રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૯૫૬ સામે
૭૯૦૬૫ પોઈન્ટના મથાળેથી
ખુલીને ૭૮૮૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી
લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…
સરેરાશ ૩૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય
શેરબજારનો સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૧૦૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ
થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૧૬૧ સામે ૨૪૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૧૭૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં અવિરત ખરીદી
અને વૈશ્વિક મોરચે ઈઝારાયેલ દ્વારા ગાઝામાં યુદ્વ વિરામના પોઝિટીવ પરિબળોએ આજે અમેરિકન
શેરબજારોમાં તેજી સાથે આજે એશિયાઈ બજારો અને યુરોપિયન બજારોમાં પણ તેજી તરફી વલણ સાથે
ભારતીય અર્થતંત્ર પોઝીટીવ અહેવાલોના પગલે ફંડો, ખેલાડીઓ તેમજ એચએનઆઇ ઇન્વેસ્ટરો
દ્વારા હેવી વેઇટ શેરોમાં હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા
મળી હતી.
ચોમાસું દેશભરમાં સફળ રહેતાં આ વખતે વાહનોની ખરીદી વધવાના પોઝિટીવ પરિબળ તેમજ આઈટી,
ટેક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં આજે ફંડોની ખરીદીના આકર્ષણે આજે સપ્તાહના
ત્રીજા દિવસે ભારતીય શેરબજાર આરંભિક બે તરફી અફડાતફડી બાદ પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા
હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ
ઈન્વેસ્ટરોએ કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને ઓટો શેરોમાં ભારે ખરીદી કરતાં
માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૭% ઘટીને બંધ
રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, ટેક, કંઝ્યુમર
ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે
અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ
ટ્રેડીંગ થયેલી ૪૦૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૨૫ અને વધનારની સંખ્યા ૧૪૯૮ રહી
હતી, ૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટીસીએસ લિ. ૨.૩૦%, એચસીએલ ટેકનોલોજી ૨.૦૯%, ઇન્ફોસિસ ૧.૪૪%, ટેક મહિન્દ્ર ૧.૪૧%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦૨%, ભારતી એરટેલ ૦.૮૫%, ટાટા મોટર્સ ૦.૮૦% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૭૮% વધ્યા હતા, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૪૬%, જેએસડબ્લ્યૂ સ્ટીલ ૧.૯૩%, ટાટા સ્ટીલ ૧.૮૧%, અદાણી પોર્ટ્સ ૧.૪૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૯૭%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૮૬%, બજાજ ફિનસર્વ ૦.૮૨% અને એક્સિસ બેન્ક ૦.૬૩% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, સ્થાનિક
સ્તરે ચોમાસું સફળ નીવડી રહ્યું હોઈ આ પરિબળો મજબૂત હોવા સાથે ગત સપ્તાહે રિઝર્વ
બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ જાળવી રાખતા હાલ સેન્ટીમેન્ટને
ડહોળાતું અટકાવ્યું છે તેમજ લોકલ ફંડો – મ્યુચ્યુઅલ ફંડોમાં સિસ્ટેમેટિક
ઈન્વેસ્ટમેન્ટ પ્લાન થકી સતત વહેતાં રિટેલ રોકાણકારોના પ્રવાહના વૃદ્વિના આંકડા
સાથે લોકલ ફંડોની જંગી ખરીદીએ બજારને ટેકો મળ્યો છે. રિટેલ રોકાણકારોના વધતા જતા
વિશ્વાસને કારણે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. એસઆઈપી
એસેટસ જુલાઈમાં ૫.૩૦% વધી રૂ.૧૩.૦૯ લાખ કરોડ પર પહોંચી ગઈ હતી. મ્યુચ્યુઅલ ફન્ડ
ઉદ્યોગની કુલ એયુએમ રૂ.૬૪.૯૭ લાખ કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ રહી હતી.
સેન્ટીમેન્ટ
ફરી તેજીનું બનતાં આગામી દિવસોમાં નવા વૈશ્વિક નેગેટીવ પરિબળોની ગેરહાજરીના
સંજોગોમાં બજારમાં નવા વિક્રમો સર્જાતા જોવાઈ શકે છે, જો કે ઈઝરાયેલ – ઈરાન વચ્ચે
સીધા યુદ્વનો ખતરો હાલ તુરત ટળતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થયા સાથે ૧૫, ઓગસ્ટના
ગુરૂવારે સ્વતંત્રતા દિવસ અને પારસી નવી વર્ષ નિમિતે શેરબજારો બંધ રહેનાર હોવાથી આગામી
દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
Past Performance is not an Indicator of Future
Returns. The securities quoted are for illustration only and are not
recommendatory. Investment in securities market are subject to market risks. Read
Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in