January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૫૫ સામે ૮૧૬૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૪૩૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૪૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૯૨૯ સામે ૨૪૯૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૩૩  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ચોમાસું દેશમાં સફળ, સારૂ નીવડી રહ્યું હોવા સાથે કોર્પોરેટ પરિણામોનું આકર્ષણ રહેતાં અને યુ.એસ. ફેડરલ રિઝર્વની શરૂ થયેલી મીટિંગમાં વ્યાજ દરમાં  ઘટાડા તરફી નિર્ણય અપેક્ષિત હોઈ આજે વૈશ્વિક બજારો પાછળ બજારમાં સુધારાની ચાલ આગળ વધી હતી. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે શેરબજારમાં તેજીનો દોર જળવાઈ રહયો હતો.સેન્સેક્સ ૨૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૪૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૩૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૮૫૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.

ચોમાસાની સારી પ્રગતિએ દેશમાં વાહનોની ખરીદીમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ ફંડોની ઓટો શેરોમાં લેવાલી વધતી જોવાઈ હતી.પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોની આક્રમક ખરીદી રહી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના ટ્રેન્ડ વચ્ચે ઓઈલ-ગેસ શેરોમાં આજે ઓઈલ રિફાઈનરી, માર્કેટીંગ પીએસયુ શેરોમાં ફંડોની ખરીદી રહી હતી. કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે ફંડોની પસંદગીની મોટી ખરીદી રહી હતી. સેન્સેક્સ, નિફટી ઉછાળે સતત પ્રોફિટ બુકિંગ છતાં એ ગુ્રપ સાથે સ્મોલ, મિડ કેપ ઘણા શેરોમાં આકર્ષણ જળવાઈ રહેતાં સંખ્યાબંધ શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો થયો હતો.

બુધવારના ટ્રેડિંગમાં, બીએસઇ સેન્સેક્સ સ્મોલ કેપે બજારને નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિફ્ટી મિડકેપ ૧૦૦, નિફ્ટી બેન્ક અને નિફ્ટી આઈટીએ સંતુલન જાળવી રાખ્યું.

આજના ટોપ ગેઇનર્સ આજે, ટોરેન્ટ પાવરના શેર ૧૬.૬૦%,સીસીએલ પ્રોડક્ટ્સમાં ૯.૭૭%,નેટવર્ક ૧૮ મીડિયાના શેર ૮%,ટાટા કોમ્યુનિકેશન ૫%, જેએસડબ્લ્યુ સ્ટીલના શેરમાં ૨.૯૦%,એશિયન પેઇન્ટ્સમાં ૨.૬૫%,એનટીપીસી ૩%, ટોરેન્ટ ફાર્મા ૨%,અને મારુતિ સુઝુકીમાં ૧.૮૯% નો વધારો નોંધવામાં આવ્યો છે.સાથે સાથે લ્યુપીન,કોટક મહિન્દ્રા બેન્ક,સન ફાર્મા,ટેક મહિન્દ્રા,લાર્સેન,કોલ્પાલ,ગ્લેનમાર્ક ફાર્મા અને સન ટીવી જેવા શેરોમાં ઉછાળો જોવા મળીયો હતો.ટોપ લૂઝર વિશે વાત કરીએ તો,જ્યારે ઈન્ડિયા માર્ટના શેર ૭%, એજીસ લોજિસ્ટિક્સનો શેર ૫.૮૧% ના ઘટાડા સાથે બંધ થયા છે,સાથે સાથે રિલાયન્સ ના શેર ૦.૫૨% ઈન્ફોસિસ ૦.૪૮% ટાટા મોટર્સ ના ઘટાડા સાથે બંધ થયા છે. ઘટીને બંધ થયો. આ સિવાય ટીટાગઢ રેલ્વે,ભારત ફોર્જ,હિન્દાલકો,એયુ બેન્ક,જીએનએફસી,વિપ્રોના શેરમાં પણ ઘટાડો નોંધાયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૩૩ અને વધનારની સંખ્યા ૨૧૨૧ રહી હતી,  ૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ચોમાસાની પ્રગતિ, વૈશ્વિક બજારોની ઉથલપાથલ, કોર્પોરેટ પરિણામો, યુ.એસ. ફેડરલ અને બેંક ઓફ જાપાનના વ્યાજ દર નિર્ણયના આગામી દિવોસમાં બજારની નજર રહેશે. ભારતને વિકસીત બનાવવાની રોજગારીમાં વૃદ્વિ અને ગ્રામીણ અર્થતંત્ર પર ફોક્સ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ જાહેર કરી લેવાયેલા નિર્ણયો,જોગવાઈઓને સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ ઈન્વેસ્ટરોએ પણ આવકારી ગત સપ્તાહમાં ઘટાડે મોટી ખરીદી કરી છે.એચએસબીસી ઈન્ડિયાના મેન્યુફેકચરીંગ પીએમઆઈના જુલાઈ મહિનાના ગુરૂવારે ૧,ઓગસ્ટના જાહેર થનારા આંક પર બજારની નજર રહેશે.વૈશ્વિક મોરચે અમેરિકાના જૂન મહિનાના રોજગારીના આંક  અને યુ.એસ.ફેડરલ રિઝર્વના વ્યાજ દર પર જાહેર થનારા નિર્ણય અને બેંક ઓફ જાપાનના પણ આ જ દિવસે જાહેર થનારા વ્યાજ દર નિર્ણય ચાઈનાના જુલાઈ મહિના માટેના એનબીએસ મેન્યુફેકચરીંગ પીએમઆઈના જાહેર થનારા આંકડા પર બજારની પ્રમુખ નજર રહેશે.કોર્પોરેટ પરિણામોમાં હવે આગામી દિવસોમાં  ૧,ઓગસ્ટ ૨૦૨૪ના અદાણી એન્ટરપ્રાઈસીઝ, અદાણી પોર્ટસ, આઈટીસી લિમિટેડ, ટાટા મોટર્સ લિમિટેડ તેમ જ ૨,ઓગસ્ટ ૨૦૨૪ના કેમ્સ, દાલમિયા સુગર, ગ્લેક્સો, આયોન એક્સચેન્જ ઈન્ડિયા, ટાઈટન કંપનીના જાહેર થનારા રિઝલ્ટ પર બજારની નજર રહેશે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!