રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૭.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૪૭૬.૧૯ સામે ૭૯૮૪૦.૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૨૩૧.૧૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૬૨૪.૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪.૭૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૪૪૧.૪૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૨૦૬.૨૫ સામે ૨૪૨૪૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૨૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૧૦.૯૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે મંગળવારે ભારતીય શેરબજાર સળંગ તેજીની ચાલ સાથે રોજ નવી ઐતિહાસિક સપાટી બનાવી રહ્યા છે.વિદેશી રોકાણકારોની આકર્ષક લેવાલી સાથે સેન્સેક્સ અને નિફ્ટી ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે.ત્યારબાદ ઘટાળા તરફી ચાલ સાથે વેચવાલી જોવા મળી હતી.શેરબજારની દિવસની અવિરત તેજીએ વિરામ લીધો છે.ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ વધતાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ ઘટાડે બંધ રહ્યા હતા.
મંગળવારે શેરબજારમાં મોટા ગેપ અપ ઓપનિંગ પછી, કેટલાક પ્રોફિટ બુકિંગ ઊંચા સ્તરોથી આવ્યા હતા,નિફ્ટીએ ૨૪૨૮૦ ની નવી ઊંચી સપાટી બનાવી છે, જ્યારે સેન્સેક્સે ૭૯૮૫૬ ની નવી સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે. બેન્ક નિફ્ટીએ ૫૨૯૨૫ ની નવી ઊંચી સપાટી બનાવી છે,માર્કેટમાં પ્રોફિટ બુકિંગ ઊંચા સ્તરોથી આવ્યું હતું.
આજે સતત બીજા દિવસે આઈટી સેક્ટર ખરીદદારો માટે ચર્ચાનો વિષય રહ્યો હતો અને ઈન્ફોસિસ, વિપ્રો લગભગ બે ટકાના વધારા સાથે બંધ થયા હતા. ટીસીએસના શેરમાં એક ટકાનો વધારો થયો હતો. એચસીએલ પણ તેજીના શેરોમાં રહ્યું હતું.પરંતુ જો આપણે સેક્ટર સિવાય નિફ્ટી ૫૦ ઇન્ડેક્સના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ, તો ગોદરેજ પ્રોપટી ૪%,લાર્સેન ૨.૪૮%ના વધારા સાથે નિફ્ટી ૫૦નો ટોપ ગેઇનર હતો. જો કે, ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક,એચડીએફસી બેંકના શેરે દિવસભર સારા ઉછાળા સાથે વેપાર કરવાનું ચાલુ રાખ્યું હતું,અન્ય બેન્કિંગ શેરો નબળા રહ્યા.શ્રીરામ ફાઇનાન્સ ૩.૩૫% ના ઘટાડા સાથે નિફ્ટીમાં ટોપ લૂઝર હતો, જ્યારે ભારતી એરટેલ ૨.૩૯% ઘટ્યો હતો. ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાઇનાન્સ ૨-૨% ઘટ્યા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૮૦ અને વધનારની સંખ્યા ૨૦૩૬ રહી હતી, ૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, સેન્સેક્સને ૭૯૦૦૦ અને નિફટીને ૨૪૦૦૦ની સપાટી પાર કરાવી નવી ઊંચાઈએ મૂકી દીધા છે. અવિરત વિક્રમી તેજીની આ દોટમાં અત્યારે તો લાર્જ કેપ શેરોમાં સક્રિય લેવાલી જોવાઈ રહી છે. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીને બ્રેક લાગી હોઈ એમ અત્યારે વિરામ આપવામાં આવ્યો છે.ચોમાસાની પ્રગતિ ધીમી રહ્યા બાદ હવે દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સારી પ્રગતિને જોતાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની હાલ તુરત શકયતા છે. આ સાથે હવે બજેટની તૈયારીએ કેટલાક મોટા અને મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે છતાં એની અટકળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં આગામી દિવસોમાં અફડા – તફડી જોવા મળી શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાથી પક્ષોએ પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને મોદી સરકારની આર્થિક નીતિઓને આગળ વધારવાના કરેલા મક્કમ નિર્ધારને જોઈ ભારતની ગ્રોથ સ્ટોરી બુલેટ વેગી જોવાશે એનો અંદેશો મેળવી ગયેલા ફોરેન ફંડોએ પણ રહી ગયાના અફસોસમાં હવે શેરોમાં જંગી ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણા પ્રધાન નિર્મલા સીતારામને લોકસભા ચૂંટણીના પરિણામો પૂર્વે ભારતીય શેર બજારોમાં ૪, જૂન બાદ ઐતિહાસિક રેકોર્ડ તેજી જોવાશે એવી કરેલી આગાહી સચોટ પૂરવાર થઈ ભારતીય શેર બજારોમાં નિરંતર નવો ઈતિહાસ રચાતો જોવાઈ રહ્યો છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.