January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૯૨૪ સામે ૮૦૧૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૪૬૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૮૯૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૩૫૫ સામે ૨૪૩૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૨૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૪૦૬ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ગુરુવારે શેરબજારમાં ગેપ અપ ઓપનિંગ બાદ ફરી એકવાર બજારમાં ઊંચા સ્તરોથી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને સારી નીચેની મુવમેન્ટ જોવા મળી હતી.સેન્સેક્સ ૨૮ પોઈન્ટના ઘટાળે ૭૯૮૯૭ પોઈન્ટ બંધ રહયો હતો.જ્યારે નિફ્ટી ફ્યુચર ૫૧ પોઈન્ટ ઉછાળે ૨૪૪૦૬ પોઈન્ટ બંધ રહયો હતો.સાથે સાથે બેન્ક નિફ્ટી ફ્યુચરએ પણ ૧૩૧ પોઈન્ટ ઉછાળા સાથે ૫૨૪૫૦ પોઈન્ટ બંધ રહયો હતો. આજના બજારમાં એક રેન્જ વ્યાખ્યાયિત કરવામાં આવી હતી, જોકે બજાર નીચલા સ્તરે રહ્યું હતું, પરંતુ અંતે ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ રહયું હતું.

આજના બજારમાં ટેકનોલોજી, બેન્કિંગ અને ઇન્ફ્રા સેક્ટરમાં શરૂઆતી નબળાઈ જોવા મળી હતી, પરંતુ બજાર બંધ થતાં સુધીમાં આ સૂચકાંકો તેજી તરફી થઈ ગયા હતા જ્યારે ઓટો, એનર્જી સેક્ટરમાં થોડી વેચવાલી જોવા મળી હતી.કેન્દ્રીય બજેટ ૨૦૨૪ પહેલા બજારો ઊંચા સ્તરે કોન્સોલિડેટ થઈ રહ્યા હોવાનું જણાય છે. છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનમાં એવું જોવામાં આવ્યું છે કે જો દિવસના ઊંચા સ્તરેથી વેચવાલીનું દબાણ હતું તો પણ ખરીદદારો નીચલા સ્તરે સક્રિય થયા અને બજારને ઘટવા દીધું નહીં.

આજના બજારમાં, નિફ્ટી ૫૦ ઇન્ડેક્સના ટોપ ગેઇનર્સમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો દબદબો છે અને ઓએનજીસી અને બીપીસીએલ ૨.૫% વધારા સાથે બંધ થયા છે. ઈન્ફોસીસ,વોલ્ટાસ,કોટક બેન્ક,ઈન્ડીગો,ટોરેન્ટ ફાર્મા,એસીસી લીમીટેડ,ગ્લેનમાર્ક ફાર્મા,ટાટા મોટર્સ,જીન્દાલ સ્ટીલ,કોલ ઈન્ડિયા, આઈટીસી, ટાટા મોટર્સ ટોપ ગેઈનર્સ હતા. જયારે લાર્સેન,કોલ્પાલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,ટાટા કેમિકલ્સ,મહાનગર ગેસ,ટાટા કન્ઝ્યુમર, બજાજ ફાઇનાન્સ, ડિવિઝ લેબ, એમએન્ડએમના નામ ટોપ લૂઝર્સમાં હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૯ અને વધનારની સંખ્યા ૨૧૭૨ રહી હતી,  ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.બજારની ભાવિ દિશા…. મિત્રો,જૂન ૨૦૨૪ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થઈ રહી હોઈ કોર્પોરેટ પરિણામો સ્પેસિફિક તેજી આગળ વધવાની શકયતા રહેશે.વિદેશી રોકાણકારોએ એપ્રિલ-મેમાં મોટાપાયે વેચવાલી દર્શાવ્યા બાદ હવે જુલાઈમાં ધીમા ધોરણે ખરીદી વધારી છે. લોકસભા ચૂંટણી પરિણામો બાદ માર્કેટ સતત સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. ભારતીય અર્થતંત્રનો મજબૂત ગ્રોથ આઉટલૂક અને પીએમઆઈમાં વૃદ્ધિ સાથે જૂન ત્રિમાસિકમાં કોર્પોરેટ પરિણામો પોઝિટિવ રહેવાનો આશાવાદ છે.જીએસટી કલેક્શન પણ રેકોર્ડ સ્તરે નોંધાતા લિક્વિડિટી વધી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે હવે ચાઈનાના ફુગાવાના જૂન મહિનાના બુધવારે જાહેર થનારા આંક યુ.કે.ના મે મહિનાના જીડીપી વૃદ્વિના ગુરૂવારે જાહેર થનાર આંક, અમેરિકાના ફુગાવાના આંક સહિતની વૈશ્વિક બજારો પર અસર થશે. વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં અત્યારે નિરંતર વિક્રમી તેજી જોવાઈ રહી છે. ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતમાં શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા છે.ચોમાસાની પ્રગતિ સારી રહી હોવા સાથે ૨૩, જુલાઈ ૨૦૨૪ના રજૂ થનારા પૂર્ણ કેન્દ્રિય બજેટમાં વિવિધ વર્ગના લોકો માટે પ્રોત્સાહનો, રાહતોની અપેક્ષા અને વધુને વધુ લોકોને લાંબાગાળાના ઈન્વેસ્ટર બનાવવાની અને એના થકી ભારતની ગ્રોથ સ્ટોરીમાં જોડવાની દિશામાં આ વખતે જોગવાઈ થવાની સંભાવના બતાવાઈ રહી છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!