July 1, 2024

+91 99390 80808

July 1, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૬.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૨૪૩.૧૮ સામે ૭૯૪૫૭.૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૯૦૫.૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૫.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૦.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૦૩૨.૭૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૦૯૫.૮૫ સામે ૨૪૧૫૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૦૨.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૭.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૧૩૧.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર સળંગ તેજીની ચાલ સાથે રોજ નવી ઐતિહાસિક સપાટી બનાવી રહ્યા છે.વિદેશી રોકાણકારોની આકર્ષક લેવાલી સાથે સેન્સેક્સ અને નિફ્ટી ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. ત્યારબાદ ઘટાળા તરફી ચાલ જોવા મળી હતી.શેરબજારની ચાર દિવસની અવિરત તેજીએ વિરામ લીધો છે.બપોરના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ વધતાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ ઘટાડે બંધ રહ્યા હતા. સેન્સેક્સ ૭૯૬૭૧.૫૮ ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ ૨૧૦.૪૫ પોઈન્ટ ઘટાડે ૭૯૦૩૨.૭૩ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકના ૨૦ શેર્સ રેડ ઝોનમાં બંધ આપ્યું હતું.નિફ્ટી ફ્યુચર ૨૪૨૪૦.૦૦ ની રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ અંતે ૩૫.૧૫ પોઈન્ટ ઉછાળે ૨૪૧૩૧.૦૦ પર બંધ રહ્યો હતો. જયારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૦૫૦.૦૦ ની રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ અંતે ૩૮૫.૬૦ પોઈન્ટ ઘટાળે ૫૨૫૨૦.૦૦ પર બંધ રહ્યો હતો.

શુક્રવારે શેરબજારના અસ્થિર ટ્રેડિંગ સમયગાળા દરમિયાન અંબુજા સિમેન્ટ, ટાટા મોટર્સ,લ્યુપીન,સન ફાર્મા,ટોરેન્ટ ફાર્મા,અદાણી પાવર,અદાણી એન્ટરપ્રાઇઝ,ઓએનજીસી, એશિયન પેઇન્ટ્સ, વિપ્રો, આયોન એક્સચેન્જ, પાવર ગ્રીડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ભારત ડાયનેમિક્સ લિમિટેડ, એચસીએલ ટેક જેવી કંપનીઓના શેરમાં વધારો રહ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસથી બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેર્સમાં આકર્ષક તેજી બાદ હવે પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક,અદાણી પોર્ટસ,આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્ક, એચડીએફસી બેન્કમાં ૨.૬૧% સુધીનો ઘટાડો નોંધાતાં બીએસઈ બેન્કેક્સ ૧.૦૪%ઘટાડે બંધ રહ્યો હતો.બજાજ ફાઈનાન્સ, ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ કાર્ડ, , મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક, મુથૂટ ફાઈનાન્સ, એક્સિસ બેંક,બિરલા કોર્પોરેશન, અશોક લેલેન્ડ, પાવર ગ્રીડ, લાર્સન, ઇન્ફોસિસ, ટીસીએસ, કોટક મહિન્દ્રા બેન્ક અને જેકે પેપર જેવી કંપનીઓના શેરમાં નબળાઈ નોંધાઈ હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૨૫ અને વધનારની સંખ્યા ૨૧૮૦ રહી હતી,  ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો,હવે બજેટ ફીવરમાં બજારમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો હોઈ બજારમાં આગામી દિવસોમાં ઊંચા મથાળે વિક્રમી તેજીને વિરામ આપવામાં આવે એવી શકયતા રહેશે. બજેટની કવાયત વચ્ચે ચોમાસાની પ્રગતિ હાલ તુરત ધીમી રહેતાં અને દેશ, દુનિયામાં હિટવેવની આગામી દિવસો, વર્ષમાં કૃષિ પાક પર કેટલી અને કેવી માઠી અસર પડી શકે છે, એના અનુમાનોને લઈ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જેથી વૈશ્વિક અસરોની સાથે ભારતમાં ચોમાસું હવે સામાન્યથી સારૂ રહેશે કે પછી નબળું પડશે એના અંદાજો-અનુમાનો પર આગામી દિવસોમાં બજારની નજર રહેશે. ચાલુ કેલેન્ડર વર્ષ શેરબજાર માટે બુલિશ રહ્યું છે.લોકસભા ચૂંટણીના પરિણામો વખતે નોંધાયેલા મોટા કડાકા બાદ સેન્સેક્સ માત્ર ૧૬ ટ્રેડિંગ સેશનમાં જ ૬૯૬૪.૮૬ પોઈન્ટ ઉછળ્યો છે. જૂન મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. મોદી સરકાર ૩.૦ ફુલફોર્મમાં કાર્યરત થઈ જઈ આર્થિક નીતિઓને આગળ વધારવાના નિર્ધાર સાથે એક પછી એક નિર્ણયો લઈ રહી છે.અત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેર બજારોમાં ફરી મોટાપાયે ખરીદદાર બનવા લાગ્યા છતાં આગામી દિવસોમાં લોકલ ફંડોના સંભવિત પ્રોફિટ બુકિંગે અને બજેટ પૂર્વે સાવચેત બની જનારો મોટો વર્ગ શકય છે કે બજારમાં ફરી કરેકશનનો દોર બતાવશે.બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

error: Content is protected !!