January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૮.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૪૧ સામે ૮૧૯૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૭૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૮૬૭ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૦૧૩ સામે ૨૫૦૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૩૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૩૬  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો માહોલ યથાવત્ જોવા મળી રહી છે. સેન્સેક્સ પહેલીવાર ૮૨૦૦૦ની સપાટી ક્રોસ કરીને નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. આજે શેરબજારની શરૂઆતમાં જ સેન્સેક્સ ૮૨૧૨૯ની સપાટીને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ પહેલીવાર ૨૫૦૦૦ની સપાટીને કૂદાવી જતાં ૨૫૧૩૨ની સપાટીને સ્પર્શી ગઇ હતી.સેન્સેક્સ ૧૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૮૬૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૩૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૨ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૭૭૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.

સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે સાર્વત્રિક ઉછાળા સાથે એનર્જી, ઓટો, હેલ્થકેર અને મીડકેપ ઈન્ડેક્સે પણ ઐતિહાસિક ટોચ નોંધાવી છે. માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ છે.અમેરિકી ફેડ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજદરોમાં ઘટાડો થવાનો સંકેત આપી ડોવિશ વલણ અપનાવ્યું હોવાની જાહેરાત કરતાં જ ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. ડોલર ઈન્ડેક્સ અને ૧૦વર્ષની યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો નોંધાવાની સાથે એશિયન અને યુરોપિયન બજારમાં પણ સુધારાનું વલણ જોવા મળ્યું હતું.

આજના ટોપ ગેઇનર્સ આજે,રિલાયન્સ લીમીટેડ,ગોદરેજ કન્ઝ્યુમર,લ્યુપીન,એક્સીસ બેન્ક,ટોરેન્ટ ફાર્મા,અદાણી એન્ટર.,ટીવીએસ મોટર્સ,બાટા ઇન્ડિયા,બાલક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝ,મુથૂત ફાઈનાન્સ,અદાણી પોર્ટસ જેવા શેરોમાં ઉછાળો જોવા મળીયો હતો.

ટોપ લૂઝર વિશે વાત કરીએ તો,એસીસી લીમીટેડ,ટાટા મોટર્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લાર્સેન,કોલ્પાલ,ટાટા કન્ઝ્યુમર,હેવેલ્લ્સ,મહાનગર ગેસ,ટેક મહિન્દ્રા,વોલ્ટાસ,ગ્લેનમાર્ક ફાર્મા,જીન્દાલ સ્ટીલ,અંબુજા સિમેન્ટના શેરમાં પણ ઘટાડો નોંધાયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૮૩ અને વધનારની સંખ્યા ૧૫૭૭ રહી હતી,  ૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ચોમાસાની સારી પ્રગતિ અને કોર્પોરેટ પરિણામોની સાથે વૈશ્વિક બજારોમાં મજબૂતીના પોઝિટીવ પરિબળ સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા રાત્રે વ્યાજ દર મામલે નિર્ણય પૂર્વે ભારતીય શેર બજારોમાં આજે વિક્રમી તેજી આગળ વધી હતી.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત ઉછાળે વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, લોકલ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સતત ખરીદીનું આકર્ષણ રહેતાં તેજીનો દોર આગળ વધ્યો હતો.ચોમાસું પણ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના જોખમ છતાં એકંદર સારૂ નીવડી રહ્યું હોઈ આર્થિક વિકાસને આગામી દિવસોમાં વેગ મળવાના પોઝિટીવ પરિબળે શેરોમાં શ્રીકાર તેજીની વર્ષા થઈ છે. કોર્પોરેટ પરિણામો પણ ઘણી કંપનીઓના સારા આવી રહ્યા હોઈ શેરોમાં ફંડોની સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ખરીદી ફરી આક્રમક બની છે.ભારતને વિકસીત બનાવવાની રોજગારીમાં વૃદ્વિ અને ગ્રામીણ અર્થતંત્ર પર ફોક્સ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ જાહેર કરી લેવાયેલા નિર્ણયો,જોગવાઈઓને સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ ઈન્વેસ્ટરોએ પણ આવકારી ગત સપ્તાહમાં ઘટાડે મોટી ખરીદી કરી છે.કોર્પોરેટ પરિણામોમાં હવે આગામી દિવસોમાં ૨,ઓગસ્ટ ૨૦૨૪ના કેમ્સ, દાલમિયા સુગર, ગ્લેક્સો, આયોન એક્સચેન્જ ઈન્ડિયા, ટાઈટન કંપનીના જાહેર થનારા રિઝલ્ટ પર બજારની નજર રહેશે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!