January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૦૨ સામે ૮૦૭૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૨૨૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૫૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૪૨૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૦૯ સામે ૨૪૫૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૦૬૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૫૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

બજેટ ૨૦૨૪નો દિવસ શેરબજારમાટે અસ્થિરતાથી ભરેલો હતો અને બજારે તેજી અને મંદી બંને ગતિવિધિઓ દર્શાવી હતી.નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટ ભાષણની શરૂઆતમાં બજાર ફ્લેટ સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું,પરંતુ કેપિટલ ગેઈન્સ ટેક્સની જાહેરાત બાદ લગભગ બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટીમાં વેચવાલી આવી હતી.આ સમયગાળા દરમિયાન પીએસયુ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, બજારમાં નીચલા સ્તરોથી જબરદસ્ત રિકવરી જોવા મળી હતી.

સેન્સેક્સ ૭૩ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૪૨૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૬ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૪૫૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૨૧ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૭૬૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારા બાદ માર્કેટમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. આજે બજારમાં એફએમસીજી શેરોમાં ઉછાળો જોવા મળ્યો.

આજના બજારમાં ટોપ ગેઇનર્સમાં ટાઇટન કંપનીના શેરમાં મહત્તમ ૭%સુધીનો વધારો જોવા મળ્યો હતો.આઇટીસી ૬%, ટાટા કન્ઝ્યુમર ૪%,ટોરેન્ટ ફાર્મા ૪%, એનટીપીસી, અદાણી પોર્ટ્સ ૨% વધારો નિફ્ટી ૫૦ ના ટોપ ગેઇનર્સ હતા,જ્યારે બીજી બાજુ શ્રીરામ ફાઇનાન્સ ૩%, એલએન્ડટી ૩%,ગોદરેજ પ્રોપ.૩%હિન્દાલ્કો, બજાજ ફાઇનાન્સ જેવા શેરો નિફ્ટી ૫૦ ના ટોપ લુઝર હતા.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે મધ્યમવર્ગને નવા ટેક્સ રેજિમ હેઠળ વિવિધ રાહતો આપી છે. જેમાં નવા ટેક્સ રેજિમ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા રૂ.૫૦૦૦૦ થી વધારી રૂ.૭૫૦૦૦ કરાઈ છે. તેમજ નવા ટેક્સ રેજિમ હેઠળ ૩ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગૂ થશે નહીં. ઉલ્લેખનીય છે, જૂના ટેક્સ રેજિમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.નાણા મંત્રીએ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ૧૦%થી વધારી ૧૨.૫%,જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ૧૫%થી વધારી ૨૦%કર્યો છે.જ્યારે અન્ય તમામ ફાઈનાન્સિયલ અને નોન-ફાઈનાન્સિયલ એસેટ્સ પર જૂનો ૧૫%નો દર લાગુ થશે.સરકારે સ્ટાર્ટઅપ માટે પર લગાવવામાં આવતો એન્જલ ટેક્સ નાબૂદ કર્યો છે.બજેટ ૨૦૨૪-૨૫ માં ૧.૪૮ લાખ કરોડ શિક્ષણ, રોજગાર અને કૌશલ્યવર્ધન પાછળ ખર્ચવામાં આવશે. આ બજેટમાં ખેડૂતો માટે પણ કેટલીક મહત્ત્વની જાહેરાત કરાઈ.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૬૦ અને વધનારની સંખ્યા ૧૭૪૩ રહી હતી,  ૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત ચાલી રહેલી ખરીદી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની શેરોમાં વિક્રમી તેજી સાથે નફારૂપી વેચવાલીના પરિણામે અત્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું કરેકશન જોવાઈ રહ્યું છે.ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ પરિણામો એકંદર અપેક્ષાથી સારા આવી રહ્યા હોવા સામે હવે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ બાદ સાવચેતીમાં ઓવરવેલ્યુએશનની તેજીને વિરામ મળતો જોવાઈ શકે છે.નાણા વર્ષ ૨૦૨૪-૨૫ માટેના પૂર્ણ કેન્દ્રિય બજેટની રજૂઆત બાદ આગામી દિવસોમાં શેર બજારોમાં મોટી ઉથલપાથલ જોવાઈ શકે છે. પોસ્ટ બજેટ ચર્ચાને કારણે બજારમાં વધઘટ થવાની સંભાવના છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!