January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૧૯ સામે ૮૦૬૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૫૫૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૧૪૬ ઉછાળા સાથે ૮૦૬૬૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૫૨૧ સામે ૨૪૫૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૫૪૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૬૨૨ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારે શુક્રવારે ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ આ સાપ્તાહની શરૂઆત પોઝિટીવ નોટ સાથે થઈ છે. પ્રોત્સાહક પરિણામ સાથે કોર્પોરેટ ત્રિમાસિક રિઝલ્ટની સિઝન અને સ્થાનિક તથા વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોના પગલે શેરબજારમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું છે.એશિયન શેરબજારોમાં શરૂઆતી કારોબારમાં સારી ગતિ જોવા મળી હતી. સેન્સેક્સ ૨૯૦ પોઈન્ટ ઉછળી ૮૦૮૬૨ ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યુચરએ પણ ૧૧૫  પોઈન્ટ ઉછળી ૨૪૬૩૯ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટી નોંધાવી હતી. સાથે સાથે બેન્ક નિફ્ટી ફ્યુચરએ પણ ૨૮૩ ઉછાળા સાથે ૫૨૭૨૧ બંધ રહયો હતો.સેન્સેક્સ,નિફટી એના ઓલ ટાઈમ હાઈથી આગળ એક નવી ઓલ ટાઈમ હાઈ છે.શેરબજારમાં આકર્ષક ઉછાળાના સાથે સ્મોલ, મિડ કેપ,રોકડાના શેરોમાં વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. 

ખાદ્ય ચીજો અને ઉત્પાદિત પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચતાં જૂન માસમાં જથ્થાબંધ મોંઘવારી ૧૬ માસની ટોચે પહોંચી છે.૧૫ જુલાઈએ સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર, જથ્થાબંધ ફુગાવો જૂનમાં ૩/૪% નોંધાયો છે. જે મેમાં ૨.૬% થયો હતો.જથ્થાબંધ મોંઘવારીનો દર મેમાં પણ ૦.૪% વધ્યો હતો. તે સમયે ફૂડ ઈન્ડેક્સ ૨.૫% અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સની કિંમત ૦.૧૪% વધી હતી.

આજના બજારમાં, નિફ્ટી ૫૦ ઇન્ડેક્સના ટોપ ગેઇનર્સમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો દબદબો છે,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૨.૯૯% ઉછાળા સાથે,એસબીઆઈ લાઈફ ૨.૯૮%,ટીસીએસ,રિલાયન્સ,સિપ્લા,ઈન્ફોસીસ,વિપ્રો, એચસીએલ ટેકનો,મહાનગર ગેસ,વોલ્ટાસમહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સેન,એસીસી,સન ફાર્મા,ઈન્ડીગો,ટોરેન્ટ ફાર્મા,એસીસી લીમીટેડ,અદાણી પોર્ટસ,ગ્લેનમાર્ક ફાર્મા,ટાટા મોટર્સ,જીન્દાલ સ્ટીલ,કોલ ઈન્ડિયા, આઈટીસી, ટાટા મોટર્સ ટોપ ગેઈનર્સ હતા. જયારે,ગ્રાસીમ,કોલ્પાલ, કોટક બેન્ક, બાટા ઇન્ડિયા,ટાટા કેમિકલ્સ,મહાનગર ગેસ,ટાટા કન્ઝ્યુમર, બજાજ ફાઇનાન્સ, ડિવિઝ લેબ,ટેક મહિન્દ્રાના નામ ટોપ લૂઝર્સમાં હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૦૪ અને વધનારની સંખ્યા ૨૦૩૬ રહી હતી,  ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૪ના અંતના ત્રિમાસિકની સીઝનની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના રિઝલ્ટે સારી શરૂઆત થતાં સપ્તાહના અંતે ફરી સેન્સેક્સ અને નિફટી નવો ઈતિહાસ રચાયો છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-વિદેશી ફંડોએ આઈટી શેરોની આગેવાનીએ આક્રમક ખરીદી કરી બજારમાં વિક્રમી તેજીનો દોર આગળ વધાર્યો છે. ચોમાસાની દેશમાં સારી પ્રગતિ સાથે કૃષિ ક્ષેત્રે મજબૂત વૃદ્વિ થકી આર્થિક વિકાસની દોટ આગળ વધવાના પોઝિટીવ પરિબળે અને કેન્દ્રિય બજેટમાં આ વખતે પ્રોત્સાહક જોગવાઈઓની અપેક્ષાએ ફંડોએ ઈન્ડેક્સ બેઝડ આક્રમક ખરીદી કરી છે.જેથી ચાર ટ્રેડીંગ દિવસના આગામી સપ્તાહમાં કોર્પોરેટ પરિણામોમાં હવે ૧૬, જુલાઈ ૨૦૨૪ના બજાજ ઓટો, ૧૭, જુલાઈ ૨૦૨૪ના એશીયન પેઈન્ટસ, એલટીઆઈ માઈન્ડટ્રી, ૧૮, જુલાઈ ૨૦૨૪ના ઈન્ફોસીસ, માસ્ટેક, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ટાટા ટેકનોલોજીસ, ૧૯, જુલાઈ ૨૦૨૪ના બીપીસીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રોના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. આ સાથે ચોમાસાની પ્રગતિ અને કેન્દ્રિય બજેટ ૨૩, જુલાઈના રજૂ થનાર હોઈ આ બજેટની જોગવાઈઓની અટકળોના આ પરિબળો વચ્ચે આગામી ચાર ટ્રેડીંગ દિવસના સપ્તાહમાં સેન્સેક્સ અને નિફટી વચ્ચે અફડા –  તફડી જોવાઈ શકે છે. પ્રિ-બજેટ ચર્ચાને કારણે બજારમાં વધઘટ થવાની સંભાવના છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!