રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૭૫૯ સામે ૭૮૯૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૪૯૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૫૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૧૦૨ સામે ૨૪૨૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૦૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૦૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મંગળવારે શેરબજારમાં બમ્પર ગેપ અપ ઓપનિંગ થયું હતુ.ત્યારબાદ વેચવાલી જોવા મળી હતી. છેલ્લા બે દિવસના ભારે ઘટાડા બાદ શેરબજારમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.સેન્સેક્સ ૧૬૬ પોઈન્ટના ઘટાળા સાથે ૭૮૫૯૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૩ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૦૯૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૧૫ પોઈન્ટના ઘટાળા સાથે ૪૯૯૦૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે સૌથી વધુ ઘટાડો નિફ્ટી પીએસયુ બેન્ક, નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો જેવા મુખ્ય ક્ષેત્રોમાં જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી આઈટી, નિફ્ટી મેટલ જેવા મુખ્ય ક્ષેત્રોમાં મહત્તમ ખરીદી જોવા મળી હતી.
શરૂઆતના ટ્રેડમાં નિફ્ટી અને સેન્સેક્સમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં મંદીના ડર વચ્ચે છેલ્લા સત્ર દરમિયાન વિશ્વભરના બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જો કે આજે એશિયાઈ બજારોમાં જોરદાર રિકવરી જોવા મળી હતી, જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ગઈકાલે માર્કેટ કડડભૂસ થવા સાથે રોકાણકારોની મૂડી ૧૫.૩૮ લાખ કરોડ ઘટ્યા બાદ આજે મૂડી ૩ લાખ કરોડ વૃદ્ધિ સાથે ખોટ થોડાક અંશે સરભર થઈ છે. ઈન્ડિયા વીઆઈએક્ષ ૮.૨૬% તૂટી ૧૮.૬૮ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે માર્કેટ ઘણા અંશે સ્થિર બન્યું હોવાનો સંકેત આપે છે. જો કે, વૈશ્વિક સ્તરે અમેરિકી શેર બજારમાં મંદીનું જોર વધ્યું છે. ગઈકાલ ડાઉ જોન્સ ૧૦૩૩ પોઈન્ટ જ્યારે નાસડેક ૫૭૬ પોઈન્ટના કડાકા સાથે શેરબજાર માટે બે વર્ષનો સૌથી ખરાબ દિવસ રહ્યો હતો. બીજી બાજુ એશિયન બજારોમાં નિક્કેઈ, કોસ્પી સહિતના શેર માર્કેટ રિકવર થયા હતા.
ટોપ ગેનર્સ ઈન્ડીગો,ઈન્ફોસીસ,ટેક મહિન્દ્રા,લાર્સેન,કોલ્પાલ,ટોરેન્ટ ફાર્મા,રિલાયન્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,અદાણી પોર્ટસ,વોલ્ટાસ,એચસીએલ ટેકનોલોજી,ઇપ્કા લેબ,જેએસડબ્લ્યુ સ્ટીલ,રામકો સિમેન્ટ્સ,વિપ્રો,આઈટીસી અને ટાટા પાવર ઉછાળા સાથે બંધ થયા છે.આજના ટોપ લુઝર્સમાં કોટક બેન્ક,ટાટા મોટર્સ,ટાટા કોમ્યુનિકેશન,એચડીએફસી બેન્ક,મુથૂટ ફાઈનાન્સ,ટીવીએસ મોટર્સ,લ્યુપીન,સન ફાર્મા,ટાટા કેમિકલ્સ,મહાનગર ગેસ અને એક્સીસ બેન્કના શેરમાં પણ ઘટાડો નોંધાયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૮૩ અને વધનારની સંખ્યા ૧૫૫૧ રહી હતી, ૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૩૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, આજથી આરબીઆઈની મોનેટરી પોલિસી બેઠક શરૂ થઈ ચૂકી છે. ગુરૂવારે હોમ અને કાર લોનના ઈએમઆઈ ઘટવાની શક્યતા છે કે નહીં, તેના પર વિવિધ અટકળો લગાવી રહ્યા છે.૬ થી ૮ ઓગસ્ટ યોજાનારી એમપીસી બેઠકમાં વ્યાજના દરો પર ચર્ચા થશે, બાદમાં ૮ ઓગસ્ટે આ મામલે જાહેરાત કરવામાં આવશે.આરબીઆઈ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરશે નહીં તેના પર બજારની નઝર રહેશે.આરબીઆઈ રેપો રેટ ૬.૫%પર જાળવી રાખશે. આર્થિક વૃદ્ધિ ઝડપથી વધી રહી હોવા છતાં ફુગાવાના ભારણ અને જિયો-પોલિટિકલ ક્રાઈસિસની અસરોને દૂર કરવા વ્યાજના દરો જાળવી રાખવા જરૂરી છે.યુએસ ફેડરલ રિઝર્વે હાલમાં તેના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, તેણે સંકેત આપ્યા છે કે આગામી મહિનાઓમાં તે વ્યાજના દરોમાં ડોવિશ વલણ અપનાવી શકે છે. બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક બજારોની ઉથલપાથલ અને કોર્પોરેટ પરિણામો, ચોમાસાની પ્રગતિ વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.જીઓપોલિટીકલ ટેન્શન અને અમેરિકા મંદીમાં ફસકી પડવાના જોખમે ફરી વૈશ્વિક આર્થિક મંદીના ઝળુંબતા જોખમે વૈશ્વિક બજારોમાં દિવસોમાં મોટા કડાકા બોલાયા છે. ઈઝરાયેલ એક તરફ હમાસ અને તેમના દુશ્મનોનો સતત આક્રમકતા સાથે ખાતમો બોલાવી રહ્યું છે,ત્યારે ઈરાન, લેબનોન સહિત હવે ઈઝરાયેલ સામે સીધુ યુદ્વ કરવાની તૈયારીને લઈ વૈશ્વિક ટેન્શન વધી રહ્યું છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.