January 20, 2025

+91 99390 80808

January 20, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૯૬૦ સામે ૮૦૧૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૯૯૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૩૯૧ ઉછાળા સાથે ૮૦૩૫૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૩૭૫ સામે ૨૪૩૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૩૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૪૭૮ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં મંગળવારે ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ ૩૯૧ પોઈન્ટ ઉછળી ૮૦૩૯૭ ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યુચરએ પણ ૧૦૨ પોઈન્ટ ઉછળી ૨૪૫૧૦ ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચડાઉન કર્યું છે. સાથે સાથે બેન્ક નિફ્ટી ફ્યુચરએ પણ ૨૦ ઉછાળા સાથે ૫૨૫૮૦ બંધ રહયો હતો. લાર્જકેપની તુલનાએ સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે.

ભારતીય શેરબજાર છેલ્લા બે દિવસમાં કોન્સોલિડેટ અર્થાત સંકોચાયા બાદ ફરી તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી પણ સુધારા તરફી આગેકૂચ કરી રહ્યો છે. ઓટો, ફાર્મા અને એફએમસીજી શેર્સમાં ખરીદીનું પ્રમાણ વધતાં માર્કેટ ઉછળ્યું છે. ઓટો-ફાર્મા શેરોમાં સુધારા તરફી જ્યારે આઈટી, ટેક્નો શેર્સમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. માર્કેટ ખૂલતાંની સાથે એનર્જી, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, મીડકેપ ઈન્ડેક્સ રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. જો કે, બાદમાં એનર્જી શેર્સમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. એચડીએફસી બેન્ક અને મારૂતિ સુઝુકી, અને આઈટીસીના શેર્સમાં વોલ્યૂમના પગલે સેન્સેક્સમાં સુધારા તરફી વલણ જોવા મળ્યું છે.

મંગળવારે શેરબજાર વધીને બંધ થયું હતું જેમાં કોટક બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,ઝાઈડસ લાઈફ,એસીસી,ઈન્ડીગો,ગોદરેજ પ્રોપર્ટી,ટેક મહિન્દ્રા,ટાટા કેમિકલ,ઇપ્કા લેબ,અદાણી પોર્ટસ,સન ફાર્મા,ગ્રાસીમ, એચડીએફસી બેંક,ઈન્ફોસીસ,વેદાંત લિમિટેડ, એસબીઆઈ લાઈફ,રિલાયન્સ,વિપ્રો,લ્યુપીન,તોર્રેન્ટ ફાર્મા,હેવેલ્લ્સ,કોલ ઇન્ડિયા,અંબુજા સિમેન્ટ્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,લ્યુપીન,સિપ્લા, અશોક લેલેન્ડ,એશિયન પેઇન્ટ્સ,ટાટા સ્ટીલ,આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ઓએનજીસી, લાર્સન,જીન્દાલ સ્ટીલ,ડાબર ઇન્ડિયા,ગુજરાત ગેસ, કોટક મહિન્દ્રા. બેન્ક, વિપ્રો, ટીસીએસ,જેવી કંપનીઓના શેરમાં તેજી નોંધાઈ છે.જયારે બાટા ઇન્ડિયા,ટાટા કેમિકલ,ટીવીએસ મોટર,સન ફાર્મા,રેલ વિકાસ નિગમ લિમિટેડ,ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન ના શેર નબળાઈ પર બંધ થયા છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૨૨ અને વધનારની સંખ્યા ૨૦૧૧ રહી હતી,  ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તરે હવે મંગળવારે યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલની ટેસ્ટીમની થનાર હોવા પર નજર સાથે ચાઈનાના ફુગાવાના જૂન મહિનાના બુધવારે જાહેર થનારા આંક યુ.કે.ના મે મહિનાના જીડીપી વૃદ્વિના ગુરૂવારે જાહેર થનાર આંક, અમેરિકાના ફુગાવાના આંક સહિતની વૈશ્વિક બજારો પર અસર થશે. વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં અત્યારે નિરંતર વિક્રમી તેજી જોવાઈ રહી છે. ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતમાં શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા છે.ચોમાસાની પ્રગતિ સારી રહી હોવા સાથે ૨૩, જુલાઈ ૨૦૨૪ના રજૂ થનારા પૂર્ણ કેન્દ્રિય બજેટમાં વિવિધ વર્ગના લોકો માટે પ્રોત્સાહનો, રાહતોની અપેક્ષા અને વધુને વધુ લોકોને લાંબાગાળાના ઈન્વેસ્ટર બનાવવાની અને એના થકી ભારતની ગ્રોથ સ્ટોરીમાં જોડવાની દિશામાં આ વખતે જોગવાઈ થવાની સંભાવના બતાવાઈ રહી છે. આ સાથે હવે જૂન ૨૦૨૪ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થઈ રહી હોઈ કોર્પોરેટ પરિણામો સ્પેસિફિક તેજી આગળ વધવાની શકયતા રહેશે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!