January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૮.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૮૧ સામે ૭૮૫૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૨૯૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૪૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૭૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૧૧ સામે ૨૪૫૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૯૧૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૦૯૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વૈશ્વિક રિકવરીની ચિંતા વચ્ચે, ટ્રેડિંગના પ્રથમ દિવસે શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી હતી. ભારતીય શેરબજાર માં ગત અઠવાડિયાના છેલ્લા દિવસ એટલે કે શુક્રવારે મોટા કડાકા બાદ ફરી એકવાર સોમવારે બજાર ખુલતાં જ અફરાતફરી મચી ગઇ હતી. અમેરિકામાં મંદીના ભણકારા સાથે અમેરિકન સ્ટૉક માર્કેટ ડગમગ્યું તો તેની સીધી અસર હવે ભારતીય શેરબજારમાં દેખાઈ. જ્યાં પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો ત્યાં બજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી એકાએક વેચવાલી જોવા મળી હતી.

સેન્સેક્સ ૨૨૨૨ પોઈન્ટના ઘટાળા સાથે ૭૮૭૫૯  પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૧૭ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૦૯૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨૭૮ પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૧૫૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. આજે, નિફ્ટી આઇટી, નિફ્ટી બેન્ક, નિફ્ટી મેટલ, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી મિડકેપ ૧૦૦જેવા મુખ્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધવામાં આવ્યો છે. બીએસઈ સેન્સેક્સની શરૂઆત જ ૮૦૦૦૦ ની નીચે થઈ. લગભગ ૨૪૦૦ પોઈન્ટનો ઘટાળો જોવા મળીયો હતો. કડાકો બોલાઈ જતાં રોકાણકારોના ૧૫ લાખ કરોડ સ્વાહા થઇ ગયા હતા.  

હકીકતમાં અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટામાં મોટો ઘટાડો થયો છે, જે સંકેત આપી રહ્યું છે કે અમેરિકામાં મંદી આવી શકે છે. આ ઉપરાંત, બેરોજગારોની સંખ્યામાં પણ રેકોર્ડ વધારો થયો છે, જેની સીધી અસર અમેરિકન બજાર પર પડી છે. બીજી બાજુ આઇટી સેક્ટરમાં છટણીની જાહેરાતને કારણે સંકટ વધુ ઘેરાયું છે. જેના કારણે વૈશ્વિક આઇટી ક્ષેત્ર પણ ભારે દબાણ હેઠળ છે. આ દરમિયાન મધ્યપૂર્વના દેશોમાં ફરી એકવાર તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર ઈરાને હમાસના પ્રમુખ ઈસ્માઈલ હાનિયાના મોતનો બદલો લેવાના સોગંદ લીધા છે. તે ગમે ત્યારે ઈઝરાયલ પર આક્રમણ કરી શકે છે અને તેનાથી નવા યુદ્ધના એંધાણ સર્જાયા છે. અમેરિકાએ પણ આ ક્ષેત્રમાં સૈન્ય હાજરી વધારી દીધી છે જેનાથી દુનિયાભરના રોકાણકારોનું ટેન્શન ફરી વધી ગયું છે. 

ટોપ ગેનર્સ અદાણી વિલ્મર, નેસ્લે ઈન્ડિયા અને એશિયન પેઇન્ટ ઉછાળા સાથે બંધ થયા છે. આ કંપનીઓના શેર સિવાયના તમામ શેર ઘટવાના કારણે બંધ થયા છે.આજના ટોપ લુઝર્સમાં ઈન્ડીગો,લાર્સેન,રિલાયન્સ,એસ્કોર્ટ્સ, ,સન ટીવી,ઈન્ડીગો,બાટા ઇન્ડિયા,ટેક મહિન્દ્રા,વોલ્ટાસ,રિલાયન્સ લીમીટેડ,ગોદરેજ કન્ઝ્યુમર,લ્યુપીન,એક્સીસ બેન્ક,ગ્રાસીમ,કોલ્પાલ,એચસીએલ ટેકનોલોજી,ઈન્ફોસીસ,અદાણી એન્ટર.,ટીવીએસ મોટર્સ,બાટા ઇન્ડિયા,બાલક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝ,મુથૂત ફાઈનાન્સ,અદાણી પોર્ટસ, લીમીટેડ,ટાટા મોટર્સ, ટોરેન્ટ ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લાર્સેન,ટાટા કન્ઝ્યુમર,હેવેલ્લ્સ,મહાનગર ગેસ,ટેક મહિન્દ્રા,વોલ્ટાસ, રામકો સિમેન્ટ્સ, સન ફાર્મા, કોટક બેંક, ગુજરાત ગેસ,ગ્લેનમાર્ક ફાર્મા,જીન્દાલ સ્ટીલ, અંબુજા સિમેન્ટના શેરમાં પણ ઘટાડો નોંધાયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૮૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૪૨૯ અને વધનારની સંખ્યા ૬૬૬ રહી હતી,  ૧૧૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૫૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક બજારોની ઉથલપાથલ અને કોર્પોરેટ પરિણામો, ચોમાસાની પ્રગતિ વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.જીઓપોલિટીકલ ટેન્શન અને અમેરિકા મંદીમાં ફસકી પડવાના જોખમે ફરી વૈશ્વિક આર્થિક મંદીના ઝળુંબતા જોખમે વૈશ્વિક બજારોમાં દિવસોમાં મોટા કડાકા બોલાયા છે. ઈઝરાયેલ એક તરફ હમાસ અને તેમના દુશ્મનોનો સતત આક્રમકતા સાથે ખાતમો બોલાવી રહ્યું છે,ત્યારે ઈરાન, લેબનોન સહિત હવે ઈઝરાયેલ સામે સીધુ યુદ્વ કરવાની તૈયારીને લઈ વૈશ્વિક ટેન્શન વધી રહ્યું છે. પહેલા જ મોંઘવારી અને ઊંચા વ્યાજ દરોના કારણે મંદ વૃદ્વિનો સામનો કરી રહેલા અમેરિકા, યુરોપના દેશોની સ્થિતિ ઈઝરાયેલ-ઈરાન મામલે વિશ્વ પર યુદ્વ થોપાવાના સંજોગોમાં વધુ કઠિન બનવાની શકયતા છે. અલબત બીજી તરફ યુદ્વનું આ પરિબળ વધુ વકરવાના સંજોગો સિવાય એડવાન્ટેજ ભારત બની રહી વિદેશી ફંડોનો રોકાણ પ્રવાહ અત્યારે ઊંચુ વળતર અપાવતાં અને ઈન્ડિયા ગ્રોથ સ્ટોરીને જોઈ ભારતમાં આગામી દિવસોમાં ઠલવાય એવી શકયતા છે. આ સાથે લોકલ ફંડોના અવિરત રોકાણ પ્રવાહ થકી તેજી ટૂંકા વિરામ કે સમયાંતરે કરેકશન બાદ વધુ નવી ઊંચાઈના ઈતિહાસ રચતી જોવાય એવી શકયતા રહેશે. કેમ કે ભારતીય કોર્પોરેટ પરિણામો એકંદર સારા આવી રહ્યા હોવા સાથે ચોમાસું સફળ નીવડી રહ્યું હોઈ આ પરિબળો મજબૂત હોવા સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળા ટકતાં નહીં હોઈ ઘટાડા તરફી વલણ ભારત માટે પોઝિટીવ પરિબળ છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!