January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૩૨ સામે ૮૧૬૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૫૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૯૧૫ સામે ૨૪૯૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૩૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૨૪ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં આકર્ષક ઉછાળા સાથે સપ્તાહની શરૂઆત થઈ છે.નિફ્ટીએ ૨૫૦૦૦ હજારની ઉપર ટ્રેડિંગ કર્યું હતું. સેન્સેક્સે પણ તેની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી અને ૮૧૯૦૮ની નવી સપાટી બનાવી, નિફ્ટી ફ્યુચરએ પણ ૨૫૦૦૦ હજારની ઉપર ૨૫૦૭૫ની હાઈ બનાવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. જો કે, બજારમાં ઊંચા સ્તરોથી વેચવાલી થઈ હતી અને નિફ્ટીનો પ્રારંભિક લાભ સમાપ્ત થયો હતો. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોના સથવારે તેમજ કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોની મજબૂતાઈ શેરબજાર માટે તેજીના સિગ્નલ આપી રહ્યા છે. 

સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ પર ટ્રેડ થયા હતા. સેન્સેક્સ ૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૫૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૨૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૬૬૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.નિફ્ટી પીએસયુ  બેન્ક ઇન્ડેક્સ આજના બજારમાં તેજીમાં રહ્યો હતો અને તે ૨.૨૦% વધ્યો હતો. રિયલ એસ્ટેટ અને ઓઇલ એન્ડ ગેસ જેવા સેક્ટરમાં પણ ખરીદી જોવા મળી હતી. આઈટી સેક્ટર, એફએમસીજીમાં વેચવાલીનું દબાણ હતું.

ટોપ ગેઈનર્સ વિશે વાત કરીએ તો આજના બજારમાં બીપીસીએલ ૩%, ડીવીસ લેબ ૩%,લાર્સેન ૨.૪૮% સુધી વધ્યા.અલ્ટ્રા ટેક સિમેન્ટ અને બજાજ ફિનસર્વ ૨% વધ્યા હતા.સાથે સાથે સન ફાર્મા,ઈન્ફોસિસ,રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સેન, સ્ટેટ બેન્ક, એચસીએલ ટેક ,લ્યુપીન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,કોલ્પાલ,ટાટા મોટર્સ,બાટા ઇન્ડિયા,વોલ્ટાસ,ટાટા કેમિકલ, ગ્રસીમ,અદાણી પોર્ટસ,સન ટીવી જેવા શેરોમાં ઉછાળો જોવા મળીયો હતો.ટોપ લૂઝર્સમાં ટાઇટન કંપની ૨%અને ભારતી એરટેલ ૨%ટોપ પર રહ્યા હતા.સિપ્લા, ઈન્ડીગો,કોટક બેન્ક,એચડીએફસી બેન્ક,હેવેલ્લ્સ ઇન્ડિયા,જેએસડબ્લ્યુ સ્ટીલ,અબુજા સિમેન્ટ્સ,ટાટા કન્ઝ્યુમર અને આઈટીસી જેવા શેરોમાં ઘટાડો થયો હતો.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૬ અને વધનારની સંખ્યા ૨૬૫૨ રહી હતી,  ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, એનડીએ સરકારના કેન્દ્રિય બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને અપેક્ષા મુજબ શેર બજારો માટે અસરકર્તા કેપિટલ ગેઈન ટેક્ષમાં વધારા અને એફ એન્ડ ઓ ટ્રેડીંગમાં રિટેલ ટ્રેડરોની થઈ રહેલી ખુવારી પર અંકુશ લાવવા સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ-એસટીટીમાં વધારો કરતાં સપ્તાહ શેર બજારોમાં તોફાની બન્યા બાદ સપ્તાહના અંતે ઐતિહાસિક રેકોર્ડ તેજી થઈ છે.ભારતને વિકસીત બનાવવાની રોજગારીમાં વૃદ્વિ અને ગ્રામીણ અર્થતંત્ર પર ફોક્સ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ જાહેર કરી લેવાયેલા નિર્ણયો,જોગવાઈઓને સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ ઈન્વેસ્ટરોએ પણ આવકારી ગત સપ્તાહમાં ઘટાડે મોટી ખરીદી કરી છે. ચોમાસાની પ્રગતિ સાથે હવે આગામી દિવસોમાં જૂન મહિનાના ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રેના બુધવારે ૩૧,જુલાઈના જાહેર થનારા આંક અને એચએસબીસી ઈન્ડિયાના મેન્યુફેકચરીંગ પીએમઆઈના જુલાઈ મહિનાના ગુરૂવારે ૧,ઓગસ્ટના જાહેર થનારા આંક પર બજારની નજર રહેશે.વૈશ્વિક મોરચે અમેરિકાના જૂન મહિનાના રોજગારીના આંક  અને યુ.એસ.ફેડરલ રિઝર્વના ૩૧,જુલાઈ ૨૦૨૪ના બુધવારે વ્યાજ દર પર જાહેર થનારા નિર્ણય અને બેંક ઓફ જાપાનના પણ આ જ દિવસે જાહેર થનારા વ્યાજ દર નિર્ણય ચાઈનાના જુલાઈ મહિના માટેના એનબીએસ મેન્યુફેકચરીંગ પીએમઆઈના જાહેર થનારા આંકડા પર બજારની પ્રમુખ નજર રહેશે.કોર્પોરેટ પરિણામોમાં હવે આગામી દિવસોમાં ૩૦,જુલાઈના કેસ્ટ્રોલ,ડિક્સન ટેકનોલોજી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ગેઈલ ઈન્ડિયા, ટાટા કન્ઝયુમર કંપનીના જાહેર થનારા રિઝલ્ટ પર બજારની નજર રહેશે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!