July 7, 2024

+91 99390 80808

July 7, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૯૮૬.૮૦ સામે ૮૦૩૨૧.૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૯૮૬.૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૦૬.૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૬૨.૮૭ ઉછાળા સાથે ૮૦૦૪૯.૬૭ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૩૫૦.૪૦ સામે ૨૪૪૨૨.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૩૩૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૯.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૩૭૫.૨૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં છેલ્લાં કેટલાક સમયથી જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ગુરુવારે ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ ૪૦૫.૮૪ પોઈન્ટ ઉછળી ૮૦૩૯૨.૬૪ ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યુચરએ પણ ૨૪૪૫૪.૯૦ ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચડાઉન કર્યું છે. સાથે સાથે બેન્ક નિફ્ટી ફ્યુચરએ પણ ઉછાળા સાથે ૫૩૩૦૧.૦૦ ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચડાઉન કર્યું છે. રોકાણકારોની મૂડી રૂ.૧.૧૯લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ રૂ. ૪૪૬.૬૮ લાખ કરોડ પહોંચી છે.

બેન્કિંગ સેક્ટરની બેલેન્સ શીટમાં સુધારો તેમજ ગ્રોસ એનપીએ ૧૨ વર્ષના તળિયે પહોંચી હોવાના અહેવાલના પગલે બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેર્સમાં ધૂમ તેજી જોવા મળી છે.ફરી બીએસઈ ખાતે બેન્કેક્સ નવી ૬૦૭૨૦.૭૬ પોઈન્ટ અને ફાઈ. સર્વિસિઝ ૧૧૬૮૦.૭૫ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. તદુપરાંત હેલ્થકેર ઈન્ડેક્સ પણ ઉછાળા સાથે રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. સ્મોલેકપ અને મીડકેપ શેર્સ પણ ઝડપથી આગળ વધી રહ્યા છે. કોચિન શીપયાર્ડ, મઝગાંવ ડોક, હુડકો સહિતના પીએસયુ શેર્સ પણ ૮% સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.

ગુરુવારે શેરબજાર વધીને બંધ થયું હતું જેમાં કોટક બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,ઝાઈડસ લાઈફ,એસીસી,ઈન્ડીગો,ગોદરેજ પ્રોપર્ટી,ટેક મહિન્દ્રા,ટાટા કેમિકલ,ઇપ્કા લેબ,અદાણી પોર્ટસ,સન ફાર્મા,ગ્રાસીમ,ઈન્ફોસીસ,વેદાંત લિમિટેડ, એસબીઆઈ લાઈફ,રિલાયન્સ,વિપ્રો,લ્યુપીન,તોર્રેન્ટ ફાર્મા,હેવેલ્લ્સ,કોલ ઇન્ડિયા,અંબુજા સિમેન્ટ્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,લ્યુપીન,સિપ્લા, અશોક લેલેન્ડ,એશિયન પેઇન્ટ્સ,ટાટા સ્ટીલ,આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ઓએનજીસી, લાર્સન,જીન્દાલ સ્ટીલ,ડાબર ઇન્ડિયા,ગુજરાત ગેસ, કોટક મહિન્દ્રા. બેન્ક, વિપ્રો, ટીસીએસ,જેવી કંપનીઓના શેરમાં તેજી નોંધાઈ છે.જયારે એચડીએફસી બેંક,ટાટા કેમિકલ,ટીવીએસ મોટર,સન ફાર્મા,રેલ વિકાસ નિગમ લિમિટેડ,ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન ના શેર નબળાઈ પર બંધ થયા છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૪૪ અને વધનારની સંખ્યા ૨૧૮૩ રહી હતી,  ૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, હવે બજેટ ફીવરમાં બજારમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો હોઈ બજારમાં આગામી દિવસોમાં ઊંચા મથાળે વિક્રમી તેજીને વિરામ આપવામાં આવે એવી શકયતા રહેશે. બજેટની કવાયત વચ્ચે ચોમાસાની પ્રગતિ હાલ તુરત ધીમી રહેતાં અને દેશ, દુનિયામાં હિટવેવની આગામી દિવસો, વર્ષમાં કૃષિ પાક પર કેટલી અને કેવી માઠી અસર પડી શકે છે, એના અનુમાનોને લઈ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જેથી વૈશ્વિક અસરોની સાથે ભારતમાં ચોમાસું હવે સામાન્યથી સારૂ રહેશે કે પછી નબળું પડશે એના અંદાજો-અનુમાનો પર આગામી દિવસોમાં બજારની નજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાથી પક્ષોએ પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને  મોદી સરકારની આર્થિક નીતિઓને આગળ વધારવાના કરેલા મક્કમ નિર્ધારને જોઈ ભારતની ગ્રોથ સ્ટોરી બુલેટ વેગી જોવાશે એનો અંદેશો મેળવી ગયેલા ફોરેન ફંડોએ પણ રહી ગયાના અફસોસમાં હવે શેરોમાં જંગી ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણા પ્રધાન નિર્મલા સીતારામને લોકસભા ચૂંટણીના પરિણામો પૂર્વે ભારતીય શેર બજારોમાં ૪, જૂન બાદ ઐતિહાસિક રેકોર્ડ તેજી જોવાશે એવી કરેલી આગાહી સચોટ પૂરવાર થઈ ભારતીય શેર બજારોમાં નિરંતર નવો ઈતિહાસ રચાતો જોવાઈ રહ્યો છે.આ સાથે સેન્સેક્સને ૮૦,૩૦૦અને નિફટીને ૨૪૪૦૦ની સપાટી પાર કરાવી નવી ઊંચાઈએ મૂકી દીધા છે. અવિરત વિક્રમી તેજીની આ દોટમાં અત્યારે તો લાર્જ કેપ શેરોમાં સક્રિય લેવાલી જોવાઈ રહી છે. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીને બ્રેક લાગી હોઈ એમ અત્યારે વિરામ આપવામાં આવ્યો છે.ચોમાસાની પ્રગતિ ધીમી રહ્યા બાદ હવે દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સારી પ્રગતિને જોતાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની હાલ તુરત શકયતા છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!