનિક માંગ, મોટી નિકાસ અને મજબૂત નાણાકીય સ્થિતિ ચોક્કસપણે ભારતને મંદીમાં જતાં અટકાવી શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

COAL INDIA

MOIL LTD

error: Content is protected !!