રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૭.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૯૯૬ સામે ૭૯૯૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૭૩૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૩૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૯૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૩૭૯ સામે ૨૪૩૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૨૮૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૩૭૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેરબજારની તેજીએ વિરામ લીધો છે.સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા તરફી ખૂલ્યા બાદ કરેક્શન જોવા માળિયું હતું.સેન્સેક્સમાં ૩૬ પોઈન્ટનો મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો અને તે ૭૯૯૬૦ ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ફ્યુચરમાં ૦.૨૫ પોઈન્ટનો ઘટાળો આવ્યો હતો અને તે ૨૪૩૭૯ ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૧૪૬ પોઈન્ટનો ઘટાળો આવ્યો હતો અને તે ૫૨૫૭૮ ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીને વિરામ આપવામાં આવ્યા છતાં સપ્તાહના અંતે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપ, રોકડાના શેરોમાં વેચવાલી જોવા મળી હતી .
સોમવારે સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન શેરબજારમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી હતી. નિફ્ટી અને સેન્સેક્સ ફ્લેટ ખૂલ્યા હતા અને થોડી વધઘટ પછી ફ્લેટ સ્તરે બંધ થયા હતા. આ સમયગાળા દરમિયાન, બજારમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જોવા મળી હતી. ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ આક્રમક ખરીદી કરી હતી.બજારમાં એફએમસીજીમાં ઘણી ખરીદી જોવા મળી હતી. આઈટી સેક્ટરમાં પણ ખરીદી જોવા મળી હતી, જ્યારે બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની સતત પસંદગીની આક્રમક ખરીદી રહી હતી. પીએસયુ કંપનીઓના શેરોમાં સતત મોટી ખરીદી રહી હતી.
ટોપ ગેઇનર્સની યાદીમાં ઓએનજીસી ૩.૮૦%ના વધારા સાથે,એચસીએલ ટેક,રિલાયન્સ,સન ફાર્મા,બાટા ઇન્ડિયા, ગોદરેજ પ્રોપટી,ઈન્ફોસીસ,ટીસીએસ,મહિન્દ્રા,ઈન્ડીગો, ગોદરેજ કન્ઝ્યુમર,કોલ ઇન્ડિયા,આઈટીસી,એચસીએલ ટેકનોલોજી,જેએસડબ્લ્યુ સ્ટીલ,ગ્રાસીમ,ભારતી ઐરટેલ,હેવેલ્લ્સ,કોલ્પાલ,હિન્દુસ્તાન યુનીલીવર, વોલ્ટાસ,શેરનો સમાવેશ થાય છે,જ્યારે ટોપ લુઝર્સમાં ટાઇટન કંપની ૩.૪૦% ના ઘટાળો,ટોરેન્ટ ફાર્મા, ડિવિસ લેબ, બીપીસીએલ, શ્રીરામ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક,આઈસઆઈસીઆઈ બેન્ક, અદાણી પોર્ટ્સમાં નબળાઈ નોંધાઈ હતી.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૬૧ અને વધનારની સંખ્યા ૧૭૯૮ રહી હતી, ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં અત્યારે નિરંતર વિક્રમી તેજી જોવાઈ રહી છે. ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતમાં શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા છે.ચોમાસાની પ્રગતિ સારી રહી હોવા સાથે ૨૩, જુલાઈ ૨૦૨૪ના રજૂ થનારા પૂર્ણ કેન્દ્રિય બજેટમાં વિવિધ વર્ગના લોકો માટે પ્રોત્સાહનો, રાહતોની અપેક્ષા અને વધુને વધુ લોકોને લાંબાગાળાના ઈન્વેસ્ટર બનાવવાની અને એના થકી ભારતની ગ્રોથ સ્ટોરીમાં જોડવાની દિશામાં આ વખતે જોગવાઈ થવાની સંભાવના બતાવાઈ રહી છે. આ સાથે હવે જૂન ૨૦૨૪ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થઈ રહી હોઈ કોર્પોરેટ પરિણામો સ્પેસિફિક તેજી આગળ વધવાની શકયતા રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે હવે મંગળવારે યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલની ટેસ્ટીમની થનાર હોવા પર નજર સાથે ચાઈનાના ફુગાવાના જૂન મહિનાના બુધવારે જાહેર થનારા આંક યુ.કે.ના મે મહિનાના જીડીપી વૃદ્વિના ગુરૂવારે જાહેર થનાર આંક, અમેરિકાના ફુગાવાના આંક સહિતની વૈશ્વિક બજારો પર અસર થશે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.