રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૭.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૮૯૭ સામે ૮૦૦૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૮૪૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૬૨૨ ઉછાળા સાથે ૮૦૫૧૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૩૮૨ સામે ૨૪૪૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૩૮૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૫૨૯ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
પ્રોત્સાહક પરિણામ સાથે કોર્પોરેટ ત્રિમાસિક રિઝલ્ટની સિઝન અને સ્થાનિક તથા વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોના પગલે શેરબજારમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું છે. સેન્સેક્સ, નિફટી એના ઓલ ટાઈમ હાઈથી આગળ એક નવી ઓલ ટાઈમ હાઈ છે.શેરબજારમાં આકર્ષક ઉછાળાના સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. રોકાણકારોની મૂડી રૂ.૧.૨૦ લાખ કરોડ વધી છે.
સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટ ઉછળી ૮૦૮૯૩ ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યુચરએ પણ ૨૦૧ પોઈન્ટ ઉછળી ૨૪૫૯૩ ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટી નોંધાવી હતી. સાથે સાથે બેન્ક નિફ્ટી ફ્યુચરએ પણ ૬૭ ઘટાળા સાથે ૫૨૩૭૨ બંધ રહયો હતો.
સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં મીડકેપ નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે.ટીસીએસના પ્રોત્સાહક પરિણામની અસર તેમજ અમેરિકી અર્થતંત્રની સકારાત્મક અસરોના કારણે આઈટી-ટેક્નો શેર્સમાં ધૂમ તેજી જોવા મળી હતી. ટીસીએસના પ્રોત્સાહક પરિણામની અસર તેમજ અમેરિકી અર્થતંત્રની સકારાત્મક અસરોના કારણે આઈટી-ટેક્નો શેર્સમાં ધૂમ તેજી જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ઓલટાઈમ હાઈ બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ વધતાં ઓટો, હેલ્થકેર, રિયાલ્ટી, કેપિટલ ગુડ્સ, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. પીએસયુ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે સતત પસંદગીની આક્રમક ખરીદી કરી હતી.
આજના બજારમાં, નિફ્ટી ૫૦ ઇન્ડેક્સના ટોપ ગેઇનર્સમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો દબદબો છે ટીસીએસ ૬.૧૯% વધારા સાથે બંધ થયા છે. રિલાયન્સ,સિપ્લા,ઈન્ફોસીસ,વિપ્રો,એચસીએલ ટેકનો,વોલ્ટાસ, ઈન્ડીગો,ટોરેન્ટ ફાર્મા,એસીસી લીમીટેડ,ગ્લેનમાર્ક ફાર્મા,ટાટા મોટર્સ,જીન્દાલ સ્ટીલ,કોલ ઈન્ડિયા, આઈટીસી, ટાટા મોટર્સ ટોપ ગેઈનર્સ હતા. જયારે લાર્સેન,કોલ્પાલ, કોટક બેન્ક,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,ટાટા કેમિકલ્સ,મહાનગર ગેસ,ટાટા કન્ઝ્યુમર, બજાજ ફાઇનાન્સ, ડિવિઝ લેબના નામ ટોપ લૂઝર્સમાં હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૪૮ અને વધનારની સંખ્યા ૧૬૮૭ રહી હતી, ૧૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં અત્યારે નિરંતર વિક્રમી તેજી જોવાઈ રહી છે. ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતમાં શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા છે.ચોમાસાની પ્રગતિ સારી રહી હોવા સાથે ૨૩, જુલાઈ ૨૦૨૪ના રજૂ થનારા પૂર્ણ કેન્દ્રિય બજેટમાં વિવિધ વર્ગના લોકો માટે પ્રોત્સાહનો, રાહતોની અપેક્ષા અને વધુને વધુ લોકોને લાંબાગાળાના ઈન્વેસ્ટર બનાવવાની અને એના થકી ભારતની ગ્રોથ સ્ટોરીમાં જોડવાની દિશામાં આ વખતે જોગવાઈ થવાની સંભાવના બતાવાઈ રહી છે.જૂન ૨૦૨૪ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થઈ રહી હોઈ કોર્પોરેટ પરિણામો સ્પેસિફિક તેજી આગળ વધવાની શકયતા રહેશે.વિદેશી રોકાણકારોએ એપ્રિલ-મેમાં મોટાપાયે વેચવાલી દર્શાવ્યા બાદ હવે જુલાઈમાં ધીમા ધોરણે ખરીદી વધારી છે. લોકસભા ચૂંટણી પરિણામો બાદ માર્કેટ સતત સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. ભારતીય અર્થતંત્રનો મજબૂત ગ્રોથ આઉટલૂક અને પીએમઆઈમાં વૃદ્ધિ સાથે જૂન ત્રિમાસિકમાં કોર્પોરેટ પરિણામો પોઝિટિવ રહેવાનો આશાવાદ છે.જીએસટી કલેક્શન પણ રેકોર્ડ સ્તરે નોંધાતા લિક્વિડિટી વધી છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.