રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૭૦૫ સામે ૭૯૩૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૨૨૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૮૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૬૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૦૧ સામે ૨૪૩૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૨૭૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૩૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના અહેવાલ સામે આવ્યા બાદ સોમવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું.સવારે ટ્રેડિંગની શરૂઆતમાં, નિફ્ટી ૪૭ પોઈન્ટ ઘટીને,જ્યારે સેન્સેક્સે ૪૨૫ પોઈન્ટના ઘટાડા બાદ કામકાજ શરૂ કર્યું હતું. આજના ટ્રેડિંગ સેશનમાં હિંડનબર્ગ રિપોર્ટની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી,જોકે અદાણી ગ્રુપની કંપનીઓમાં ૭% નો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.સેન્સેક્સ,નિફટીમાં અસાધારણ વોલેટીલિટીના અંતે નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની વેચવાલીના દબાણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં ઘટાળો જોવા મળીયો હતો.
સેન્સેક્સ ૫૭ પોઈન્ટના ઘટાળા સાથે ૭૯૬૪૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૧ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૩૬૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૭૩૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.સોમવારે, નિફ્ટી મેટલ ૧.૩૨% ના વધારા સાથે નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં ટોચ પર છે,જ્યારે નિફ્ટી રિયલ્ટીએ ૦.૭૫% નો વધારો નોંધાવ્યો છે. આ સિવાય નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ ૦.૫૪% ના વધારા સાથે બંધ થયા છે. તે જ સમયે, નિફ્ટી પીએસયુ બેંક મહત્તમ ૧.૧૮% ના ઘટાડા સાથે ૭૯૧૨ ના સ્તર પર બંધ થયો. આ પછી નિફ્ટી એનર્જી ૦.૬૯% ઘટીને ૪૨,૯૧૬ ના સ્તર પર બંધ થયો.આજે સવારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ૭% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો અને તેથી રોકાણકારોને અંદાજે રૂ. ૫૩,૦૦૦કરોડનું નુકસાન થયું હતું. લાખ કરોડ સુધી ઘટી હતી.
ટોપ ગેનર્સમાં હેવેલ્લ્સ,ઈન્ફોસીસ,ગ્રાસીમ,વોલ્ટાસ,કોટક મહિન્દ્રા બેન્ક,એક્સીસ બેન્ક,ટાટા મોટર્સ,હિન્દાલ્કો,જીન્દાલ સ્ટીલ,ડીએલએફ,ગોદરેજ પ્રોપ.,મહાનગર ગેસ,એચડીએફસી બેન્ક,જીએનએફસી,ગ્લેનમાર્ક ફાર્મા,ટેક મહિન્દ્રા,ઓરબિંદો ફાર્મા,અંબુજા સિમેન્ટ્સ,અપોલો ટાયર જેવા શેરો ઉછાળા સાથે બંધ થયા છે.આજના ટોપ લુઝર્સમાં અદાણી એન્ટર,ઈન્ડીગો,લાર્સેન,લ્યુપીન,સન ફાર્મા,એચસીએલ ટેકનોલોજી,ભારતી ઐરટેલ,સન ટીવી,કોલ ઇન્ડિયા,વિપ્રો જેવા શેરોમાં ઘટાડો નોંધાયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૨૬ અને વધનારની સંખ્યા ૧૯૪૨ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૨૮૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ઈઝરાયેલ-ઈરાન વચ્ચે સીધા યુદ્વનો ખતરો હાલ તુરત ટળતાં જીઓપોલિટીકલ ટેન્શન ગત સપ્તાહમાં હળવું થવાની સાથે અમેરિકામાં મંદીનો હાઉ ગત સપ્તાહમાં ક્ષણિક વૈશ્વિક બજારોને આંચકા આપ્યા બાદ ફરી તેજી જોવાઈ છે. અમેરિકામાં યુ.એસ. ફેડરલ રિઝર્વ પર વ્યાજ દરમાં ઘટાડાનું દબાણ વધતું જોવાયું છે. અમેરિકા માટે અત્યારે આર્થિક મોરચે અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું હોઈ અમેરિકી બજારો પણ અનિશ્ચિત ચાલ બતાવી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સજી રહ્યા છે.વોલેટીલિટી વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં પણ ગત સપ્તાહમાં અફડાતફડી જોવાઈ અંતે સેન્સેક્સે અને નિફટીએ ઉછાળો આપી શેરોમાં સાર્વત્રિક તેજી લાવી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) જે શેરોમાં વેચવાલ હતા એ સપ્તાહના અંતે શુક્રવારે નેટ ખરીદદાર બન્યા છે. જ્યારે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી સતત વહેતાં રિટેલ રોકાણકારોના પ્રવાહના વૃદ્વિના આંકડા સાથે શુક્રવારે લોકલ ફંડોની રૂ.૩૯૮૦ કરોડના શેરોની જંગી ખરીદીએ બજારને મોટો ઉછાળો આપ્યો છે.ચોમાસું સફળ નીવડી રહ્યું હોઈ આ પરિબળો મજબૂત હોવા સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ જાળવી રાખીને હાલ સેન્ટીમેન્ટને ડહોળાતું અટકાવ્યું છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.