February 24, 2025

+91 99390 80808

February 24, 2025

| +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૪૩ સામે ૮૧૫૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૪૯૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૩૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૬૦૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૦૯ સામે ૨૪૭૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૦૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૫૨૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં શુક્રવારે નિફ્ટી અને સેન્સેક્સે ટ્રેડિંગની શરૂઆત ઉછાળા સાથે કરી હતી આજના સેશનમાં બજાર ઊંચા સ્તરોથી પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યું હતું.વોલેટિલિટી જોવા મળી હતી.જો લાંબા ગાળાની તેજી બાદ બજારમાં થોડીક પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૭૩૯ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૬૦૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૮૦ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૫૨૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૨૦ પોઈન્ટના ઘટાળા સાથે ૫૨૨૫૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.

એફએમસીજી સેક્ટરમાં પણ સારી વેચવાલી જોવા મળી હતી. રિયલ એસ્ટેટ, કોમોડિટી અને મેટલ સેક્ટરમાં નબળાઈ જોવા મળી હતી.જ્યારે કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, રિયાલ્ટી સેગમેન્ટમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધતાં ૨% સુધી ઘટાડે કારોબાર થઈ રહ્યા છે.આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આક્રમક ખરીદીના પગલે આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ ઉછાળો જોવા મળીયો હતો.મેટલ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી

આજના બજારમાં, ટોપ ગેઇનર્સમાં ઇન્ફોસિસ૧.૮૦%ના વધારા સાથે, સાથે આઈટીસી ૦.૬૨%ના વધારા અને એશિયન પેઇન્ટ્સ ૦.૬૦%ના વધારા સાથે હતા. આ ત્રણ શેરો સિવાય નિફ્ટી ૫૦માં કોઈ સ્ટોક લીડમાં ન હતો.

જયારે બીજી બાજુ ટાટા સ્ટીલના શેર ૫% ઘટીને,હેવેલ્લ્સ ૫%,જીન્દાલ સ્ટીલ ૪%,એસીસી ૩%ના ટોપ લુઝર શેરો હતા અને હિન્દુસ્તાન યુનીલીવર,ટાટા કન્ઝ્યુમર,ભારતી એરટેલ,એચડીએફસી લાઈફ, કોલ ઈન્ડિયા,બીપીસીએલ, ટીસીએસ,ગ્રાસીમ,સિપ્લા, વિપ્રો,ઈન્ડીગો,લ્યુપીન,ગ્લેનમાર્ક ફાર્મા,એચસીએલ ટેકનો,મહાનગર ગેસ, ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સેન, સન ફાર્મા,ઈન્ડીગો,ટોરેન્ટ ફાર્મા,આઈટીસી,શ્રીરામ ફાઇનાન્સ,ડોક્ટર રેડીઝ,કોટક મહિન્દ્રા બેંક,અદાણી પોર્ટસ,વોલ્ટાસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,ટાટા કેમિકલ્સ,ટાટા કન્ઝ્યુમર, બજાજ ફાઇનાન્સના શેરોમાં ઘટાડો જોવા મળીયો હતો.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૦૧૪ અને વધનારની સંખ્યા ૯૦૬ રહી હતી,  ૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૪  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટિવ પરિબળો, બજેટમાં આકર્ષિત જાહેરાતો, પ્રથમ ત્રિમાસિકના મજબૂત પરિણામોના કારણે તેજી જોવા મળી હતી.વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં અત્યારે નિરંતર વિક્રમી તેજી જોવાઈ રહી છે. ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતમાં શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા છે. આગામી સપ્તાહે રજૂ થનાર બજેટમાં સરકાર દ્વારા અર્થતંત્રને વેગ આપવા વિવિધ ક્ષેત્રોમાં ચોક્કસ રાહતના પગલા જાહેર કરવાની સાથે ટેક્સના માળખામાં પણ રાહત જાહેર કરે તેવી સંભાવનાઓ પાછળ બજારમાં માનસ સુધારા તરફી થવા પામ્યું હતું. આ ઉપરાંત જૂન ત્રિમાસિકના પરિણામના પ્રારંભિક તબક્કામાં આગેવાન કંપનીઓ દ્વારા જાહેર થયેલા પરિણામો અપેક્ષાથી સારા રહેતા બજાર પર તેની સાનુકૂળ અસર થઈ હતી. આ ઉપરાંત દેશભરમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું હોવાના અહેવાલોને જોતાં આગામી સમયમાં કૃષિ ક્ષેત્રે વૃદ્ધિ થવાની સાથે ગ્રામીણ અર્થંતંત્ર પણ ધમધમતુ થવાની ગણતરી મુકાઈ રહી છે.અત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેર બજારોમાં ફરી મોટાપાયે ખરીદદાર બનવા લાગ્યા છતાં આગામી દિવસોમાં લોકલ ફંડોના સંભવિત પ્રોફિટ બુકિંગે અને બજેટ પૂર્વે સાવચેત બની જનારો મોટો વર્ગ શકય છે કે બજારમાં ફરી કરેકશનનો દોર બતાવશે તેવી શક્યતા છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing

Most Popular

error: Content is protected !!