July 5, 2024

+91 99390 80808

July 5, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૭.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૦૩૨.૭૩ સામે ૭૯૦૪૩.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૮૯૭૧.૭૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૮૯.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૪૪૩.૪૬ ઉછાળા સાથે ૭૯૪૭૬.૧૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૧૩૨.૨૫ સામે ૨૪૧૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૦૮૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૩.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૯.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૧૨.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક તેજી સાથે સતત નવી સર્વોચ્ચ ટોચ બનાવી રહ્યું છે.ભારતીય શેરબજારમાં તેજીનો મોહોલ સપ્તાહના બીજા દિવસે પણ જળવાઈ રહ્યો છે. શુક્રવારના વિરામ બાદ સોમવારે બજારમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો, જેના કારણે રોકાણકારોનો ઉત્સાહ જળવાઈ રહ્યો.સેન્સેક્સ ૪૪૩.૪૬ પોઈન્ટ ઉછળી ૭૯૫૬૧ના હાઈ લેવલે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે,શુક્રવારે સેન્સેક્સે ૭૯૬૭૧.૫૮ની ઐતિહાસિક ટોચ નોંધાવી હતી.જયારે નિફ્ટી ફ્યુચર ૨૪૨૧૨ ની રેકોર્ડ ટોચ પાસે પોઈન્ટ ઉછળી બંધ રહયું,બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૭૦૦ પોઈન્ટ ઉછળી બંધ રહયું હતું. બજારની આ તેજીમાં આઈટી સેક્ટરનો મોટો ફાળો હતો, જેમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. ઓટો સેક્ટર, એફએમસીજી સેક્ટરમાં પણ વધારો જોવા મળ્યો હતો, જ્યારે પીએસયુ બેન્ક અને એનર્જી સેક્ટરમાં નજીવી વેચવાલી જોવા મળી હતી.

સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે વિદેશી રોકાણકારો હવે ફરી પાછા ભારતીય શેરબજાર તરફ વળ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીએ નવા માસ અને નવા સપ્તાહની શરૂઆત પોઝિટીવ નોટ સાથે કરી છે. સેન્સેક્સ નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ રોકાણકારોની મૂડી રૂ.૨.૫૭ લાખ કરોડ વધી છે. વિદેશી રોકાણકારોએ એપ્રિલ અને મે માસમાં મોટાપાયે વેચવાલી નોંધાવ્યા બાદ જૂન માસમાં આકર્ષક ૩.૨ અબજ ડોલરની ખરીદી નોંધાવી છે. અગાઉ માર્ચમાં ૪.૨ અબજ ડોલરની લેવાલી દર્શાવી હતી. જ્યારે એપ્રિલમાં ૧.૦૪ અબજ ડોલર અને મેમાં ૩.૧ અબજ ડોલરની વેચવાલી કરી હતી.

સોમવારે શેરબજાર વધીને બંધ થયું હતું જેમાં એસીસી ૫.૬% ઉછાળે,,ટાટા કેમિકલ,ઇપ્કા લેબ,અદાણી પોર્ટસ,સન ફાર્મા,ગ્રાસીમ,ઈન્ફોસીસ,વેદાંત લિમિટેડ, એસબીઆઈ લાઈફ,રિલાયન્સ,વિપ્રો,કોલ ઇન્ડિયા,અંબુજા સિમેન્ટ્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,લ્યુપીન,સિપ્લા, અશોક લેલેન્ડ, એચડીએફસી બેંક, અશોકા બિલ્ડકોન, એશિયન પેઇન્ટ્સ,ટાટા સ્ટીલ,આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ઓએનજીસી, લાર્સન,જીન્દાલ સ્ટીલ,ડાબર ઇન્ડિયા,ગુજરાત ગેસ, કોટક મહિન્દ્રા. બેન્ક, વિપ્રો, ટીસીએસ,જેવી કંપનીઓના શેરમાં તેજી નોંધાઈ છે.જયારે ટાટા કેમિકલ,ટીવીએસ મોટર,વોલ્ટાસ,લ્યુપીન,તોર્રેન્ટ ફાર્મા,હેવેલ્લ્સ,સન ફાર્મા,લાર્સેન,રેલ વિકાસ નિગમ લિમિટેડ, દીપક ફર્ટિલાઇઝર,આર્ચીન કેમિકલ,કોલ ઈન્ડિયા, ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન, કન્ટેનર કોર્પોરેશન અને એનટીપીસીના શેર નબળાઈ પર બંધ થયા છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૬ અને વધનારની સંખ્યા ૨૬૫૬ રહી હતી,  ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાથી પક્ષોએ પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને  મોદી સરકારની આર્થિક નીતિઓને આગળ વધારવાના કરેલા મક્કમ નિર્ધારને જોઈ ભારતની ગ્રોથ સ્ટોરી બુલેટ વેગી જોવાશે એનો અંદેશો મેળવી ગયેલા ફોરેન ફંડોએ પણ રહી ગયાના અફસોસમાં હવે શેરોમાં જંગી ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણા પ્રધાન નિર્મલા સીતારામને લોકસભા ચૂંટણીના પરિણામો પૂર્વે ભારતીય શેર બજારોમાં ૪, જૂન બાદ ઐતિહાસિક રેકોર્ડ તેજી જોવાશે એવી કરેલી આગાહી સચોટ પૂરવાર થઈ ભારતીય શેર બજારોમાં નિરંતર નવો ઈતિહાસ રચાતો જોવાઈ રહ્યો છે.આ સાથે સેન્સેક્સને ૭૯૦૦૦ અને નિફટીને ૨૪૦૦૦ની સપાટી પાર કરાવી નવી ઊંચાઈએ મૂકી દીધા છે. અવિરત વિક્રમી તેજીની આ દોટમાં અત્યારે તો લાર્જ કેપ શેરોમાં સક્રિય લેવાલી જોવાઈ રહી છે. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીને બ્રેક લાગી હોઈ એમ અત્યારે વિરામ આપવામાં આવ્યો છે.ચોમાસાની પ્રગતિ ધીમી રહ્યા બાદ હવે દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સારી પ્રગતિને જોતાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની હાલ તુરત શકયતા છે. આ સાથે હવે બજેટની તૈયારીએ કેટલાક મોટા અને મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે છતાં એની અટકળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં આગામી દિવસોમાં અફડા –  તફડી જોવા મળી શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

NOCIL

CASTROL INDIA

GREAVES COTTON

SEQUENT SCIENTIFIC

HDFC BANK

error: Content is protected !!