May 14, 2025

Subscription
+91 99390 80808

May 14, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૧૪૮ સામે ૭૯૫૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૪૭૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૬૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૦૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૯૨ સામે ૨૪૩૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૦૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૬૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ગુરુવારે શેરબજારમાં નીચલા સ્તરેથી ઉછાળો જોવા મળ્યો હતો અને બજાર V આકારમાં રિકવર થયું હતું. મોટા ગેપ ડાઉન પછી, નીચા સ્તરેથી બજારમાં તીવ્ર રિકવરી જોવા મળી હતી.સેન્સેક્સ ૨૮૦ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૧૪૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૨ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૪૨૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૩૮ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૪૮૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.આજના બજારમાં સૌથી વધુ ખરીદી ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, ફાર્મા સેક્ટરમાં જોવા મળી હતી, જ્યારે આઈટી, પીએસયુ બેન્ક, ફાઈનાન્સિયલ સર્વિસ, રિયલ એસ્ટેટ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી.

બજાર ભલે આજે ફ્લેટ ટુ નેગેટિવ બંધ થયું હોય, પરંતુ આજે તેજીની સફળતા એ હતી કે તેણે બજારને મહત્ત્વના સપોર્ટ લેવલથી નીચે જવા દીધું ન હતું.તેજીઓએ ફરી એકવાર બજારના નીચલા સ્તરેથી તેમની તાકાત બતાવી અને બજારમાં મોટો ઘટાડો થવા દીધો નહીં.બજારમાં આજની રિકવરી એ સંદેશ આપ્યો છે કે મેગા ઈવેન્ટ લોકસભા ચૂંટણી અને કેન્દ્રીય બજેટ ૨૦૨૪ પછી પણ બુલ્સ નબળા પડ્યા નથી.બજારના નીચલા સ્પોર્ટ્સ સ્તરે મજબૂતી દર્શાવી હતી અને મહત્ત્વના સપોર્ટ લેવલથી બજારમાં ખરીદી આવી હતી.

આજના બજારમાં ટોપ ગેઇનર્સમાં ટાટા મોટર્સ ૬%,ઓએનજીસી ૫%ના ઉછાળાનું નામ ટોચ પર રહ્યું હતું. બીપીસીએલ અને એસબીઆઈ લાઈફમાં પણ ૩.૫૦%,એલએન્ડટી અને સન ફાર્મામાં પણ ૨%થી વધુનો ઉછાળો હતો.સાથે સાથે કોટક બેન્ક,મહાનગર ગેસ,રામકો સિમેન્ટ્સ,ઈન્ડીગો,કોલ્પાલ,મુથૂત ફાઈનાન્સ,સન ફાર્મા,અદાણી પોર્ટસ,ટેક મહિન્દ્રા,સન ટીવી,કોલ ઇન્ડિયા,ઇપ્કા લેબ જેવા શેરોમાં તેજી જોવા મળી હતી.બીજી બાજુ આજે એક્સિસ ૫%થી વધુના ઘટાડા સાથે બેન્ક ટોપ લૂઝર્સમાં ટોપ પર હતી.જીન્દાલ સ્ટીલ૩%,નેસ્લે ઈન્ડિયા ૨%, આઈસીઆઈસીઆઈ બેંક ૨%અને ટાઈટન કંપની ૨%ના શેરમાં ઘટાડો થયો હતો.સાથે સાથે ઈન્ફોસીસ,ટીવીએસ મોટર્સ,એસીસી લીમીટેડ,ટોરેન્ટ ફાર્મા,ગ્રાસીમ,લ્યુપીન,બાટા ઇન્ડિયા,વોલ્ટાસ,ટાટા કેમિકલ જેવા શેરોમાં મંદી જોવા મળી હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૧૩ અને વધનારની સંખ્યા ૨૦૯૬ રહી હતી,  ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૧૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૧  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો,વર્તમાન નાણાં વર્ષના અંતે રાજકોષિય ખાધના અંદાજમાં ઘટાડો અને રાજકોષિય શિસ્તતા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતના રેટિંગ અપગ્રેડ માટેનો માર્ગ મોકળો કરશે. રિઝર્વ બેન્કના ઊંચા ડિવિડન્ડ રાજકોષિય મોરચે મોટી રાહત બની રહી હોવાનું માનવામાં આવે છે.રાજકોષિય શિસ્તતાની કટિબદ્ધતા આગળ જતા ભારતના રેટિંગ અપગ્રેડની શકયતાઓ વધારશે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત ચાલી રહેલી ખરીદી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની શેરોમાં વિક્રમી તેજી સાથે નફારૂપી વેચવાલીના પરિણામે અત્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું કરેકશન જોવાઈ રહ્યું છે.ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ પરિણામો એકંદર અપેક્ષાથી સારા આવી રહ્યા હોવા સામે હવે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ બાદ સાવચેતીમાં ઓવરવેલ્યુએશનની તેજીને વિરામ મળતો જોવાઈ શકે છે.નાણા વર્ષ ૨૦૨૪-૨૫ માટેના પૂર્ણ કેન્દ્રિય બજેટની રજૂઆત બાદ આગામી દિવસોમાં શેર બજારોમાં મોટી ઉથલપાથલ જોવાઈ શકે છે. પોસ્ટ બજેટ ચર્ચાને કારણે બજારમાં વધઘટ થવાની સંભાવના છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

ACC LTD

BHARTI AIRTEL

ICICI BANK

AURO PHARMA

error: Content is protected !!