January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૧૬ સામે ૮૦૫૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૩૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૪૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૬૪૪ સામે ૨૪૫૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૫૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૦૮ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ગુરુવારે શેરબજારમાં વધુ એક ઐતિહાસિક દિવસ હતો અને નિફ્ટીએ પ્રોફિટ બુકિંગની તમામ અટકળોને ફગાવતા ફરી એકવાર નવી ઓલ-ટાઈમ હાઈ બનાવી હતી.જો કે, આજના ટ્રેડિંગ સેશનની શરૂઆત થોડી નબળાઈ સાથે થઈ હતી અને પરંતુ બપોરે બજારની તેજી જોવા જેવી હતી.સેન્સેક્સે ૮૦૬ પોઈન્ટ ઉછળી ૮૧૫૨૨ ની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે.નિફ્ટી ૩૦૦ પોઈન્ટ ઉછળી ૨૪૮૩૮ના ઓલટાઈમ હાઈ લેવલે પહોંચ્યો છે.બેન્ક નિફ્ટી ફ્યુચરએ પણ ૧૨૬ ઉછાળા સાથે ૫૨૬૫૫ બંધ રહયો હતો.

આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આક્રમક ખરીદીના પગલે આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ ૨% ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે. એફએમસીજી સેક્ટરમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. રિયલ એસ્ટેટ, કોમોડિટી અને મેટલ સેક્ટરમાં નબળાઈ જોવા મળી હતી.જ્યારે કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, રિયાલ્ટી સેગમેન્ટમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધતાં ૨% સુધી ઘટાડે કારોબાર થઈ રહ્યા છે.

ભારતીય શેરબજાર સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતો સાથે સતત આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સ ૦૩ જુલાઈએ ૮૦૦૦૦ક્રોસ થયા બાદ માત્ર  ૧૦ ટ્રેડિંગ સેશનમાં ૮૧૦૦૦ નું લેવલ વટાવ્યું છે. વોલેટિલિટી ઈન્ડેક્સ નિફ્ટી VIX પણ ૨.૪૩% ઉછાળા સાથે ૧૪.૫૭ પર ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં વોલેટિલિટી દર્શાવે છે.

આજના બજારમાં, નિફ્ટી ૫૦ શેરોમાં, એલટીઆઈ માઇન્ડટ્રી અને ટીસીએસમાં સાડા ૩% નો ઉછાળો હતો અને ટોપ ગેનર્સની યાદીમાં પ્રથમ બે શેર હતા. ઓએનજીસી, બજાજ ફિનસર્વ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા.સાથે સાથે ભારતી એરટેલ,ઈન્ફોસીસ,રિલાયન્સ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,સન ફાર્મા,લાર્સેન,કોટક બેંક,ટેક મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,ટાટા મોટર્સ,એક્સીસ બેન્ક,આઈસીઆઈસીઆઈ બેન્ક,જીન્દાલ સ્ટીલ, આઈટીસી, ટોપ ગેઈનર્સ હતા.જયારે,ઈન્ડીગો,એસીસી,ટીવીએસ મોટર્સ,અદાણી એન્ટર.,લ્યુપીન,વોલ્ટાસ,અદાણી પોર્ટસ,સિપ્લા,ગ્લેનમાર્ક ફાર્મા,ગુજરાત ગેસના નામ ટોપ લૂઝર્સમાં હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૪ અને વધનારની સંખ્યા ૨૫૦૦ રહી હતી,  ૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો,ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-વિદેશી ફંડોએ આઈટી શેરોની આગેવાનીએ આક્રમક ખરીદી કરી બજારમાં વિક્રમી તેજીનો દોર આગળ વધાર્યો છે. ચોમાસાની દેશમાં સારી પ્રગતિ સાથે કૃષિ ક્ષેત્રે મજબૂત વૃદ્વિ થકી આર્થિક વિકાસની દોટ આગળ વધવાના પોઝિટીવ પરિબળે અને કેન્દ્રિય બજેટમાં આ વખતે પ્રોત્સાહક જોગવાઈઓની અપેક્ષાએ ફંડોએ ઈન્ડેક્સ બેઝડ આક્રમક ખરીદી કરી છે. પ્રિ-બજેટ ચર્ચાને કારણે બજારમાં વધઘટ થવાની સંભાવના છે.જેથી ચાર ટ્રેડીંગ દિવસના આગામી સપ્તાહમાં કોર્પોરેટ પરિણામોમાં હવે ૧૯, જુલાઈ ૨૦૨૪ના બીપીસીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રોના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. આ સાથે ચોમાસાની પ્રગતિ અને કેન્દ્રિય બજેટ ૨૩, જુલાઈના રજૂ થનાર હોઈ આ બજેટની જોગવાઈઓની અટકળોના આ પરિબળો વચ્ચે આગામી ચાર ટ્રેડીંગ દિવસના સપ્તાહમાં સેન્સેક્સ અને નિફટી વચ્ચે અફડા –  તફડી જોવાઈ શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!