January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૮.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૮૬૭ સામે ૮૧૧૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૮૬૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૯૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૩૨ સામે ૨૪૮૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના છેલ્લા દિવસે  વૈશ્વિક સ્તરે નેગેટિવ પરિબળોના પગલે આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. ગઈકાલે ઓલટાઈમ હાઈ નોંધાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ તેમજ અમેરિકાના પીએમઆઈ અને બેરોજગારીના નબળા આંકડાઓના કારણે સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ ૮૮૫ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૯૮૧  પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૩૨ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૭૦૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૩૩ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૪૨૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. આજે, નિફ્ટી આઇટી, નિફ્ટી બેન્ક, નિફ્ટી મેટલ, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી મિડકેપ ૧૦૦જેવા મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધવામાં આવ્યો છે. શેરબજારમાં આવેલા ભૂકંપના કારણે બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓના વેલ્યુએશનમાં રૂ૪.૫૬ લાખ કરોડનો ઘટાડો થયો છે, જેના કારણે માર્કેટ કેપ રૂ. ૪૫૭.૩૬ લાખ કરોડ થઈ ગયું છે.

વૈશ્વિક રિકવરીની ચિંતા વચ્ચે, ટ્રેડિંગના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી હતી. વાસ્તવમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને રેકોર્ડ સ્તરે ઘટાડા સાથે બંધ થયા છે. અમેરિકાનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અપેક્ષા કરતાં વધુ ઘટ્યો છે. જે જૂનમાં ૪૮.૫ના લેવલથી ઘટી જુલાઈમાં ૪૬.૮ નોંધાયો છે, તેમજ બેરોજગારીના દરમાં પણ ૦.૦૧% નો વધારો નોંધાતાં અમેરિકી, યુરોપિયન બજારોમાં ઘટાડો નોંધાયો હતો. જેના સથવારે એશિયન બજારો પણ શુષ્ક રહ્યા છે.

ટોપ ગેનર્સ ઝોમેટો, અદાણી વિલ્મર, પેટીએમ, જે એન્ડ કે બેંક, ફિલિપ્સ કાર્બન,એચડીએફસી બેંક,રામકો સિમેન્ટ્સ,ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, કોટક બેંક, નેસ્લે ઈન્ડિયા,ગુજરાત ગેસ અને એશિયન પેઇન્ટ ઉછાળા સાથે બંધ થયા છે. આ કંપનીઓના શેર સિવાયના તમામ શેર ઘટવાના કારણે બંધ થયા છે.

આજના ટોપ લુઝર્સમાં કમિન્સ ઈન્ડિયા,એસ્કોર્ટ્સ, બિરલાસોફ્ટ,મારુતિ સુઝુકી, ઈન્ડીગો,બાટા ઇન્ડિયા,ટેક મહિન્દ્રા,વોલ્ટાસ,રિલાયન્સ લીમીટેડ,ગોદરેજ કન્ઝ્યુમર,લ્યુપીન,એક્સીસ બેન્ક,લાર્સેન,ગ્રાસીમ,કોલ્પાલ,એચસીએલ ટેકનોલોજી,ઈન્ફોસીસ,અદાણી એન્ટર.,ટીવીએસ મોટર્સ,બાટા ઇન્ડિયા,બાલક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝ,મુથૂત ફાઈનાન્સ,અદાણી પોર્ટસ, લીમીટેડ,ટાટા મોટર્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લાર્સેન,કોલ્પાલ,ટાટા કન્ઝ્યુમર,હેવેલ્લ્સ,મહાનગર ગેસ,ટેક મહિન્દ્રા,વોલ્ટાસ,ગ્લેનમાર્ક ફાર્મા,જીન્દાલ સ્ટીલ, અંબુજા સિમેન્ટના શેરમાં પણ ઘટાડો નોંધાયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૧૨ અને વધનારની સંખ્યા ૧૭૦૫ રહી હતી,  ૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો,ભારતને વિકસીત બનાવવાની રોજગારીમાં વૃદ્વિ અને ગ્રામીણ અર્થતંત્ર પર ફોક્સ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ જાહેર કરી લેવાયેલા નિર્ણયો,જોગવાઈઓને સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ ઈન્વેસ્ટરોએ પણ આવકારી ઘટાડે મોટી ખરીદી કરી છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, લોકલ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સતત ખરીદીનું આકર્ષણ રહેતાં તેજીનો દોર આગળ વધ્યો હતો.ચોમાસું પણ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના જોખમ છતાં એકંદર સારૂ નીવડી રહ્યું હોઈ આર્થિક વિકાસને આગામી દિવસોમાં વેગ મળવાના પોઝિટીવ પરિબળે શેરોમાં શ્રીકાર તેજીની વર્ષા થઈ છે. કોર્પોરેટ પરિણામો પણ ઘણી કંપનીઓના સારા આવી રહ્યા હોઈ શેરોમાં ફંડોની સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ખરીદી ફરી આક્રમક બની છે.ભારતને વિકસીત બનાવવાની રોજગારીમાં વૃદ્વિ અને ગ્રામીણ અર્થતંત્ર પર ફોક્સ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ જાહેર કરી લેવાયેલા નિર્ણયો,જોગવાઈઓને સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ ઈન્વેસ્ટરોએ પણ આવકારી ગત સપ્તાહમાં ઘટાડે મોટી ખરીદી કરી છે.કોર્પોરેટ પરિણામોમાં હવે આગામી દિવસોમાં કંપનીના જાહેર થનારા રિઝલ્ટ પર બજારની નજર રહેશે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!